HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

15 માર્ચ, 2016

શુંતમે જાણો છો ?

  
શુંતમે જાણો છો ?
રસાયણ વિજ્ઞાન ઘણું પુરાણું છે.
જેમાં સોનુ
, લોહ, ચાંદી, સીસુ, કલાઇ વગેરે જેવી ધાતુઓ લગભગ ઇ.સ. પુર્વે 3000 વર્ષથી જાણીતી છે.
આર્સેનિક
, એન્ટિમની, પારો જેવી ધાતુઓ લગભગ ઇ.સ. પુર્વે 1500 વર્ષથી જાણીતી છે.
તે સમયના ધાતુશાસ્ત્રીઓ મુખ્ય સાત ધાતુઓને સાત ગ્રહો સાથે સરખાવતાં હતા
, જેમ કે, સુર્ય-સોનુ, ચંદ્ર-ચાંદી, શનિ-સીસુ, બુધ-લોહ, શુક્ર-તાંબુ, મંગળ-કલાઇ, ગુરુ-સોનુ અને ચાંદીની મિશ્રધાતુ. આ મુજબ આ ધાતુઓને ઓળખવા જુદાજુદા સંકેત આપવામાં આવેલા.
મધ્યકાલિન યુગમાં એક વિશિષ્ટ પ્રણાલી ગુપ્ત રીતે શોધી કાઢી જેનો સૌ પ્રથમ ઉપયોગ સ્વીડનના કે. ડબલ્યુ. શીલે કર્યો હતો. અઢારમી સદીના અંતમાં નામના પ્રથમ અક્ષરને તેના સંકેત તરીકે લેવાની પ્રથા શરુ થઇ અને બર્જેલિયસે આ પ્રથાને ઇ.સ. 1814 માં વ્યવસ્થિત કરી.

વિસ્ફોટ ક્યારે થાય ?
સોડિયમ કે પોટેશિયમને પાણીના સીધા સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ધડાકો થાય છે.પીળા ફોસ્ફોરસને આયોડિન સાથે ભેગો કરતાં નમ્ર વિસ્ફોટ થાય છે.પોટેશિયમ ક્લોરેટ અને ખાંડને ભેગા કરી તેમાં સલ્ફયુરિક એસિડનું ટીંપુ મુકતાં જ્વાળા સાથે ભભુકી ઉઠે છે.
શુષ્ક લેડ પેરોક્સાઇડ ઉપરથી હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુને પસાર કરતાં જ્વાળા સાથે સળગે છે.સિલ્વર ક્લોરાઇડ કે બ્રોમાઇડને ખુલ્લો રાખવામાં આવે તો તે જાંબુડિયા રંગનો બને છે.
નાઇટ્રો-ગ્લિસરીન ધ્વનિના આંદોલનોથી વિસ્ફોટ પામે છે.
એસિટિલિન વાયુ આગળ મરક્યુરિક ફલ્મીનેટ વિસ્ફોટ પામે છે
.

આણ્વીય દળ શોધવાની રીતો :
A.        બાષ્પશીલ પદાર્થો માટે :          1. વિક્ટર મેયરની રીત,
                                                     2. ડ્યૂમાની રીત,
                                                      3. હોફ્માનની રીત,
                                                      4. રેગ્નોલ્ટની રીત
B.        બાષ્પશીલ પદાર્થો માટે :          1. હિમાંકના અવનયનની રીત,
                                                      2. કવથનાંકની ઉન્નયનની રીત,
                                                     3. બાષ્પ-દાબની અવનયનની રીત,
                                                      4. રસાકર્ષણની રીત.

