HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

6 ડિસેમ્બર, 2016

સ્ટીવ જોબ્સ


આઈ એમ સ્ટીવ

       માત્ર ૧૩ વર્ષની વયે એક કિશોરને ભેટમાં મળેલી ટુલકિટમાં એક પાર્ટ ઓછો હતો. આ કિટ જગવિખ્યાત કંપની હેવલેટ-પેકાર્ડે બનાવેલી. કિશોરે ટેલિફોનની ડિરેકટરીમાંથી બિલ હેવલેટનો નંબર શોધી કાઢયો અને એની કંપનીની બેદરકારી માટે સંભળાવી દીધું.  હેવલેટે વાતચીત દરમ્યાન આ છોકરામાં તેજસ્વિતા જોઈ એને ઉનાળાની રજા દરમ્યાન એની કંપનીમાં ઈન્ટર્નશીપ ઓફર કરી અને ઘણી બધી જાતની ટુલકિટસ ભેટમાં મોકલી.
          આ કિશોર તે બીજું કોઇ નહિં પણ દુનિયાને ટેકનોલોજીની દિશામાં નવી જ રાહ ચીંધનાર ‘સ્ટીવ જોબ્સ’.
Steve Jobs
Steve Jobs
       ૧૯૫૫ માં  સાન ફ્રાંસિસ્કોમા જોઆન સિમ્પસને,  એક બાળકને જન્મ આપ્યો. તેના બાપનું નામ અબ્દુલફત્તાહ જિંદાલી હતું. કપરા સંજોગોને કારણે એમણે એ બાળકને પાઉલ જોબ્સ અને ક્લેરા જોબ્સને દત્તક આપી દીધો. પાલક માબાપે એનું નામ સ્ટીવ પાડ્યું. પાઉલ જોબ્સ એક મધ્યમ વર્ગીય મોટર મિકેનીક હતો. ખૂબ ચીવટથી એ પોતાનું કામ કરતો. એની ખાસ ખાસિયત એ હતી કે એનું કામ માત્ર ગુણવત્તામા ઉત્તમ જ નહિં પણ દેખાવમા પણ સાફસુથરૂં અને વ્યવસ્થિત હતું. નાનપણથી જ સ્ટીવે પિતાની કામ કરવાની પદ્ધતિનું નિરીક્ષણ કરેલું અને એણે જીવનભર એનું અનુકરણ કરેલું.
       ૧૯૬૬મા સ્ટીવ ૧૧ વર્ષનો હતો ત્યારે તેનું કુટુંબ સ્થળાંતર કરી લોસ અલટોસમાં રહેવા આવ્યું. સ્ટીવે કુપરટીનો જુનીઅર શાળામા પ્રવેશ લીધો. અહીં એને સંગીત અને ઈલેક્ટ્રોનિકમા રસ પડવા લાગ્યો. અહીં ૧૯૭૧મા એની ઓળખાણ સ્ટીફન વોઝનિક સાથે થઈ. વોઝનિકને પણ ઇલેક્ટ્રોનિક્સમાં  ખૂબ રસ હતો. સ્ટીવ કરતાં એ એક બે ધોરણ પાછળ હતો.
      ૧૯૭૨મા સ્ટીવ અને વોઝનિકે મળી, બ્લુ બોક્ષ નામનું એક ટોન જનરેટર બનાવ્યું, જેની મદદથી ટેલિફોન એક્ષચેંજને છેતરીને મફત ટ્રંક કોલ કરી શકાય!  આ ગેરકાયદે પ્રવૃતિથી બન્ને એ મળી ૬૦૦૦ ડોલર બનાવ્યા, જેનો ઉપયોગ એ લોકોએ ઈલેક્ટ્રોનિક સાધનો બનાવવા સ્પેર પાર્ટસ ખરીદવા કર્યો.
