*વિશ્વ પુસ્તક દિન*
23 April
૨૩
એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. સાથે-સાથે આ
દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ તથા મરણદિન છે, તદુપરાંત
©©©આ દિવસ કૉપીરાઇટ ડે©©© તરીકે પણ મનાવાય છે.
મહાન
નાટયકાર વિલિયમ સેકસપીયરનો જન્મ તા. ર૩-૪-૧પ૬૪ ના રોજ થયો હતો. આ મહાન
નાટયકાર, લેખક પોતે ૩૭ નાટકો, ર૦૦ થી વધુ કવિતાઓ લખી છે. વિશ્વમાં સાહિત્ય
જગતમાં વિલયમાં પ્રથમ સ્થાન રહ્યું છે.
જુલિયસ
સિઝર, ઓથેલો, હેમ્લેટ, જુલિયેટ, કિંગલીઅર, મેકબેથ જેવી આવી જાણકાર કૃતિઓ
વિશ્વમાં સ્થાન મેળવ્યું હતું. આમ તેમણે વિશ્વમાં‘સર્વકાળના સર્વશ્રેષ્ઠ
કવિ તરીકે સ્થાન મેળવી ૩૭ નાટકો, ૧પ૪ સોનેટોની વિપુલ સમુદ્ધિ બનાવેલ. આમ,
૧૬૧૬માં
પોતાના જન્મદિને જ પોતાનું મૃત્યુ થયું અને વિશ્વના મહાન સાહિત્યકારો જેવા
કે, કાર્વાન્ટીસ, સેકસપિયર અને ઇન્કા ગાર્સિલાસો ડિ લા વેગાના મૃત્યુ દિન
નિમિત્તે વિશ્વમાં વાંચનનું મહત્વ વધે તે માટે આજના દિવસે અંજલી આપી. ર૩
એપ્રિલ-૧૬૧૬માં પુરા વિશ્વમાં યુનેસ્કો દ્વારા સેકસપિયરની પૂણ્યતિથી‘વિશ્વ
પુસ્તકદિન'' તરીકે ઉજવાય છે.
☑️☑️યુનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી થાય છે.
જ્ઞાન
વધારવા માટે પુસ્તકોનું વાંચન એ એક મહત્ત્વનો આધાર છે. માનવ જાતીએ
મેળવેલું બધું જ જ્ઞાન પુસ્તકોમાં ભરેલું છે. જ્યારથી લખવા અને છાપવાની
શરૂઆત થઈ ત્યારથી માનવ દ્વારા મેળવેલું જ્ઞાન લિપિબદ્ધ કરીને સંગ્રહ
કરવામાં આવે છે.
મિલ્ટન
કહ્યું છે, “ પુસ્તકોમાં આત્માનું જીવન છે, કેમ કે, એમાં જીવનનો વિચાર સાર
રહેલો છે.” ગ્રંથો સજીવ છે એટલે જ મિલ્ટને એમ પણ કહ્યું છે,
“પુસ્તકોમાં આત્મા હોય છે. સંદગ્રંથોને કદી નાશ થતો નથી.”
સિસરોએ
કહ્યું છે, “ ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે.” એટલે કે ઉત્તમ
પુસ્તકોને અભાવે મનુષ્ય જ્ઞાનથી વંચિત રહે છે. જ્ઞાન વગરનું જીવન મડદા
જેવું નકામું હોય છે.
પ્રગતિશીલ
જીવન માટે પુસ્તકોનો સાથ ઘણો જરૂરી છે, કેમ કે પુસ્તકો દ્વારા જ જીવનનું
માર્ગદર્શન અને પ્રેરણાપ્રકાશ મળે છે. ઉત્તમ પુસ્તકોમાં ઉચ્ચ વિચારો હોય
છે. ઉત્તમ વિચાર, ઉચ્ચ ભાવનાઓ અને કલ્પનાઓ જ્યાં હોય છે, ત્યાં સ્વર્ગ છે.
લોકમાન્ય
તિલકે કહ્યું છે, “ હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે
તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.”
સ્વર્ગનું અસ્તિત્વ કોઈએ જોયું નથી. મનુષ્યની ઉચ્ચ માનસિક સ્થિતિ કે જે
ઉત્તમ વિચારોનું ફળ છે, તે જ સ્વર્ગ છે. ઉત્તમ પુસ્તકોનું સાનિધ્ય મનુષ્યની
બુદ્ધિને જ્યાં પ્રાપ્ત થાય છે ત્યાં એને સ્વર્ગની અનુભૂતિ થવા લાગે છે.
