HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

2 જૂન, 2017

વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં આવેલ સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ આઇ.ટી.આઇ. ખાતે ચાલતા વિવિધ પ્રકારના એન.સી.વી.ટી./જી.સી.વી.ટી. અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાનું રહેશે. પ્રવેશફોર્મ ભરવા માટે ઉમેદવારોએ તેમના રહેઠાણની નજીકની ઉપર્યુક્ત કોઇપણ આઇ.ટી.આઇ. ખાતે (સવારે ૧૧.૦૦ થી ૫.૦૦ કલાક સુધીમાં) રૂપિયા ૨૦/- (ફોર્મ દીઠ) ભરી, પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર, નજીકની મામલતદાર કચેરી, જિલ્લા કક્ષાના જનસેવા કેન્દ્ર, પોસ્ટઓફિસ તથા પોતાના ગામમાં કે શહેરમાં ઉપલબ્ધ સાયબર કાફે કે ઇન્ટરનેટ સુવિધા મળી રહે તેવા સ્થળોએથી પ્રવેશ સમિતિ દ્વારા તા.૦૧/૦૬/૨૦૧૭ થી તા.૨૨/૦૬/૨૦૧૭ સુધી ઓનલાઇન પ્રવેશફોર્મ ભરી શકાશે અને આવા ઓનલાઇન ભરેલ બારકોડેડ પ્રવેશફોર્મ (શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે તથા અન્ય લાગુ પડતા પ્રમાણપત્રો સાથે) કોઇપણ આઇ.ટી.આઇ.માં નિયત રૂા. ૫૦/- (ફોર્મ દીઠ) રજિસ્ટ્રેશન ફી ભરીને તા.૨૩/૦૬/૨૦૧૭ના રોજ ૧૭.૦૦ કલાક સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
 
આઇ.ટી.આઇ.માં ભરવાપાત્ર બેઠકો, એફીલીએશન અંગેની વિગતો તથા પ્રવેશ અંગેની અન્ય વિગતો જાણવા માટે વેબસાઇટhttps://itiadmission.gujarat.gov.in/

રાજયની આદિવાસી શિક્ષણ સોસાયટીની શાળાઓમાં ૪૭પ જગ્યાઓ ઉપર ભરતીhttps://eklavya-education.gujarat.gov.in/

આચાર્ય વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયક ની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ જુનગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં વિવિધ ક્ષેત્રે નોકરીઓનો વરસાદ થઇ રહ્યો છે. 
   તેના ભાગરૂપે ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા સંચાલિત શાળાઓમાં આચાર્ય વિદ્યાસહાયક અને  શિક્ષણ સહાયકની કુલ ૪૭પ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત બહાર પડી છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ/૬/ર૦૧૭ છે. જાહેરાતની તમામ વિગતો તથા ઓનલાઇન અરજી વિશેની તમામ માહિતી. www.eklavya-educat ion.gujarat.gov.in  ઉપરથી મળી શકે છે.
   કુલ ૪૭પ જગ્યાઓમાં જે જગ્યાઓનો સમાવેશ થાય છે તેમાં આચાર્ય (ઉચ્ચતર માધ્યમિક વિભાગ)ની ૧પ જગ્યાઓ આચાર્ય (માધ્યમીક ગિભાગ)ની ૬૧ જગ્યાઓ, શિક્ષણ સહાયક (ઉચ્ચતર માધ્યમિક વિભાગ)ની ૮૯ જગ્યાઓ, શિક્ષણ સહાયક (માધ્યમિક વિભાગ)ની ૧૯ જગ્યાઓ તથા ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં વિદ્યાસહાયકની ૯૧ જગ્યાઓનો સમાવેશ થાય છે.
   જાહેરાતમાં જણાવ્યા મુજબ એક કરતા વધુ પોસ્ટ માટે અરજી કરનારને અલગ-અલગ અરજી કરવાની છે. અનામત કક્ષાના ઉમેદવારો માટે નિયમોનુસાર ઉપલી વયમર્યાદામાંં છુટછાટ, મહિલા અનામત તથા માજી સૈનિકો માટે ૧૦ ટકા જગ્યાઓ અનામત વિગેરે જોગવાઇઓ હોવાનું જાણવા મળે છે.
   ભરતી વિશેની તમામ વિગતો વેબસાઇટ ઉપર આપેલ છે.
   તો મિત્રો શિક્ષણ ક્ષેત્રે કારકિર્દિ બનાવવા માંગતા હો તો યોગ્ય લાયકાત સચોટ માર્ગદર્શન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ અને ઇશ્વરમાં શ્રદ્ધા સાથે છેલ્લી અરજી તારીખની રાહ જોયા વિના જલ્દી અરજી કરી દો. વિવિધ ક્ષેત્રે નોકરી મેળવવામાં માટે હાલમાં સોનેરી સમય ચાલી રહ્યો છે. સૌને ઓલ ધ બેસ્ટ
General Knowledge E- Book PDF TOTAL-782 PAGES

Get Update Easy