હાઇડ્રોજન  :
પારસેલસ અને વાન હેલ્મોન્ટ આ બન્ને વૈજ્ઞાનિકો અશુધ્ધ હાઇડ્રોજનથી સૌ પ્રથમ પરિચિત થયેલા. સોળમા સૈકાની શરૂઆતમાં રોબર્ટ બોઇલને લોખંડની કરચોમાંથી એસિડના સમ્પર્ક વડે  જે વાયુ મળ્યો તેને દાહ્ય વાયુ નામ આપ્યુ. આ દાહ્ય વાયુ એક નિશ્ચિત પદાર્થ છે તેમ સૌ પ્રથમ હેન્રી કેવેન્ડિશે ઇ.સ. 1766 માં શોધ્યુ અને તેને દાહ્ય હવા નામ આપ્યું. અત્યારનું હાઇડ્રોજન નામ લેવોઇત્જર દ્વારા અપાયેલુ છે. ગ્રીક ભાષામાં હાઇડ્રોર   એટલે પાણી અને જેનોન અટલે બનવું. એટલે કે, પાણી બનાવનાર વાયુ.

ઓક્સિજન :
સ્વિડનના કે. ડબલ્યુ શીલે ઇ.સ. 1772 માં ઓક્સિજન સૌ પ્રથમ બનાવેલો પર્ંતુ તેને પ્રસિધ્ધિ મળી ન હતી. માન્ચેસ્ટેરના  જોસફ પ્રિસ્ટલે એ ઇ.સ. 1774 માં હવા કરતાં વધુ સમર્થ દહન-પોષક વાયુ શોધ્યાની જાહેરાત કરી. આ માટે તેણે મરક્યુરિક ઓક્સાઇડને પારાથી ભરેલી નળીમાં મથાળે રાખી મોટા બહિર્ગોળ લેન્સ વડે સૉઑર્યની ગરમીનો ઉપયોગ કરી ખૂબ તપાવી તે મેળવ્યો અને સાબિત કર્યું કે, તેની હાજરીમાં પદાર્થો વધુ જોરથી બળે છે. લેવોઇત્જર દ્વારા તેને ઓક્સિજન નામ મળ્યું.

ઓઝોન :
વાન મારૂમને ઇ.સ. 1785 માં તેના પ્રયોગો દરમ્યાન માલૂમ પડ્યું કે એક નવી વાસ ધરાવતો વાયુ વાતાવરણમાં હાજર છે અને તેના વાતાવરણમાં પારો શ્યામલ બની જાય છે. આ પ્રકારની વાસ ઇ.સ. 1801 માં કુઇકશેન્કને વિદ્યુતીય ઓક્સિજનની બનાવટ વખતે જણાઇ હતી. ઇ.સ. 1840 માં શોનબાઇને જણાવ્યું કે આ વાસ એક નવા વાયુને આભારી છે. તેણે તેને ગ્રીક શબ્દ ઓઝો એટલે કે હું સુંઘું છું એવો અર્થ થાય છે, તેના ઉપરથી ઓઝોન નામ આપ્યું. તેણે શોધ્યું કે, ફોસ્ફોરસનું ભેજવાળી હવામાં મંદ ઉપચયન કરવામાં આવે ત્યારે ઓઝોન બને છે. 

