HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

16 સપ્ટેમ્બર, 2017

વિશ્વ ઓઝોન દિન -16 સપ્ટેમ્બર


વિશ્વ ઓઝોન દિનદર વર્ષે ૧૬ સપ્ટેમ્બરે ઉજવાય છે. ૧૯૯૫થી ૧૬ સપ્ટેમ્બરે દર વર્ષે ઓઝોન સ્તર સંરક્ષણ માટે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સ, ઓઝોન સ્તરની સાચવણી માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે આ દિવસે  જાહેર કર્યો છે. આ દિવસે મોન્ટ્રેલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવે છે.
ઓઝોન અવક્ષય
ઓઝોન અવક્ષય ના બે તદ્દન જુદા, છતાં સંબંધિત નીરિક્ષણો છેઃ 1970ના દાયકાથી પૃથ્વીના ઊર્ધ્વમંડળ (ઓઝોન સ્તર)માંના ઓઝોનના કુલ કદમાં પ્રતિ દશકાએ 4% જેટલો ધીમો, સતત ઘટાડો, અને એ જ સમયગાળામાં પૃથ્વીના ધ્રુવીય પ્રદેશો પરના ઊર્ધ્વમંડળીય ઓઝોનમાં ઘણો મોટો, પણ મોસમી ઘટાડો. અહીં જે બીજી ઘટના વર્ણવી છે તેને સામાન્ય રીતે ઓઝોન છિદ્ર તરીકે સંબંધવામાં આવે છે. ઊર્ધ્વમંડળીય ઓઝોન અવક્ષયની આ જાણીતી ઘટના ઉપરાંત, વસંત દરમ્યાન ધ્રુવીય વિસ્તારોની સપાટી નજીક ઘટતા અધોમંડળીય ઓઝોન અવક્ષયના બનાવો પણ નોંધપાત્ર છે.
ધ્રુવીય ઓઝોન છિદ્રો આકાર લેવાની ઝીણવટભરી પદ્ધતિ અને મધ્ય-અક્ષાંશ સાંકડા થવાની પ્રક્રિયા એકબીજાથી તદ્દન અલગ છે, પણ આણ્વિક કલોરિન અને બ્રોમિન ઉદ્દીપક થકી ઓઝોનનો નાશ એ બંનેમાં આકાર લેતી સૌથી અગત્યની પ્રક્રિયા છે. ઊર્ધ્વમંડળના આ હેલોજન અણુઓનો મુખ્ય સ્રોત કલોરોફલુરોકાર્બન (CFC) સંયોજનો, જે પ્રચલિત રીતે ફ્રેઓન્સ તરીકે ઓળખાય છે અને બ્રોમોફલુરોકાર્બન સંયોજનો, જે હૅલોન્સ તરીકે ઓળખાય છે તેનો ફોટોવિચ્છેદ છે. આ સંયોજનો સપાટી પર ધકેલાઈ જાય તે પછી તે ઊર્ધ્વમંડળમાં પરિવહન પામે છે. સીએફસી (CFCs) અને હૅલોન્સ બંનેના બહાર ધકેલાવાની પ્રક્રિયા વધવાથી, બંને ઓઝોન અવક્ષયની પદ્ધતિઓ પણ વધુ બળવાન બની છે.
સીએફસી અને અન્ય યોગદાતા તત્ત્વોને પ્રચલિત રીતે ઓઝોન-અવક્ષય તત્ત્વો (ઓઝોન-ડિપ્લેટિંગ સબસ્ટન્સિસ-ઓડીએસ-ODS ) કહેવામાં આવે છે. ઓઝોન સ્તર નીલાતીત કિરણો(યુવી કિરણ)ની સૌથી હાનિકર્તા એવી યુવીબી (UVB) તરંગ-લંબાઈઓ(270-315 એનએમ)ને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં અટકાવે છે, તેથી ઓઝોનમાં જોવામાં આવેલો અને અનુમાનિત ઘટાડો એ વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે અને તેના પરિણામસ્વરૂપ સીએફસી અને હેલોન્સ તેમ જ કાર્બન ટેટ્રાકલોરાઈડ અને ટ્રાઈકલોરોઈથિલીન જેવા અન્ય ઓઝોન અવક્ષય માટે જવાબદાર ગણાતા રસાયણોના ઉત્પાદનને પ્રતિબંધિત કરતો મોનટ્રેલ પ્રોટોકોલ(Montreal Protocol) સ્વીકારવામાં આવ્યો હતો. ઓઝોન અવક્ષયના પરિણામે નીલાતીત કિરણોના વધુ સંસર્ગમાં આવવાથી ત્વચાનું કૅન્સર, મોતીયો, વનસ્પતિઓને નુકસાન, અને મહાસાગરના પ્રકાશિત ક્ષેત્રમાંની પ્લેન્કટનની વસતિમાં ઘટાડો જેવાં વિવિધ જૈવિક પરિણામોનો સામનો કરવાનો આવશે એવી આશંકા સેવવામાં આવે છે.
 ઓઝોન ચક્રની રૂપરેખા
