ગુજરાત સ્ટેટ
એલિજિબિલીટી ટેસ્ટ (GSET) 
આખરે હવે ગુજરાત સરકાર નીટ મુદ્દે સુપ્રીમના ઓર્ડર સામે પિટિશન કરશે
સરકારના સોલિસીટર જનરલ દ્વારા વિવિધ મુદ્દાઓ સાથેની એક એફિડેવિટ કરીને આ વર્ષ પુરતી ગુજરાતને રાહત આપવા અપીલ કરાશેસરકાર એફિડેવિટમાં આ મુદ્દા રજૂ કરશે
    - ગુજરાત સરકાર છેલ્લા ઘણાં વર્ષોથી ગુજકેટના આધારે જ પ્રવેશ આપે છે
    - ગુજરાતના ૯૪ ટકા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની પરીક્ષા આપે છે
    - આટલા વર્ષોથી ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાત ગુજકેટ માટે ટેવાયેલા અચાનક નીટ આપી શકે તેમ નથી
    - આ વખતે નીટ સંપૂર્ણપણે અંગ્રેજીમાં લેવાની હોઈ ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોવાથી નીટ આપી શકે તેમ નથી.
    - વધુમાં વધુ બે વર્ષ સુધી અથવા ઓછામાં ઓછી આ વર્ષ પુરતી ગુજરાતને નીટમાંથી બાકાત રાખી રાહત આપવામા આવે
    - ૨૪મીએ જુલાઈએ લેવાનારી બીજા તબક્કાની નીટ માટે પણ ફોર્મ ભરવાની છુટ અપાય