HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

7 ફેબ્રુઆરી, 2016

બુર્જ ખલીફા પરથી કરો દુબઈ દર્શન

આજનો વિચાર

બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.
 ૭માં વેતન પંચની ભલામણોનો અમલ વહેલી તકે કરવા આદેશો જારી કર્યાઃ પે અને એલાઉન્‍સમાં ર૩.પપ ટકા વેતન વધારાની ભલામણ થઇ છેઃ ગ્રેચ્‍યુઇટીની મર્યાદા ૧૦ લાખથી વધારીને ર૦ લાખ કરવા અને પેન્‍શનમાં ર૪ ટકા વધારાની ભલામણ સ્‍વીકારવામાં આવે તેવી શકયતાઃ હેલ્‍થ ઇન્‍સ્‍યુરન્‍સ સ્‍કીમની ભલામણ પણ સ્‍વીકારી લેવાશે
   નવી દિલ્‍હી તા.૬ : કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્‍શનરો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ કર્મચારીઓ અને પેન્‍શનરોને વધુમાં વધુ લાભ મળે અને ૭માં પગારપંચનો અમલ વહેલામાં વહેલી તકે થાય તે માટેના આદેશો જારી કર્યા છે. પીએમ મોદીએ સચિવોની કમીટીને જણાવ્‍યુ છે કે, કોઇપણ કાપકુપ કર્યા વગર કર્મચારીઓ અને પેન્‍શનરોને વધુમાં વધુ લાભ મળે તે માટે અહેવાલ જેમનો તેમ સ્‍વીકારી લ્‍યો. ૪૭ લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને પર (બાવન) લાખ પેન્‍શનરોને આગામી બે માસમાં જ પગાર વધારો અને એરિયર્સ મળી જાય તેવી શકયતા છે.
   ર૭મી જાન્‍યુઆરીના રોજ કેબીનેટ સચિવ પી.કે.સિંહાના નેતૃત્‍વ હેઠળ એક એમ્‍પાવર્ડ ૧ર સભ્‍યોની સચિવોની સમિતિ રચવામાં આવી હતી. જે ૭માં નાણા પંચની ભલામણોની પ્રોસેસ આગળ વધારવાની હતી. સરકારી વર્તુળોના જણાવ્‍યા પ્રમાણે મોદીએ આ કમીટીને રિવ્‍યુ ઝડપભેર શરૂ કરી દેવા કહ્યુ છે કે જેથી કેબીનેટ નિર્ણય લઇ શકે અને ૭માં પંચનો અમલ વહેલામાં વહેલી તકે કર્મચારીઓ અને પેન્‍શનરો માટે થઇ શકે.
   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે સરકાર એવુ ઇચ્‍છે છે કે, સ્‍ટાફ અને પેન્‍શનરો માટે હેલ્‍થ ઇન્‍સ્‍યુરન્‍સ સ્‍કીમ અને ડબલ ગ્રેચ્‍યુઇટી કરવાની બાબત ભલામણ મુજબ સ્‍વીકારી લેવી જોઇએ. મોદીએ આ કમીટીને એવુ પણ જણાવ્‍યુ છે કે, યુનિયનો અને કર્મચારીઓએ જે ડિમાન્‍ડ કરી છે તેમાંથી સાચી અને વાસ્‍તવિક હોય તે બધી ભલામણો ઉપર ધ્‍યાન દેવુ અને શકય તેટલો તેઓને સહકાર આપવો. જો કે આ કમીટી મીડલ અને જુનીયર લેવલના સંદર્ભમાં થોડા ફેરફારો કરે તેવી શકયતા છે. જો કે આ બાબત પણ સ્‍ટેક હોલ્‍ડરો સાથે ચર્ચાને આધીન થશે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે સરકાર બે મહિનામાં સમગ્ર પ્રક્રિયા પુરી કરવા માંગે છે.
   પગાર પંચે પે અને એલાઉન્‍સમાં ૨૩.પપ ટકા વધારાની ભલામણ કરી છે અને મીનીમમ પે મહિને ૧૮,૦૦૦ અને મહત્તમ રૂ.ર.પપ લાખ કરવા પણ ભલામણ કરી છે. ગ્રેચ્‍યુઇટીની મર્યાદા રૂ.૧૦ લાખથી વધારીને ર૦ લાખ કરવા અને પેન્‍શનમાં ર૪ ટકા વધારાની ભલામણ કરવામાં આવી છે.
   સમગ્ર મામલો કેબીનેટ પાસે મંજુરી માટે મોકલાય તે પહેલા આ કમીટી યુનિયનો સહિત સંલગ્ન સ્‍ટેક હોલ્‍ડરોના વિચારો પણ જાણશે.

