આજનો વિચાર
- સદા પ્રસન્ન રેહવું હોય તો પ્રશંસા પામવા ની ઈચ્છા નો ત્યાગ કરી દો.

For Std.11 Science Streem Question Formation
January-2017 Bisag for Std.9 to Std.12

નેનોટેક્નોલોજી
માટે ગુજરાતી શબ્દ = "સુક્ષ્મ વિજ્ઞાન પ્રધ્યોગીકી". એટલે કે ઉધ્યોગ માટૅ
વિકસાવવામાં આવેલુ સુક્ષ્મ (પદાર્થ પર નું) વિજ્ઞાન પહેલા ના સમય મા
કોપ્યુટર ની સાઈઝ ખુબ જ મોટી એક ઓરડા જેવી હતી. કારણ કે તેમા વપરાતા સાધનો
ની સાઈઝ વધારે હતી પરંતુ ત્યારબાદ મોટા સાધનો નુ રૂપાંતર નાની સર્કીટ મા
કરવામાં આવ્યું, આમ થવાથી કોપ્યુટર ની સાઈઝ ઓછી થઈ જે નેનો ટેકનોલોજી ની
ઓળખ છે. આમ નેનોટેકનોલોજી શબ્દ એ પોતે એક પોતાનો ઈતીહાસ ધરાવતો પ્રખ્યાત
શબ્દ છે. જે દસમાં ધોરણ ના ગુજરાત ના બાળકો પણ વિજ્ઞાન વિષય મા આ શબ્દ સાથે
પૂરો પાઠ ભણે છે. અને આ નામ સાથે જ તેઓ તેની દરેક માહીતી જોડે માહીતગાર
થાય છે. આમ આ શબ્દ ને તેના મુળ શબ્દ તરીકે જ રહેવા દેવો જોઇએ અને તેને
મારી-મચડી ને તેનો ગુજરાતી શબ્દ બનાવવા નો દુરાગ્રહ રાખવો જોઇએ નહી.
નેનો ટેકનોલોજી એક અણુ અને પરમાણુ સ્કેલ પર વાંધો દ્બટ્ઠહૈેઙ્મટ્ઠંૈહખ્ત અભ્યાસ છે. સામાન્ય રીતે, નેનો ટેકનોલોજી વિકસાવવા સામગ્રી, ઉપકરણો, અથવા અન્ય ઓછામાં ઓછી એક ૧ થી ૧૦૦ ને.મી. માંથી માપવાળા પરિમાણ કબજામાં માળખાં સાથે વહેવાર. ક્વોન્ટમ યાંત્રિક અસરો આ સ્કેલ કવોન્ટમ-ક્ષેત્ર પર મહત્વપૂર્ણ છે.
નેનો ટેકનોલોજી એ પદાર્થ ને અણુઓ અને પરમાણુઓ ના પ્રભાવક્શેત્ર મા રહી તેને ધાર્યા પ્રમાણે બદલવાનો કે ઉપયોગ કરવાનો અભ્યાસ છે. ક્યારેક નેનો ટેકનોલોજી ને ટૂંકમા નેનોટેક પણ કહેવામા આવે છે. સામાન્ય રીતે નેનો ટેકનોલોજી એવા ઉપકરણો, માળખાઓ અને પદાર્થો ને વિકસાવે છે કે જેમનો ઓછા મા ઓછો એક પરિમાણ ૧ થી ૧૦૦ નેનોમીટર જેટલો હોય. આટલા સુક્ષ્મ માપો પર ક્વોન્ટમ યાંત્રિક અસરો બહુ મહ્ત્વ ધરાવે છે.
