JAY AMBE |
નવરાત્રિનાં પ્રથમ દિવસે
નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને
આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ
હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે.
યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
માઁ દુર્ગાની નવ શક્તિયોમાં
બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે
બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે -
વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ 'બ્રહ્મ' શબ્દનો અર્થ છે.
માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે.
માઁ દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ છે કૂષ્માંડા છે. પોતાના મંદ, હળવા હાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમણે કૂષ્માંડા દેવીને નામે ઓળખાય છે.
માઁ દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે.
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.
માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે.
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે.
માઁ દુર્ગાજીની નવમી શક્તિનું
નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે.
નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે.
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