HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

6 જાન્યુઆરી, 2016

Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી?

 Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી?
શિક્ષક મિત્રો, અહિં આપને Google Map પરથી આપના વિસ્તારની હાઇડેફીનેશન સેટેલાઇટ ઇમેજ તૈયાર કરવાની પ્રક્રિયા આપી છે. જેના દ્વારા આપ મોટા બેનરમાં પ્રિન્ટ કરી શકાય તેવી દુનિયાના કોઇપણ વિસ્તારનો નકશો કે ઉપગ્રહચિત્રની મોટી સાઇઝની ઇમેજ મેળવી શકશો.
અહિં આપને Google Map Saver સોફ્ટવેર આપેલ છે. જે નીચેની લિંક પરથી ડાઉનલોડ કરવો.
 Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી?

Download GMS.exe 
File - exe(Windows App) Size - 552 KB

મેપની ઇમેજ કઇરીતે બનાવશો?
  • gms.exe ડાઉનલોડ કરી ઓપન કરો.
  • Locationમાં આપના નજીકના જાણિતા વિસ્તારનું નામ આપી સર્ચ કરવું.
  • Resolution માટે ઇમેજ કેટલી સાઇઝની બનાવવી છે તે સેટ કરો.
  • Map Typeમાં નકશાનો પ્રકાર સેટ કરો. 
  • Save Capture Asમાં ઇમેજનો ફોર્મેટ સેટ કરો.
  • Go બટન ક્લિક કરો. અને ઇમેજ લોડ થાય ત્યાં સુધી રાહ જુઓ.
  • ઇમેજ બરાબર લોડ થાય પછી Save Capture As પર ક્લિક કરી ઇમેજ સેવ કરો.
 
 નવી દિલ્‍હી તા.પ : કેન્‍દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. જાન્‍યુ.૨૦૧૬ થી તેમના મોંઘવારી ભથ્‍થા (ડીએ)માં ૬ ટકાનો વધારો થવાના એંધાણ છે. નિષ્‍ણાંતોએ ગ્રાહક ભાવાંકના આધાર પર ગણતરી કરતા આ વિશ્‍લેષણ કર્યુ છે.
      જો કે સરકાર તરફથી ડીએ વધારાની અલગથી જાહેરાત મુશ્‍કેલ ગણાય રહી છે કારણ કે, ૭મા વેતનપંચ હેઠળ સંભવિત વધારાના આધાર પર જ વેતનનું નિર્ધારણ કરવામાં આવ્‍યુ છે અને એપ્રિલથી કેન્‍દ્રીય કર્મચારીઓને ૭માં વેતનપંચની ભલામણોનો લાભ મળી શકે છે. એવામાં ડીએનુ ચુકવણું નવા વેતન સાથે થવાની આશા છે.
      કર્મચારીઓને હાલ ૧૧૯ ટકા ડીએ મળે છે જો તેમાં ૬ ટકા વધારો કરવામાં આવે તો કુલ ડીએ મળીને ૧૨૫ ટકાએ પહોંચી જશે. નિષ્‍ણાંતોએ નવેમ્‍બરના મહિના સુધી જારી ગ્રાહક ભાવાંકના આધાર પર દાવો કર્યો હતો કે, કેન્‍દ્ર સરકારના લગભગ ૧ કરોડ કર્મચારીઓ અને પેન્‍શનરોને જાન્‍યુ.૨૦૧૬ થી ૬ ટકા ડીએ વૃધ્‍ધિનો લાભ મળવાની પુરેપુરી શકયતા છે.
      કેન્‍દ્રના આધાર પર જ રાજયોના કર્મચારીઓને પણ આ લાભ મળશે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ૬ ટકાથી ઓછી મોંઘવારી ભથ્‍થુ ત્‍યારે જ નક્કી થશે કે જયારે ડિસેમ્‍બરનો ભાવાંક ૧૩ આંક ઘટી જાય. જો કે તેની શકયતા નથી કારણ કે અગાઉ કદી આવુ થયુ નથી.
      જો ડિસેમ્‍બરનો ભાવાંક બે અંક વધે તો ડીએ વધારો ૬ ટકાને બદલે ૭ ટકા થશે તેની શકયતા પણ ઓછી છે કારણ કે સામાન્‍ય રીતે ડિસેમ્‍બરનો ભાવાંક સ્‍થિર રહેતો હોય છે અથવા તો ર થી ૩ અંક ઘટી જતો હોય છે. સુત્રોએ જણાવ્‍યુ છે કે, જાન્‍યુઆરીથી ડીએની જાહેરાત સામાન્‍ય રીતે એપ્રિલ મહિનામાં કરવામાં આવતી હોય છે.
      એવુ પણ બને કે એ સમયે ૭માં વેતનપંચની ભલામણનો અમલ પણ શરૂ થઇ જાય તેથી જરૂરી નથી કે, ડીએની જાહેરાત અલગથી થાય કારણ કે, ૭માં પગારપંચની ભલામણો જાન્‍યુઆરી ર૦૧૬થી લાગુ થશે અને આ હેઠળ જ સંભવિત ડીએ ૧રપ ટકા માનીને જ વેતનનુ નિર્ધારણ કરવામાં આવશે.



Get Update Easy