આગામી દિવસોમાં પલળે નહી,ડાઘ ના પડે અને દિવસો સુધી ધોવા ના પડે તેવા કપડાની કલ્પના વાસ્તવિકતા બની ચુકી છે.બહુ ટુંક સમયમાં આ પ્રકારના કપડા માર્કેટમાં વેચાતા હશે તેમ નેનો ટેકનોલોજીના નિષ્ણાત માર્ક શોનુ કહેવુ છે. માર્ક શો આજે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ફૂટપ્રિન્ટસમાં સ્ટુડન્ટસને વકતવ્ય આપવા માટે અમેરિકાથી આવ્યા હતા.તેમની પાસે નેનો ટેકનોલોજીને લગતી ૬૦થી વધારે પેટન્ટસ્ છે.ધોવો ના પડે અને ડાઘા ના પડે તેવો શર્ટ પણ તેમણે નેનોટેકનોલોજીની મદદથી બનાવ્યો છે.ટુંક સમયમાં આ શર્ટ અમેરિકામાં વેચાતા હશે.આ સીવાય તેમણે એવુ કેમીકલ પણ વિકસાવ્યુ છે જેને કોઈ પણ વસ્તુ પર લગાડવામાં આવે તે બાદ તેના પર પાણી ટકતુ નથી અને તે વસ્તુની સપાટી ભીની થતી નથી. પત્રકારો સાથેની વાતચીતમાં તેમનુ કહેવુ હતુ કે પાંચ જ વર્ષમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય તેવુ વસ્તુઓનુ માર્કેટ ૨૦૦ ટ્રીલીયન રુપિયાને આંબી જશે.ભવિષ્યમાં એવા શર્ટ પણ આવશે જે આપોઆપ ખૂશ્બૂ પ્રસરાવતા હશે.અમે એવી છત્રી પણ વિકસાવી છે જે વરસાદમાં ભીની થતી જ નથી.નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવુ ગ્રાફીન નામનુ મટીરીયલ પણ વિકસાવાયુ છે.જેનો ઉપયોગ વોટર ફિલ્ટરમાં કરવામાં આવે છે.આ મટીરીયલ એટલુ પાતળુ છે કે નરી આંખે જોવુ પણ મુશ્કેલ છે.હાલમાં કૃત્રિમ હાર્ટ બનાવવામાં આ ટેકનોલોજી વપરાઈ રહી છે અને નેનો ટેકનોલોજીના કારણે એક દિવસ કૃત્રિમ લોહી બનાવવુ પણ શક્ય હશે. માર્ક શોનુ માનવુ છે કે અમેરિકામાં સંશોધનનુ કલ્ચર ૧૭૦૦ની સાલથી વિકસી ચુક્યુ છે.અમેરિકાની સરકારે પણ સંશોધકોને પેટન્ટ આપવાનુ બહુ પહેલાથી ચાલુ કરી દીધુ હતુ.જેના કારણે સંશોધકોને તેમની શોધ બદલ નાણાકીય વળતર મળવા માંડયુ હતુ.જે જોઈને બીજા લોકો પણ નવુ સંશોધન કરવા માટે પ્રેરાયા હતા.કદાચ આ એક મોટુ કારણ છે કે મોટાભાગની મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધો અમેરિકામાં થઈ છે.અમેરિકાની આર્મીએ જ સૈનિકો માટે દિવસો સુધી ધોયા વગર ચાલે તેવા કપડાની માંગ કરી હતી. જેના પરથી અમે તેમને યુનિફોર્મ માટે વિશેષ કાપડ વિકસાવી આપ્યુ હતુ. શો કહે છે કે વિદ્યાર્થીઓએ નેનો ટેકનોલોજી ક્ષેત્ર પર ધ્યાન આપવુ જોઈએ.કારણકે આજે કોલેજમાં ભણતા સ્ટુન્ડટ્સ માટે ૧૦ વર્ષ પછીની દુનિયા નેનો ટેકનોલોજીના પ્રભુત્વવાળી હશે.
આજે નેનો ટેક્નોલોજીનું શિક્ષણ આપતી સંસ્થાઓ પણ ઘણી ઉપલબ્ધ છે.જેમકે * મુંબઈ યુનિવર્સિટી, કલિના, સાંતાક્રુઝ. *ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, પવઈ, મુંબઈ. * બિરલા કોલેજ, કલ્યાણ, થાણા. * ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટી, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર.* નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, કુરુક્ષેત્ર, હરિયાણા. * અમીતી ઈન્સ્ટિટ્યૂટ ઓફ નેનો ટેક્નોલોજી, નોઈડા, ઉત્તર પ્રદેશ. * પંજાબ ટેક્નિકલ યુનિવર્સિટી, જાલંધર, પંજાબ. * શાસ્ત્રા યુનિવર્સિટી, થાનજાવરૂ, તમિલનાડુ. * પ્રીસ્ટ યુનિવર્સિટી, થાનજાવરૂ, તમિલનાડુ. * લખનૌ યુનિવર્સિટી, લખનૌ, ઉત્તર પ્રદેશ. * ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર. * યુનિવર્સિટી ઓફ મદ્રાસ, ચેન્નઈ વગેરે સંસ્થાઓ ભારત માં આવેલી છે.