ઓઝોન-ઑકિસજન ચક્રમાં ઑકિસજનના ત્રણ સ્વરૂપોનો (અથવા અલોટ્રોપ્સ(allotropes)નો) સમાવેશ થાય છેઃ ઑકિસજન અણુ (O અથવા આણ્વિક ઑકિસજન), ઑકિસજન વાયુ (O2 અથવા દ્વિ-પરમાણુ ઑકિસજન) અને ઓઝોન વાયુ (O3અથવા ત્રિ-પરમાણુ ઑકિસજન). જયારે 240 એનએમથી ટૂંકી તરંગલંબાઈ ધરાવતા નીલાતીત ફોટોન ઊર્ધ્વમંડળમાં શોષાય છે અને ત્યારે ઑકિસજનના પરમાણુઓ ફોટો-વિચ્છેદિત થાય છે ત્યારે ત્યાં ઊર્ધ્વમંડળ ઓઝોનનો અણુ બને છે. તેના કારણે ઑકિસજનના બે પરમાણુ રચાય છે. એ વખતે આણ્વિક ઑકિસજન O2 સાથે સંયોજાઈને O3 બને છે. ઓઝોનના પરમાણુઓ 310 અને 200 એનએમ વચ્ચેના નીલાતીત કિરણોને શોષે છે, જેના પરિણામે ઓઝોન O2ના પરમાણુમાં અને આણ્વિક ઑકિસજનમાં વિચ્છેદિત થાય છે. આણ્વિક ઑકિસજન પછી ફરીથી ઓઝોનનો અણુ બનાવવા માટે ઑકિસજનના પરમાણુ સાથે જોડાય છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, પણ જયારે એક ઑકિસજનનો અણુ, ઓઝોનના અણુ સાથે "ફરીથી જોડાય" છે અને બે O2 અણુઓ બનાવે છે, ત્યારે આ પ્રક્રિયા અટકી જાય છેઃ O + O3 → 2 O2
Image result for ozone day
O3
 ઓઝોન સ્તર અવક્ષયનાં પરિણામો 
  • વધુ નીલાતીત કિરણો
ઓઝોન, ભલે આમ પૃથ્વીના વાતાવરણનો લઘુમતી ઘટક હોય, પણ તે નીલાતીત કિરણોના મોટા ભાગના શોષણ માટે જવાબદાર છે. ઓઝોનના નમતા-ઢાળવાળા સ્તર સાથે, તેમાં પ્રવેશીને બહાર નીકળતા નીલાતીત કિરણોના જથ્થામાં બહુ ઝડપી ઘટાડો આવે છે. તદનુસાર, વાતાવરણમાં ઓઝોનના ઘટાડાથી સપાટી પાસે નીલાતીત કિરણોનું સ્તર નોંધપાત્ર રીતે વધેશે એવું અનુમાન છે. 
  • જૈવિક અસરો
માનવ સ્વાસ્થ્ય પર નીલાતીત કિરણોનો સંસર્ગ વધવાની અને વિદ્યુતચુંબકીય કિરણોત્સર્ગની શું અસર થશે તે ઓઝોન છિદ્ર અંગે લોકોની મુખ્ય ચિંતા હતી. અત્યાર સુધી, મોટા ભાગનાં સ્થળો પર ઓઝોન અવક્ષય લાક્ષણિક ઢબે માત્ર થોડા ટકા જ જોવા મળ્યો છે.
  •  મનુષ્યો પર અસરો
યુવીબી(ઓઝોન દ્વારા શોષાઈ જતાં વધુ ઊર્જા ધરાવતાં નીલાતીત કિરણો)ને સામાન્ય રીતે ત્વચાના કૅન્સર માટે કારણભૂત પરિબળ માનવામાં આવે છે. વધુમાં, સપાટી પર વધુ નીલાતીત કિરણોનું પહોંચવું એટલે અધોમંડળના ઓઝોનમાં વધારો થવો, જે મનુષ્યોના સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે. નીલાતીત કિરણોનું વધુ પહોંચવું એટલે સૂર્યપ્રકાશની વિટામિન ડી સેન્દ્રિય ક્ષમતા પણ વધારો થવો.
 Image result for ozone day

અત્યાર સુધી નોંધાયેલા સૌથી મોટા એન્ટાર્કટિક ઓઝોન છિદ્રની તસવીર (સપ્ટેમ્બર 2006).

1984 (અસામન્ય રીતે ગરમ જેથી ઓઝોન અવક્ષય ઘટાડો) અને 1997 (અસામાન્ય ઠંડી જે વધુ મોસમી અવક્ષયમાં પરિણમી) દરમ્યાન ઉત્તર અમેરિકામાંનું ઓઝોન છિદ્ર.સ્રોતઃ NASA
જો કલોરોફલુરોકાર્બનોને પ્રતિબંધિત ન કરવામાં આવ્યા હોત તો ઊર્ધ્વમંડળીય ઓઝોન સંકેન્દ્રરણ અંગે નાસા(NASA)નાં અનુમાનો.
 

તો આવો આજના આ વિશ્વ ઓઝોન દિનને સાર્થક બનાવવા ખભે ખભા મિલાવી નૈસર્ગિક પર્યાવરણને બચાવવા પ્રયત્ન કરીએ...કે.બી.પટેલ 

Get Update Easy