સાચો
સ્વાર્થ રહિત આત્મીય મિત્ર મળવો મુશ્કેલ છે. સારાં પુસ્તકો સહેજે આપણાં
મિત્ર બની શકે છે. તેઓ આપણને સાચો રસ્તો બતાવે છે, જીવનપંથ પર આગળ વધવામાં
આપણને સાથ આપે છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે, “ સારાં પુસ્તકો આપણી પાસે
હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. ”
પુસ્તકો
મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેનાં સરળ સાધન છે. અભ્યાસ કરતાં
કરતાં મનુષ્ય જીવનની સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે.
એકવાર
લોકમાન્ય તિલકનું ઓપરેશન થઈ રહ્યું હતું, એને માટે એમને ક્લોરોફોર્મ
સૂંઘાડીને બેભાન કરવાના હતા, પરંતુ એને માટે તેમણે ડૉકટરને ના પાડી અને
કહ્યું, “
મને એક ગીતાનું પુસ્તક લાવી આપો હું એને વાંચતો રહીશ અને તમે ઓપરેશન કરી
નાંખજો. ગીતા લાવી આપવામાં આવી. લોકમાન્ય એનો અભ્યાસ કરવામાં એવા તલ્લીન
બની ગયા કે ડૉકટરોએ ઑપરેશન કર્યું ત્યાં સુધી જરા પણ હાલ્યા પણ નહીં તેમજ
તેમને જરાય દુ:ખ માલુમ પડ્યું નહીં. પુસ્તકો વાંચવામાં આવી એકાગ્રતા થાય
છે, જે લાંબી યોગ સાધનાઓ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાતી નથી.
️પુસ્તકો
જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન
મેળવી શકાય છે. આથી આપણે નિયમિત સદ્દગ્રંથો વાંચતા રહેવું જોઈએ. ઉત્તમ
પુસ્તકોના એકાગ્રપૂર્વક વાંચનને જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.
એક
સારું પુસ્તક માણસની જિંદગી બદલી શકે છે.પુસ્તકો મહાન વ્યક્તિના,મહાન
સમાજના અને મહાન રાષ્ટ્રોના ઘડતર કરે છે.સ્વામી વિવેકાનંદે હજારો પુસ્તકો
વાંચ્યા હતા અને ત્યાર બાદ તેમના પુસ્તકોએ કરોડો યુવાનોના જીવન પરિવર્તિત
કર્યા.મહાભારત અને રામાયણે દેશનું ઘડતર કર્યું.
વ્યકિત સમાજ, દેશ અને રાષ્ટ્રના ઘડતરના કામમાં પ્રથમ જો કોઇ હોય તો તે પુસ્તક છે.
આપણે
જાણીએ છીએ કે આજે આપણા ક્રાંતિકારીઓ જોઇએ તો ગાંધીજીએ કે જેમણે એક
પુસ્તકમાં ‘‘અન ટુ ધી લાસ્ટ'' નામના પુસ્તકના અભ્યાસથી પોતાની જીંદગી
સંપૂર્ણ પરિવર્તના આવ્યું આપણા
બંધારણના રચીયતા પુજય બાબા સાહેબ આંબેડકરે પોતાની અડધી જીંદગી લાયબ્રેરીમાં જ પસાર કરી વાંચવાનો ગજબનો શોખ હતો.
અરે
પ.પૂ.
ગુરૂજી ગોલવલકરજીને પણ વાંચનનો ગજબનો શોખ. પોતે કાશીવિશ્વવિદ્યાલયમાં
પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. ત્યાંની લાયબ્રેરીમાં એક પણ પુસ્તક એવું
નહી હોય કે તેમણે વાચેલ નહી હોય.
એ
જ રીતે સ્વામી વિવેકાનંદજી વાંચવાનો ગજબનો શોખ હતો એક પુસ્તકનું વાંચન
કર્યા પછી ગમે તે સંદર્ભ પુછો તો પણ નંબર સહિત તમને માહિતી આપી દેતા હતા.
આજે જયારે ‘‘વિશ્વમાં પુસ્તક દિન'' ઉજવાઇ રહ્યું છે ત્યારે પુસ્તકોનું
મહત્વ આપણે જ જાણવું પડશે.
Today HTAT Exam D:23/04/2017
- Today Questions Paper Click here
- Paper Solution Click here