5મી સપ્ટેમ્બર - શિક્ષક દિન
આજના આ પવિત્ર શિક્ષક દિને (5મી સપ્ટેમ્બર) સૌ સારસ્વત મિત્રોને શુભેચ્છાઓ...
5 સપ્ટેમ્બર એટલે મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ.તેમની યાદમાં જ દર વર્ષે
5મી સપ્ટેમ્બર ભારતમાં "શિક્ષક દિન"તરીકે ઉજવાય છે શિક્ષકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનો આ ખાસ દિન છે. તો આવો આ ખાસ દિને "બાળકોને આપે માર્ગદર્શન શિક્ષકનો છે આ ખાસ દિન" .
આજનો સુવિચાર:-
તપ દ્વારા આપણામાં રહેલી દુર્બળતાનું શક્તિમાં તથા અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે.
– ડૉ. રાધાકૃષ્ણન
|
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન
શિક્ષક દિન વિશેષ
"'સર્વપલ્લી
રાધાકૃષ્ણન'''
જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮
જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત
મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫
મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત
કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ
(૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)
અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં
પી.એચ.ડી.
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ)
ધર્મ = વેદાંત,હિંદુ
જીવનસાથી = શિવકામ્મા
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર
'''સર્વપલ્લી રાધાકૃષ્ણન'''
ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ
હતા.
તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં
જાણીતા વિદ્વાન હતા, તેઓ
૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ
સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને,
અંગ્રેજીભાષીઓને , ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ
કરાવ્યો હતો.
તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ
(૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ
ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
== જીવન ==
સર્વપલ્લી રાધાકૃષ્ણન
સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ,
તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી
ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામકગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા
તેલુગુહતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'',
''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ' ' માં વિત્યું હતુ. |
શિક્ષક એટલે કોણ ?
શિસ્તનો આગ્રહી બને તે શિક્ષક,
અન્યાય સામે ખુમારીવંતા બને તે શિક્ષક,
વિદ્યાર્થીઓ માટે પ્રેરક અને કલાકાર બને તે શિક્ષક,
કર્તવ્યનિષ્ઠા અને ક્ષમાશીલના દાખલા બેસાડે તે શિક્ષક,
શાળારૂપી મંદિરનો પૂજારી બને તે શિક્ષક,
સરસ્વતી માતા અને શારદાનો ઉપાસક બને તે શિક્ષક,
પરિવર્તનો દૂત બને તે શિક્ષક,
મા રૂપી મમતા અને પિતારૂપી જવાબદાર બને તે શિક્ષક,
નિ:સ્વાર્થ બાળપ્રેમ પ્રાપ્ત કરે તે શિક્ષક,
સંસ્કારોનું સિંચન કરે તે શિક્ષક,
પર્યાવરણનું મહત્ત્વ સમજાવે તે શિક્ષક,
એકતા, અખંડિતતા, દેશપ્રેમના
પાઠો શીખવે તે શિક્ષક,
સૂર્યરૂપી તેજસ્વીતા અને ચંદ્રરૂપી શીતળતા બક્ષે તે શિક્ષક,
વિદ્યાર્થીરૂપી બાળકમાં માનવતાના ગુણ સીંચે તે શિક્ષક,
રાવણને ‘રામ’, દાનવને ‘માનવ’ બનાવે તે "શિક્ષક".
જ્ઞાન સપ્તાહના સોંગ
- ગુરુ વંદના
- જીવન મેં કુછ કરના હૈ તો...
- સંગઠન ગઢે ચલે
- ગુર્જરીના ગૃહકુંજે અમારું..
- જય માતૃભમિ જય ભારતી ..
- જીવનજયોત જગાવો
- અમને અમારા ભારતની માટી પર..
- ભારત ભૂમિ અમારી તીર્થ ભૂમિ..mp3
- જન્મભૂમિ કર્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ...mp3
- જય જનની જય પુણ્ય ધરા...mp3
- પૂર્ણ વિજય સંકલ્પ અમારો...mp3
- કર્મવીર કો ફર્ક ન પડતા...mp3
- માતૃભૂમિ પિતૃભૂમિ...mp3
- દેશ હમેં દેતા હૈ સબ કુછ...mp3
- સંસ્કારની આ સાધના...mp3
- ભારતમાના લાલ અમે સૌ...mp3
- જન્મભૂમિ કર્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ...mp3
|