      સ્ટીવના પિતાના ગેરેજમા બન્ને મળી આવા અખતરા કરતા. શાળાનું શિક્ષણ પુરૂં કરી, સ્ટીવે ઓરેગોનમા રીડ કોલેજમા એડમિશન લીધું, પણ એક ટર્મ પૂરી કરી એણે ભણવાનું છોડી દીધું, અને લગભગ હીપ્પીની જેમ રહેવા લાગ્યો. રીડમા એની ઓળખાણ ડેન કોટકે જોડે થઈ. એ પણ ઈલેક્ટ્રોનિક્સમા ખાંટુ હતો.

       ૧૯૭૪ મા સ્ટીવે અટારી નામે ઈલેક્ટ્રોનિક રમતો બનાવનારી કંપનીમા નોકરી લીધી. આ દરમિયાન એ Homebrew Computer club, – કોમ્પ્યુટરની શોધખોળ કરનારાઓની એક શોખિયા ક્લબમા જોડાયો. આ સમયથી એ દુનિયા બદલી નાખવાના સપના સેવવા લાગ્યો.  જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો કે એ જરૂર દુનિયાને બદલી નાખવામા સફળ થશે.
         એણે વોઝનિક સાથે મળી એપલ કોમપ્યુટર કંપની શરૂ કરી. ૧૯૭૬ મા કુપરટીનોમા એક નાની જગ્યા ભાડે લઈ કામકાજ શરૂ કર્યું. ડેન કોટકે કંપનીમા એંજીનીઅર તરીકે જોડાયો. ત્રણે જણાએ મળી એક કોમપ્યુટરની કીટ બનાવી, જે ટી.વી. સાથે જોડવાથી કોમપ્યુટરનું કામ કરતી.  એમની કંપનીને, સ્ટીવની મહેનતથી, ૫૦ કોમપ્યુટર-કીટસ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો. થોડા દિવસ પછી સ્ટીવે એટલાંટિક સીટીમા કોમપ્યુટરોના પ્રદર્શનમા કીટમાથી એક કોમપ્યુટર  એસેમ્બલ કરી એને એપલ-૧ તરીકે રજૂ કર્યું, જે ઘણા લોકોને ગમ્યું. દરમ્યાનમા વોઝનિક એપલ-૨ તૈયાર કરવાના કામકાજમા રાત દિવસ લાગી ગયો.
      સ્ટીવ માત્ર ઈલેક્ટ્રોનિક્સનો જ નિષ્ણાત ન હતો પણ પાકો વેપારી અને જાહેરાતની કળામાં પાવરધો  હતો. ધંધા માટે નાણા ભેગા કરવામાં એના જેવા નિષ્ણાત બહુ જ ઓછા જોવા મળસે. ૧૯૭૭ મા એણે માઈક મર્કુલા નામના નાણાં રોકનારને અઢી લાખ ડોલરમા કંપનીની ૩૩ % ભાગીદારી વેચી દીધી,  અને એપલ-૨ માટે નાણાકીય જોગવાઈ કરી લીધી.
       “કિધરકી ઈંટ, કિધરકા રોડા; ભાનુમતીને કુંભા જોડા”   જેવી પધ્ધતિમા સ્ટીવ માનતો ન હતો. એ માનતો કે માત્ર હાર્ડવેર જ નહિં પણ સોફ્ટ્વેર અને એપ્લિકેશન્સ, એ બધું જ એની કંપની એક પેકેજ તરીકે ગ્રાહકને આપે. ગ્રાહક ખોખું  ખોલીને કોમપ્યુટર વાપરવાનું શરૂ કરી શકે, એવું મશીન બજારમા મૂકવાની એની ઈચ્છા હતી. ૧૯૭૭ મા એણે એપલ-૨ બજારમા મૂક્યું અને બસ “દુનિયા બદલવાની” એની ઈચ્છા પૂરી થવાની શરૂઆત થઈ ગઈ.
applae_2
        IBM ના અતિશય મોંઘા  અને ઓરડો ભરાય એવી સાઈઝના કોમપ્યુટર જેવું જ  કામ કરી શકે એવા આ ‘સફરજને’ (!) લોકોનુ મન મોહી લીધું. હવે કોમપ્યુટરો મોટી મોટી કંપનીઓથી બહાર નીકળી લોકોના ઘરોમા પહોંચી ગયા. ૧૯૭૮ મા એપલ-૨ મા ફ્લોપી ડ્રાઈવ દાખલ કરી, સ્ટીવે લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધા.
