HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

18 ફેબ્રુઆરી, 2016



કરોડોને રાહત : પીએફ વ્‍યાજ દર વધારીને ૮.૮ ટકા કરાયો
૮.૭૫ ટકાથી વધારીને વ્‍યાજદર ૮.૮ ટકા થતાં પાંચ કરોડને ફાયદો : અતિમહત્‍વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવાયો : ઇપીએફઓ દ્વારા વ્‍યાપક વિચારણા ટ્રેડ યુનિયનોની ૮.૯૦ ટકા વ્‍યાજદર કરવાની માંગણી સરકારે ફગાવી દીધી.

 

સરસ્વતી મંત્ર : સરસ્વતીનો મંત્ર દરેક પરીક્ષામાં અપાવશે સફળતા


દરેક દેવી-દેવતાઓનો એક મૂળ મંત્રે હોય છે. જેના વડે તેમનું આહ્વાન કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્રોમાં દેવી-દેવતાઓની સ્તુતિ માટે ઘણા પ્રકારના મંત્રોને બનાવવમાં આવ્યા છે. આ મંત્ર વિશેષ રૂપે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે બનેલા હોય છે. આ મંત્ર પ્રભાવી સિદ્ધ થાય છે.
સરસ્વતી પૂજન સમયે નિમ્નલિખિત શ્લોકથી ભગવતી સરસ્વતીનુ ધ્યાન કરો. જો સમયાભાવ હોય તો માત્ર એક વાર ઘી નો દીપક સળગાવીને વાંચી શકાય છે.
ॐ श्री सरस्वती शुक्लवर्णां सस्मितां सुमनोहराम्।।
कोटिचंद्रप्रभामुष्टपुष्टश्रीयुक्तविग्रहाम्।
वह्निशुद्धां शुकाधानां वीणापुस्तकमधारिणीम्।।
रत्नसारेन्द्रनिर्माणनवभूषणभूषिताम्।
सुपूजितां सुरगणैब्रह्मविष्णुशिवादिभि:।।
वन्दे भक्तया वन्दिता च मुनीन्द्रमनुमानवै:

श्रीं ह्रीं सरस्वत्यै स्वाहा। 
 બોર્ડની પરીક્ષાઓની હોલ ટિકિટનું વિતરણ 1લી માર્ચથી શરૂ કરાશે. 
બોર્ડ એક્ઝામ હોલ ટિકીટનું વિતરણ 1લી માર્ચથી અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખાનગી વિદ્યાર્થીઓ માટે આગામી ૮ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ પરીક્ષા માટે ફોર્મ ભરનાર ઉમેદવારો માટે હોલ ટિકીટનુ વેચાણ આગમી પહેલી માર્ચે જિલ્લા વિતરણ કેન્દ્રો ખાતેથી કરવામાં આવશે. જેથી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં આચાર્યોએ પોતાની શાળાનાં પ્રતિનીધી મોકલીને પોતાની શાળાનાં વિદ્યાર્થોની હોલ ટિકીટ મેળવી લેવાની રહેશે. ત્યાર બાદ હોલ ટિકીટ પર શાળાનાં આચાર્યનાં સહી સિક્કા કરીને તે હોલ ટિકીટોનુ વિદ્યાર્થીઓમાં વિતરણ કરવાનુ રહેશે.

સુરત જિલ્લાના પ્રવાસી શિક્ષકો માટેનું લિસ્ટ 



Get Update Easy