ફ્લોરિન:
ઇ.સ. 1771 માં શીલએ SiF4 ની શોધ કરેલી, પરંતુ ઇ.સ. 1813 માં ડેવી એ ક્લોરિનના જેવુ એક બીજુ તત્વ છે તેમ જાહેર કર્યું આમ છતાં તે ફ્લોરિનને મુક્ત રીતે મેળવી શક્યો ન હતો. ઇ.સ. 1886 માં ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી મોઇશાંને આ બાબતે સફળતા મળી.
ક્લોરિન:
ઇ.સ. 1774 માં હાઇડ્રોક્લોરિક એસિડને મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે ગરમ કરી સૌ પ્રથમ ક્લોરિન વાયુ મેળવ્યો હતો. ઇ.સ. 1785 માં બર્થલેટે શીલના વાયુને પાણીમાં ઓગાળી તૈયાર કરેલા વિલયને પ્રકાશમાં ખુલ્લું મુકી ઓક્સિજન મેળવ્યો ત્યારે તેના ઉપરથી લેવોઇત્ઝરે ક્લોરિનને ઓક્સિ-મુટેરિક એસિડ નામ આપ્યું. ઇ.સ. 1810 માં તેની હાજરી નોંધાઇ હતી પરંતુ કોઇને પૂરી સફળતા મળી ન હતી. ઇ.સ. 1810 માં જ ડેવી એ તેના સોડિયમ ક્ષારની પ્રક્રિયાઓ ઉપરથી જણાવ્યું કે, શીલનો વાયુ એક મુક્ત તત્વ છે અને તેણે આ વયુના રંગ ઉપરથી ક્લોરસ અર્થાત ઝાંખો લીલો ઉપરથી ક્લોરિન નામ આપ્યું.
આયોડિન:
કુત્વ્રા ને સૌ પ્રથમવાર પેરિસ પાસેના સોલ્ટપિટરમાં આયોડિનનું અસ્તિત્વ જણાયું. ઇ.સ. 1813 માં ડેવી અને ગેલ્યુસેકે તેના ઉપર ઊંડો અભ્યાસ કરવા દરિયાઇ વનસ્પતિની રાખમાંથી સોડિયમ કર્બોનેટનું કેલાસન કર્યા બાદ બાકી રહેતાં માતૃ દ્રાવણમાં સલ્ફયુરિક એસિડ અને મેન્ગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરી ગરમ કરતાં જાંબલી રંગનો વાયુ મેળવી તેની હાજરીની સાબિતી આપી. ગ્રીકમાં આયોડીસનો અર્થ જાંબુડીયો થતો હોવાથી તેનું નામ આયોડિન રાખ્યું.
હાઇડ્રોક્લોરિક એસિડ
ઇ.સ. 1646 માં ગ્લોબરે ભીના મીઠાને કોલસાની ભઠ્ઠીમાં નાખી બહાર નીકળતા ધૂમાડાની સંઘનિત કરી સ્પિરિટ ઓફ સોલ્ટ પ્રાપ્ત કર્યુ હતુ. તેણે ઇ.સ. 1658 માં મીઠા અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના મિશ્રણને ગરમ કરી તે સ્પિરિટ મેળવ્યુ હતું.  ઇ.સ. 1772 માં આ એસિડના ગેસને પારા ઉપર એકઠો કરી શકાય છે તેમ પ્રિસ્ટ્લે એ શોધી કાઢ્યું.  હાઇડ્રોક્લોરિક એસિડને શરૂઆતમાં મ્યુરિએટિક એસિડ રાખવામાં આવ્યું હતું. તે કેટલાક જ્વાળામુખીના ગેસમાં તેમ જ  જ્વાળામુખીના વિસ્તારમાં વહેતી નદીઓના પાણીમાં જોવા મળે છે.

સલ્ફર
પુરાતન કાળથી ઇજીપ્તવાસીઓ અને બેબિલોનિયાના રહેવાસીઓને ગંધક (સલ્ફર) નો પરિચય  થયેલો જેનો ઉલ્લેખ બાઇબલમાં છે. ધૂમદાનના (fumigation) કાર્યમાં તે વપરાતો એવું હોમરે ઇ.સ. પૂર્વે 900 માં જણાવ્યું છે. કીમિયાગર તેને દાહ્ય પદાર્થના એક ઘટક તરીકે તેમ જ ધાતુના ઘટક  તરીકે માનતા હતા. આ નામની ઉત્પતિ સંસ્કૃત શબ્દ શુલ્વારિ ઉપરથી પડ્યું છે એમ માનવામાં આવે છે, કારણ કે, તેને તાંબાનો વેરી ગણવામાં આવતો હતો. ભારતીય ઔષધિય વિદ્યામાં તેને એક અગત્યના રસદ્રવ્ય તરીકે સ્વીકારવામાં આવેલ છે. 