       ૧૯૭૯ મા એપલે ચાર કરોડ સીત્તેર લાખ ડોલરનો નફો કર્યો. અમેરિકાભરમા સ્ટીવની ગણતરી થવા લાગી, એની વાત લોકો ધ્યાનથી સાંભળવા લાગ્યા. આનો લાભ લઈ સ્ટીવે અમેરિકાની ઝેરોક્ષ કંપનીમા  થયેલી પણ જેનો એ કંપનીએ  વ્યાપારી  ઉપયોગ નહોતો કર્યો; એવા ‘માઉસ’ની  જાણકારી, ચાલાકીથી મેળવી લીધી. એપલ-૨ મા આ જાણકારી સામિલ કરી, એપલ-૨ ને ચરમ સીમાએ પહોંચાડી દીધો. ગણતરી કરવા માટેના સૌથી પહેલા સ્પ્રેડ શીટ –  VisiCalc ને પણ તેણે એપલમા સમાવી લીધું અને આની સાથે એપલનો ઉપયોગ વેપાર અને ઉદ્યોગોમાં પણથવા લાગ્યો.
 VisisCalc
VisisCalc
        ૧૯૮૦મા એણે એપલ-૩ બજારમા મૂક્યું, પણ એને એપલ-૨ જેવી સફળતા ન મળી.  ૧૯૮૧ મા કંપનીની મેનેજમેન્ટમા ફેરબદલ થઈ. સ્ટીવ જોબ્સે ચેરમેન પદ સ્વીકાર્યું. ૧૯૮૧ મા જ IBM નું PC બજારમા આવ્યું. સ્ટીવે જાહેરમા કહ્યું કે એપલની સરખામણીમા એ વામણું છે. પણ અંદરખાનેથી એ સમજી ગયો કે એપલ માટે આ મોટી ચેલેંજ છે. એણે બધું જ એપલમા જ તૈયાર કરવાની નીતિ છોડી દઈ,  Microsoft પાસેથી એપલ પછીના સફળ મોડેલ Macintosh (Mac) માટે સ્પ્રેડશીટ, ડેટાબેઝ અને ગ્રાફીક્સના સોફટવેર તૈયાર કરાવ્યા. અમેરિકાના પ્રખ્યાત ‘TIME’  મેગેઝિને, સ્ટીવને કવરપેજમા રાખી એને Man of the Year અને એના કોમપ્યુટરને Machine of the Year જાહેર કર્યા.
       ૧૯૮૧ મા સ્ટીવની Distortion of Reality Field (સત્ય ને જૂઠ બતાવવાની તરકીબ) જાહેરમા આવી. પણ લોકોને માર્કેટિંગ માટે એના ઉપયોગો પણ સમજાયા!!
           માણસ પારખવામા સ્ટીવ નિષ્ણાત હતો. માણસમાં રહેલી સૌથી શ્રેષ્ઠ શક્તિ ઉજાગર કરી, ઉત્તમ પ્રોડકટ બનાવવા માટે એ આ તરકીબ વાપરતો. ગમે એટલી સારી વસ્તુ એને દેખાડવામા આવે તો પણ એ કહેતો “આપણામા આનાથી વધારે સારૂં કરવાની શક્તિ છે”; અને એના માણસો ખરેખર વધારે સારી વસ્તુ તૈયાર કરીને એની પાસે લઈ જતા. સ્ટીવ ખરા અર્થમા visionary હતો. કોમપ્યુટર બીજું શું શું કરી શકે એની એ કલ્પના કરતો અને એના એન્જિનિયરોને એ શક્ય બનાવવાનું કામ સોંપતો. અને તે મોટાભાગે  આવા પ્રયાસોમાં સફળ પણ થતો.
