રજીસ્ટર્ડ થયેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭
24-02-2017
ઉમેદવારોએ નીચે દર્શાવેલ તારીખ
મુજબ, તા. ૨૭/૦૨/૨૦૧૭ અથવા તા. ૨૮/૦૨/૨૦૧૭ ના રોજ તેઓના રહેઠાણ ના જિલ્લા
શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિયત થયેલ સ્થળે ઠરાવ ગુણાંકપત્રકો,
અરજીફોર્મ, ચલનફોર્મ, બાહેંધરીપત્રક તથા અન્ય જરૂરી પ્રમાણપત્રકો સાથે
ચકાસણી કરાવવાની રહેશે.
સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના તમામ શિક્ષણ સહાયકો
તારીખ: 27-02-2017
સરકારી માધ્યમિક શાળાઓના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષણ સહાયકો
તારીખ: 27-02-2017
સરકારી માધ્યમિક શાળાઓના બાકીના વિષયોના તમામ શિક્ષણ સહાયકો
તારીખ: 28-02-2017
- ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારોને ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. આથી પ્રમાણપત્રો ચકાસણી થવાથી ઉમેદવારોને નિમણૂક અંગેનો હક્ક પ્રસ્થાપિત થતો નથી તેવી ઉમેદવારોએ નોંધ લેવી.
- તા: ૨૭/૦૨/૨૦૧૭ તથા તા. ૨૮/૦૨/૨૦૧૭ ના રોજ જીલ્લા કક્ષાએ ગુણપત્રકોની ચકાસણી કેમ્પમાં ગેરહાજર રહેનાર ઉમેદવારોને જીલ્લા ફાળવણીમાં હક્ક દાવો રહેશે નહિ તેની નોંધ લેવી.
- ડોક્યુમેન્ટ ચકાસણી માટે ઉમેદવારોની યાદી (ઉચ્ચત્તર માધ્યમિક)
- ડોક્યુમેન્ટ ચકાસણી માટે ઉમેદવારોની યાદી (માધ્યમિક)
- જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ના નામ અને કોન્ટેક્ટ નંબર
- બાંહેધરી પત્રક