સલ્ફર ડાયોક્સાઇડ
ઇ.સ. 1770 માં પ્રિસ્ટલે એ પહેલીવાર પારાને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે તપાવીને તે મેળવ્યો હતો. તેણે તેનુ નામ વિટ્રિયોલિક એસિડ-અર એવું નામ આપ્યું હતું. ઇ.સ. 1777 માં તેની સંરચનાનો લેવોઇત્ઝરે અભ્યાસ કર્યો હતો. તે જ્વાળામુખીના વાયુઓમાં તેમ જ તેવા પ્રદેશના ઝરાઓના પાણીમાં પણ થોડા પ્રમાણમાં હોય છે.

સલ્ફ્યુરિક એસિડ
આઠમી સદીમાં ગેબરને તેનો પરિચય થયો હતો. તેણે ફટકડીનું આસવન કરી તે બનાવ્યો હતો તેવું જાણવા મળે  છે. લગભગ સોળમી સદીમાં ફેરસ સલ્ફેટનું આસવન કરી કીમિયાગરોએ તે મેળવેલો. તેઓએ તેનું નામ ઓઇલ ઓફ વિટ્રિઓલ આપેલું. ઇ.સ. 1666 માં ફેત્રે એ ભેજની હાજરીમાં સલ્ફરને બાળી તે મેળવેલો. ઇ.સ. 1875 માં કાચની બેલે-જાર તળે સલ્ફરને નાઇટરના મિશ્રણને એક ડિશમાં પાણી સાથે બાળીને તેવ બનાવેલો. ઇ.સ. 1746 માં બર્મિગહામવાસી રુબંકે ભાંગી જાય તેવા કાચના પાત્રોનો ત્યાગ કર્યો અને તેને બદલે સીસાના કક્ષનો ઉપયોગ કર્યો ત્યારબાદ ઇ.સ. 1810 માં ભ્કરે એક ચાલુ કામ આપી શકે તેવો પ્રક્રમ શરુ કર્યો તેમાં સલ્ફરને બાળીને સલ્ફર ડાયોક્સાઇડ મેળવેલો. ઇ.સ. 1842 માં ગેલ્યુસેક ટાવર અને ઇ.સ. 1850 માં ગ્લોવર ટાવર અસ્તિત્વમાં આવેલા. આજે વિશ્વનો પ્રતિવર્ષ એકંદર વપરાશ આઠથી દસ કરોડ ટન જેટલો છે. કોઇપણ દેશની ભૌતિક સમૃધ્ધિ કેટલી છે તે જાણવા માટે તે દેશની સલ્ફ્યુરિક એસિડની જરુરિયાત કેટલી છે તે જાણવું જરૂરી છે. સલ્ફ્યુરિક એસિડને રસાયણો અને રસદ્રવ્યોનો રાજા ગણવામાં આવે છે.

નાઇટ્રોજન
નાઇટ્રોજનની સૌ પ્રથમ શોધ ડેનિયલ રૂથરફોર્ડે ઇ.સ. 1772 માં કરેલી. તેણે બેલ-જાર નીચે ઉંદરને શ્વાસોચ્છશ્વાસ કરાવ્યો અને તેમાં ઉત્પન્ન થયેલાં કર્બન ડાયોક્સાઇડનું પોટાશથી અવશોષણ કરી ત્યારબાદ અવશેષ તરીકે રહેતો  ગેસ જીવનપોષક નથી તેમ સાબિત કર્યું. અને તેને આધારે આ વાયુનું નામ મેફિટિક એર આપ્યું. ઇ.સ. 1772 માં પ્રિસ્ટલેએ કોલસાને મર્યાદિત આયતનમાં બાળે તેમાંથી ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પોટાશ ઉપર અવશોષણ કરી તે મેળવેલ. તેણે તેનું નામ ફ્લોજીસ્ટિકેટેડ એર આપ્યું. ઇ.સ. 1790 માં ચેપ્ટાલે તેનું નામ નાઇટ્રોજન આપ્યું કારણ કે, તે નાઇટરનું એક ધટક હતું. હવામાં તે મૂક્ત સ્થિતિમાં હોય છે. પ્રાણીજ તેમ જ વનસ્પતિજ દ્રવ્યોમાં તે એક અનિવાર્ય  ઘટક છે.



Get Update Easy