         ૧૯૮૩ મા ન્યુયોર્કમા એની મુલાકાત પેપ્સીના સી.ઈ.ઓ. જહોન સ્કલી સાથે થઈ. એણે જહોનને એપલમા સી.ઈ.ઓ. તરીકે જોડાવાની ઓફર આપી. જહોનનો ખચકાટ જોઈને એણે કહ્યું, “તારે જિંદગીભર સાકરવાળું પાણી જ વેંચવું છે કે દુનિયા બદલવા મારી સાથે જોડાવું છે?” જહોન તરત માની ગયો, અને એપલમાં જોડાઈ ગયો.
          સ્ટીવની Product Launch સભાઓ ખૂબ જ લોકપ્રિય હતી. એનું આયોજન ખૂબ મોટા પાયે થતું, અમેરિકાભરના પ્રતિષ્ઠિત લોકો એમા હાજરી આપતા. એમાં સ્ટીવને સાંભળવો એ એક લહાવો હતો. સમાચાર પત્રો, રેડિયો અને ટેલિવિઝન એને ખૂબ પ્રસિધ્ધિ આપતા. ૧૯૮૪ ‘Mac’ ના લોન્ચિંગ માટે ૧૨ લાખ ડોલર ખર્ચી, ટેલિવિઝનના ઈતિહાસમા સૌથી વધારે ખર્ચાળ જાહેરખબર આપીને સ્ટીવે ખળભળાટ મચાવિ દીધો. એકવાર ન્યુઝ્વીક મેગેજીનના તમામ ૩૯ પાના ખરીદી લઈને એપલની જાહેર ખબરોથી ભરી દીધા.
      આર્થિક રીતે સધ્ધર થયા બાસ એણે મોંઘા વિસ્તારમા ૧૭૨૫૦ સ્કે. ફૂટનું ઘર ખરીદ્યું.
      ૧૯૮૫ મા લેસર પ્રિન્ટર બનાવી એણે પબ્લિકેશનની  દુનિયા બદલી નાખી. એ જ વર્ષે કોઈ નારાજગીથી વોઝ્નિક એપલમાંથી છૂટો થઈ ગયો. થોડા સમય પછી,  સ્ટીવે પણ માત્ર એક શેર રાખી પોતાના બાકીના બધા શેર વેચી નાખ્યા. આ પૈસાથી એણે એક કરોડ ડૉલરમા પિક્ષાર નામની કંપની ખરીદી. ૧૯૮૬ મા સ્ટીવની પિક્ષારે એનીમેશન અને કાર્ટુન ફીલ્મો બનાવવામા હરણફાળ ભરી, અને આ ક્ષેત્રમા આગેવાની સર કરી લીધી. ૧૯૮૭મા પિક્ષારના એનીમેશન માટેના ખાસ કોમપ્યુટર બહુ જ પ્રચલિત બની ગયા.  ૧૯૮૯ મા પિક્ષારની કાર્ટુન ફીલ્મ ‘Tin Toy’ ને ઓસ્કાર એવોર્ડ મળ્યો.
       થોડા દિવસ પછી સ્ટીવ પણ એપલમાંથી છૂટો થયો અને એણે  NeXT નામે નવી કંપની શરૂ કરી. ૧૯૮૮ મા NeXT ના નવા કોમપ્યુટર બજારમા આવ્યા.
     પ્રેસિડેન્ટ રેગને સ્ટીવ અને વોઝ્નિકને નેશનલ મેડલ ફોર ટેકનોલોજી આપી સન્માનિત કર્યા.
