HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

8 માર્ચ, 2016

બેસ્ટ લક

Image result for mahila din
 ����શૂભકામનાઓ ����
માચઁ -2016 ની એસ.એસ.સી
& એચ.એસ.સી ની બોર્ડ ની પરીક્ષા માં
આપણા , મિત્રો ,ના
દીકરા -દીકરી ઓ, કુટુંબના સભ્યો સગા સંબંધી - પરીક્ષા આપનાર તમામ ને. ....
બોર્ડ ની પરીક્ષા માં ખૂબ જ
ઉંચા ટકા લાવો તેવી અને
પરીક્ષા માં જવલંત સફળતા મળે તેવી
ખુબ ખુબ શુભેચ્છાઓ-શુભકામનાઓ. ...


પરીક્ષાનું ટેન્‍શન ટાળતો એક પત્ર
જો ડર ગયા ઇ સાગમટે મર ગયા, હસતા મોઢે પરિક્ષા આપો, એરંડીયા પીધેલ મોઢે કોઇ દિ' કારર્કિદીના ઉદ્ધાર ન થાય

જીંદગી કી કોઇ ભી એકઝામ દેને કી એક હી રીત હૈ કી ડર કે આગે જીત હૈ
હાલા પરીક્ષાર્થી મિત્રો,

નમસ્‍કાર ગામ આખું પરીક્ષા-પરીક્ષાના હોહા અને દેકારા કરી રહ્યું છે. આખા શહેરના ઘરે ઘરમાંથી કોક ગુજરી ગયું હોય એવું સોગીયું વાતાવરણ ચારેબાજુ થઇ ગયું છે. શું થાશે ? કેવા પેપર નીકળશે ? અમારા છોકરાઓને કેટલા ટકા આવશે ? આવા અઢળક યક્ષપ્રશ્નો વિદ્યાર્થીઓ કરતાં વાલીઓ આખા ગામને પુછી રહ્યાં છે.
યુવાન દોસ્‍તો યાદ રાખજો ‘જીંદગી કી કોઇ ભી એકઝામ દેને કી એક હી રીત હૈ કીં ડર કે આગે જીત હૈ.'' પરિક્ષાથી ફાટી ન પડો, પરિક્ષાને ડરાવો કે જોઇ લે મારો કોન્‍ફીડન્‍સ અને મારી મહેનત કેટલી જોરદાર છે. જમ્‍યા પછી કોઇ દિવસ તમે પેટને પૂછયું કે એય પેટ જમવાનું પચશે ને ? સવારે લોચો નહીં થાય ને ? તો વાચ્‍યા પછી તમારા મેમરી સેકશન ને શા માટે પૂછો છો કે એય મગજ તને યાદ રહેશે ને ? તું આ સવાલનો જવાબ ભૂલી નહીં જાય ને ? તમારા પાચનતંત્ર જેટલો જ ભરોસો તમારી યાદશકિત ઉપર રાખો તો પરીક્ષાનો જંગ જીત્‍યા સમજજો.
પરીક્ષાના દિવસોમાં એલર્ટ થવું જરૂરી છે પરંતુ અધમુઆ થવાની જરૂર નથી. તમે દુનિયાના સૌથી હોશિયાર વિદ્યાર્થી છો અને તમને બધુ જ આવડે છે. આટલો વિચાર કરીને જ વાંચવા બેસજો. તમને જે આવડતું નથી એ ભુલી જાઓ એ પરીક્ષામાં પુછાવાનું નથી.
યાદ રાખજો પરિક્ષા વખતે કાંઇ યાદ ન આવે તોય કાંઇ તમે જીંદગી હારી નથી ગયા. દસમા અને બારમાની પરીક્ષા પૂરી થયા પછી જ જીંદગીની સાચી પરીક્ષા શરૂ થાય છે.
પરીક્ષા વખતે સ્‍ટ્રેસ ફ્રી થવા માટે અરીસાની સામે બે મિનિટ ઉભા રહો. એક મસ્‍ત સ્‍માઇલ ફેંકીને તમારી જાતને જોરથી કહો કે યુ આર ધ બેસ્‍ટ પર્સન ઓફ ધ વર્લ્‍ડ.
ઇશ્વર પર ભરોસો અને ઇશ્વર કરતા પણ બે દોરા વાર વધારે તમારી જાત ઉપર ભરોસો રાખો. છેલ્લી ઘડી સુધી વાંચ-વાંચ કરવાથી બધુ ભૂલાઇ જશે. દસ મિનિટ માટે એકઝામીનેશન હોલમાં પગ મુકતાં પહેલાં એકાદ ગમતું ગીત સાંભળી કે ગણગણી લ્‍યો... બે ચાર જોક સાંભળી લ્‍યો... ખડખડાટ હસીને પરિક્ષા દેવા બેસો જો તમે ધાર્યા હોય તેના કરતા બે ટકા વધારે ન આવે તો તમારૂ જોડુને મારૂ માથુ... !
બાકી તો એકઝામ અને ટ્રાફિક જામ બંનેમાં દેકારા અને પડકારા હોય જ... ! રીલેકસ ઓલ ઇઝ વેલ જ હો... !
જો ડર ગયા ઇ સાગમટે મર ગયા. હસતા મોઢે પરીક્ષા આપો. એરંડીયા પીધેલ મોઢે કોઇ દી' કારકીર્દીના ઉદ્ધાર ન થાય...
આપનો સાંઇરામ
એક શિક્ષક

Get Update Easy