 New HSC સામાન્ય પ્રવાહ ૨૦૧૬ની પરીક્ષા માટે કેન્દ્રવાર શાળાઓની યાદી
New Press note For GUJCET Examination 2016

ધોરણ-12 સામાન્ય પ્રવાહની 5533 સ્કૂલમાંથી પરીક્ષા લેવાશે
 બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રો સામે ૭ ફેબ્રુઆરી સુધી રજૂઆત કરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૮ માર્ચથી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરી દેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ૫૫૩૩ સ્કૂલો નક્કી કરવામાં આવી છે અને તેમાંથી સામાન્ય પ્રવાહના ૫.૧૪ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોને લઈ કોઈ રજૂઆત હોય તો ૭ ફેબ્રુઆરી સુધી રજૂઆત કરી શકાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો ૮ માર્ચથી પ્રારંભ થશે. જેમાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરીક્ષા કેન્દ્રો નક્કી કરી દેવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહના પરીક્ષા કેન્દ્રોની યાદી જાહેર કરી છે. બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રોને લઈને કોઈ રજૂઆત કરવાની હોય તો ૭ ફેબ્રુઆરી સુધી બોર્ડ સમક્ષ રજૂઆત કરી શકાશે. મુદ્દત પૂર્ણ થયા પછી કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ઉપરાંત હોલ ટિકિટ ઈશ્યુ થયા પછી કોઈ પણ પ્રકારનો ફેરફાર બોર્ડ દ્વારા કરવામાં આવશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું હતું.સમગ્ર રાજ્યમાંથી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ૫૫૩૩ સ્કૂલો નક્કી કરવામાં આવી છે. આ સ્કૂલોમાંથી ૫.૧૪ લાખ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા અમદાવાદની જય સોમનાથ સ્કૂલનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે અને તેના બદલે પૂર્વ વિસ્તારમાં અન્ય સ્કૂલને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. બોર્ડની તાજેતરમાં મળેલી બેઠકમાં પણ પરીક્ષા માટેના નવા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
બુર્જ ખલીફા પરથી કરો દુબઈ દર્શન

મિત્રો માણસ નો જીવ આમતો હમેશા વિશ્વના પ્રવાસ માટે ઝંખતો હોય છે.પરંતુ ઘણી બધી મજબુરીઓ અને બીજા ઘણા અન્ય કારણોને લીધે તેની આ ઈચ્છા મન માં ને મન માં જ રહી જતી હોય છે.
મિત્રો જ્યારે શાળાના પ્રાર્થના સંમેલન માં ક્યારેક વિદ્યાર્થી એવો સવાલ કરે કે વિશ્વની સૌથી ઉંચી ઈમારત કઈ? તમે તરત કહેશો કે દુબઈની બુર્જ ખલીફા ઈમારત......સરસ....પણ કદાચ કોઈ વિદ્યાર્થી એમ કહે કે સાહેબ આ સૌથી ઉંચી ઈમારત પરથી આખું દુબઈ કેવું દખાતું હશે? હવે આ સવાલ નો જવાબ જરા અઘરો બની જાય.અને માત્ર જવાબ આપવા ખાતર આપીએ તેમાં મજા નહિ.વિદ્યાર્થી ને આપણા વર્ગખંડમાં જ દુબઈના બુર્જ ખલીફા ટાવર પરથી દુબઈ શહેર ના સંપૂર્ણ દર્શન કરાવીએ તો?
હવે તમને પણ મનમાં એમ થતું હશે કે તો તો મજા પડી જાય.....પણ પછી તરત તમારા મન માં નવો સવાલ થશે કે કેવી રીતે? મિત્રો આજના યુગમાં ટેકનોલોજી દ્વારા આ બધું જ શક્ય છે.તમારે માત્ર નીચે આપેલ લિંક પર ક્લિક જ કરવાનું છે.ક્લિક કરતાની સાથે જ થોડી વાર માં સંપૂર્ણ દુબઈ નો 360 અંશ ના વ્યુ નો પનોરેમિક તમારી સામે આવી જશે.તમે ખુદ આ ટાવર પર ઉભા હો અને સંપૂર્ણ દુબઈને તમારી નજરોથી જોતા હો તેવો અદભુત અનુભવ તમે કરી શકશો.હવે આ અનુભવ શરુ કરો તે પહેલા તેના વિષે થોડી માહિતી મેળવી લઈએ.ગેરાલ્ડ ડોનોવેન નામના એક ફોટોગ્રાફરે દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફાની છત પરથી, એટલે કે દરિયાની સપાટીથી ૮૨૮ મીટરની ઊંચાઈએથી સમગ્ર દુબઈ શહેરની ૭૦થી વધુ તસવીરો ખેંચીને તેનો એક પેનોરમા તૈયાર કર્યો છે   દુનિયામાં સૌથી વધુ ઊંચાઈએથી ખેંચાયેલી આ સૌથી વિશાળ તસવીર છે, જે આખા શહેરને આવરી લે છે.

આ બિલ્ડિંગનાં એલિવેટર્સ ૧૬૦મા માળ સુધી જાય છે. ગેરાલ્ડે ત્યાંથી પણ ઊંચે, બીજા લગભગ ૬૫ માળ જેટલે ઊંચે સુધી એક લગભગ સીધી સીડીએથી ચઢીને, ત્યાં પોતાનાં ઇક્વિપમેન્ટ મૂકીને આ ફોટોગ્રાફી કરી. ગેરાલ્ડ કહે છે કે ૩૬૦ ડીગ્રીનો પેનોરમા શૂટ કરવા માટે આ સૌથી આદર્શ બિલ્ડિંગ છે કેમ કે તેની ટોચ ફક્ત દોઢ મીટર પહોળી છે!
તો તૈયાર થઇ જાઓ બુર્જ ખલીફા પરથી દુબઈ શહેરના સંપૂર્ણ દર્શન માટે  
આ વ્યૂ જોવા માટે અહી ક્લિક કરો

Get Update Easy