     ૧૯૯૧ મા ૩૬ વર્ષની ઉમ્મરે સ્ટીવે લોરેન પોવેલ સાથે લગ્ન કર્યા. ૧૯૯૧મા જ એણે વોલ્ટ ડીઝની સ્ટુડિઓ સાથે ત્રણ એનીમેટેડ ફીલ્મ બનાવવાનો કરાર કર્યો. ૧૯૯૨ મા ફોર્ચ્યુન મેગેજીને સ્ટીવનું નામ “નેશનલ બીઝ્નેસ હોલ ઓફ ફેઈમ” મૂક્યું. આ એક ઘણું મોટું સન્માન હતું.
      ૧૯૯૬ મા PBS કંપનીએ Triumph of the Nerds નામની સિલિકોન વેલી અંગે ખૂબ જ પ્રખ્યાત ડોક્યુમેન્ટરી બનાવી જેમા સ્ટીવને સામિલ કરી એની સફળતાઓની વાત દુનિયા સામે રજૂ કરી.  એજ સમયે એપલે સ્ટીવને એપલમા પાછા આવવાનો આગ્રહ કર્યો. સ્ટીવની કંપની NeXT ચાર કરોડ સતાવીસ લાખ ડોલરમા ખરીદી લેવાની પણ ઓફર મૂકી. સ્ટીવ સલાહકાર તરીકે જોડાવવા તૈયર થઈ ગયો. વોઝનિક પણ એપલને નબળી પડેલી જોઈ એને ફરી  મજબૂત કરવા પાછો ફર્યો. થોડા મહિના પછી સ્ટીવે Interium CEO (iCEO) ના પદનો સ્વીકાર કર્યો જો કે એને CEO નું પદ ઓફર કરવામા આવેલું. બસ ત્યારથી એપલના બધા ભવિષ્યના પ્રોડક્ટસની આગળ આ (i) લાગી ગયું.
      ૧૯૯૮ મા PBS કંપનીએ પોતાની બીજી ડોક્યુમેંટરી  A brief history of Internet મા સ્ટીવને માન ભર્યું સ્થાન આપ્યું. પિક્ષારની ફીલ્મ A Bugs Life થી  એક કરોડ ડોલરનો નફો થયો. ૧૯૯૯ મા બીજી ફીલ્મ Toy Story-2 એ પણ જબરો નફો કર્યો. આનો શ્રેય સ્ટીવને જ જાય છે.
      આખરે ૨૦૦૦ મા સ્ટીવે   iCEO માંથી (i) ને પડતું મૂકી CEO નું પદ સ્વીકાર્યું. ૨૦૦૧ મા iPod બજારમા મૂકી દુનિયાના સંગીત પ્રેમીઓને દિવાના બનાવી દીધા. ૧૦૦૦ ગીત તમારા ખીસ્સામા, આ એનો નારો હતો. “સોની”ના વોકમેનના તો બાર જ વાગી ગયા. ૨૦૦૧ થી ૨૦૦૩ વચ્ચે એપલ સ્ટોર્સ અને iTune સ્ટોર્સ ખોલીને એપલને વેપાર કરવાની નવી રીત સમજાવી. એપલનો IPOD સફળ જતાં કંપનીએ ૧૭૭.૮ કરોડ ડોલર બજારમાંથી ઉભા કર્યા.
ipod
   અત્યાર સુધી પિક્ષારની તૈયારકરેલી એનીમેશન ફીલ્મો ખૂબ જ સફળ થઈ હતી. સ્ટીવે વોલ્ટ ડિઝની જેવી મોટી કંપની સામે પણ કડક થઈ પોતાની શરતો મંજૂર કરાવી. સ્ટીવની આ તાકાત જોઈ અમેરિકાભરમા એની શક્તિની નોંધ લેવાઈ. આખરે ૨૦૦૬ મા વોલ્ટ ડિઝનીએ પિક્ષાર ૭ કરોડ ચાલીસ લાખ ડોલરમા ખરીદી લીધી, પણ એમા સ્ટીવને સાત ટકા ભાગીદારી આપીને રાજી રાખ્યો. આ પૂરા સમય દરમ્યાન, સ્ટીવની દોરવણી વચ્ચે, એપલે કોમપ્યુટરના નવા નવા મોડેલ મૂકવાનું ચાલુ રાખ્યું.
