ધો. ૧૨ સાયન્સનાં બી ગૃપના વિદ્યાર્થીઓ NEET ની તૈયારી કરી શકે અને તેને ઉપયોગી થાય તેવી પુસ્તિકા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આવતા વર્ષે લેવાનારી NEET માટે વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે તે માટે તમામ ગ્રાન્ટેડ સરકારી શાળાના વિદ્યાર્થીઓને આ પુસ્તિકા નિ:શુલ્ક અપાશે. જ્યારે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને માત્ર રૃપિયા ૯ની કિંમતે પુસ્તિકા આપી દેવાશે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં અધિકારીઓની હાજરીમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દેશભરમાં માર્ચ- ૨૦૧૭થી મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે ફરજીયાત NEET લેવાશે. આ માટે રાજ્ય સરકારે પણ ધો. ૧૨ના બી ગૃપના વિદ્યાર્થીઓ માટેની પુરક પુસ્તિકા તૈયાર કરી છે. જેમાં CBSE ના અભ્યાસક્રમ મુજબ જે પ્રશ્નો છે તેમાં ફીઝિક્સમાં સામાન્ય, કેમેસ્ટ્રીમાં પાંચ ટકા અને બાયોલોજીમાં ૨૦ ટકા જેટલો તફાવત જોવા મળ્યો છે. જેથી CBSE અને માધ્યમિક શિક્ષણ બોર્ડના નિષ્ણાત-તજજ્ઞાો શિક્ષકો સાથે વિચાર-વિમર્શ કરીને આ પુસ્તિકા તૈયાર કરાઈ છે.તેઓએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં કુલ ૧.૭૦ લાખ વિદ્યાર્થીઓ NEET આપવાના છે. જેમાં ગુજરાતી ભાષામાં એક લાખ, અંગ્રેજીમાં ૫૦ હજાર અને હિન્દીમાં ૨૦ હજાર વિદ્યાર્થીઓ NEET આપશે. વિદ્યાર્થીઓને આ પુસ્તિકા ખૂબ જ ઉપયોગી થશે.
ડાઉનલોડ માટે અહી ક્લિક કરો |
ડીઇઓ -ડીપીઓ બદલી નિયુક્તિ =2016