       કમનસીબે ૨૦૦૪ મા એને પેનક્રિયાસના કેન્સરની જાણ થઈ.  ૨૦૦૬ ની સ્ટીવની ખૂબ પ્રખ્યાત સભામા સ્ટીવની કૃષ કાયા જોઈ દેશભરમા એની તંદુરસ્તી અંગે અનુમાનો થવા લાગ્યા.
      ૨૦૦૭ મા સ્ટીવે એપલનું iPhone રજૂ કરી લોકોને ગાંડા કરી દીધા. મોબાઈલ ફોન હવે માત્ર ફોન ન રહ્યો. એનાથી માની ન શકાય તેટલા કામો શક્ય થયા, જેવાકે ઈંટરનેટ, સંગીત, બેન્કિન્ગ, હવામાન, હોકાયંત્ર, કેમેરા, ઘડિયાળ, કેલક્યુલેટર વગેરે વગેરે. એ એક પોકેટ કોમપ્યુટરથી પણ ઘણું વધારે હતું. ૨૦૦૭મા કેલીફોર્નિયા મ્યુઝીયમ ના “હોલ ઓફ ફેઈમ”મા સ્ટીવની નોંધ લેવામા આવી. આ એક ખૂબ મોટું સન્માન હતું.
        ૨૦૦૮ મા એપલે હલકા વજનના લેપટોપ બજારમા મૂક્યા. સ્ટીવની આ બધી સફળતાઓની વચ્ચે, અમેરિકાભરમા એની તંદુરસ્તી અંગે ચિંતા વધવા લાગી. એકવાર તો ભૂલથી એને શ્રધ્ધાંજલિ પણ અપાઈ ગઈ. સ્ટીવે તે વખતે મજાકમા કહ્યું કે મને ખૂબ બડાવી ચડાવીને શ્રધ્ધાંજલિ અપાઈ છે.
        ૨૦૦૯ મા ફોર્ચ્યુન મેગેજીને સ્ટીવને દસકનો સર્વે શ્રેષ્ઠ સી.ઈ.ઓ. જાહેર કર્યો. ૨૦૧૦ મા એપલે iPad બજારમા મૂકી કોમપ્યુટરની વ્યાખ્યા જ બદલી નાખી. સ્ટીવની દુનિયા બદલનારી કલ્પનાઓનું દુનિયાને આ આખરી નજરાણૂં હતું. ૨૦૧૦ મા ફાઈનાન્સિયલ ટાઈમ્સે સ્ટીવને વર્ષના સર્વ શ્રેષ્ઠ માણસ તરીકે જાહેર કરી સ્ટીવનું સન્માન કર્યું.
       ૨૦૧૧ મા તંદુરસ્તીને ધ્યાનમા લઈ સ્ટીવે એપલના CEO પદેથી રાજીનામુ આપ્યું. ત્યાં સુધીમા iPhone4 અને iPad2 દુનિયાભરમા સ્ટીવના નામનો ડંકો વગાડી ચૂક્યા હતા.
          છેવટે….  ૫મી ઓક્ટોબર,  ૨૦૧૧ ના, ૭૦૦ કરોડ ડોલરના માલિક સ્ટીવે પોતે બદલેલી ‘ફાની’ દુનિયાનો ત્યાગ કર્યો. દુનિયાભરના અખબારો, રેડિયો અને ટેલિવિઝન પર સ્ટીવના મરણના સમાચારોને અગ્ર સ્થાન આપવામા આવ્યું.

સ્ટીવે દુનિયા બદલી નાખવાનું માત્ર સપનું સેવ્યું જ નહિં, એને સાકાર પણ કર્યું.

http://www.chintannipale.com/wp-content/uploads/2016/11/23-NOVEMBER-2016-60.jpg

Get Update Easy