ગુજરાતમાં ‘ભરતી ઉત્સવ': વર્ગ ૧ થી ૩ની ૧૩૦૦ ખાલી જગ્યાઓ ભરવા અભિયાન
ગાંધીનગર
તા.૨૧: રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં નિવૃતિ તથા પ્રમોશન વગેરેને કારણે
તેમજ અગાઉ ભરતી પ્રતિબંધને લઇને હજારો અધિકારીઓ કર્મચારીઓની ખાલી જગ્યા
હોઇ તેની સીધી અસર વહીવટી તંત્રમાં પડી રહી છે.
હવે
મોડેમોડેથી પણ રાજ્ય સરકારે ભરતી પ્રક્રિયા હાથ ધરવાની તજવીજજ હાથ ધરી
છે. જેમાં અગાઉ ૧૦ વર્ષ માટે દોઢ લાખથી વધુ જગ્યાઓ ભરવાનો જાહેર કરાયેલ
કેલેન્ડરમાં પણ કોઇ પ્રક્રિયા હાથ ન ધરતા હવે ચાર વર્ષ સુધીની ખાલી પડેલી
૧૩ હજારથી વધુ જગ્યાઓ ભરવાની તજવીજ હાથ ધરી છે.
રાજ્ય
સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વહીવટી તંત્રમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે
ભરતી કરવામાં ન આવતા અને તેમાં નિવૃતિ તથા પ્રમોશનને કારણે ખાલી જગ્યાઓનો
મોટા પ્રમાણમાં વધારો થતાં વહીવટી તંત્રની કામગીરીમાં અસર થઇ રહી હતી. આવી
સ્થિતિમાં અગાઉ રાજ્ય સરકારે ૨૦૧૪ થી ૨૦૨૩ સુધીના ૧૦ વર્ષ માટે ૧,૫૩,૦૦૦
જેટલી કેનેન્ડર ૨૦૧૪માં જાહેર કર્યુ હતું. તે વખતે સરકારે બહાર પાડેલ
ઠરાવમાં જે તે વિભાગને પોતાની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારની સંબંધિત ભરતી
એજન્સીને પોતાના માંગણી પત્રકો મોકલી આપવાનું ઠરાવ્યું હતું.
સરકારના વહીવટીતંત્રમાં ખાલી જગ્યા અત્યારસુધી જેમની તેમ રહેવા પામી છે. એટલું જ નહી તેમાં ઉત્તરોતર વધારો થતો
રહ્યો છે.આવી સ્થિતિને લઇ રાજ્ય સરકારે હવે તંત્રની ખાલી જગ્યાના
મુદ્દાને હવે ગંભીરતાથી લઇને ભરતી ઝુંબેશ હાથ ધરવાની કામગીરી શરૂ કરી છે.જે
અનુસંધાને રાજયના સામાન્ય
વહીવટી વિભાગે ૨૦૧૪ થી લઇને આગામી વર્ષ ૨૦૧૭ સુધીની ખાલી જગ્યાઓ કે જે
૧૩૦૧૮ જેટલી થવા જાય છે. તે ભરવા માટેની મંજૂરી આપી દીધી છે અને આ બધી
જગ્યા એક સામટી ભરવા માટે સંબંધિત વિભાગે ભરતી એજન્સીઓને પોતાની માંગણીઓ
મોકલી આપવાની રહેશે.વર્ગ-૧ થી વર્ગ-૩ સુધીને આ ૧૩ હજારથી વધુ જગ્યાઓ ભરવા
માટે હવે રાજ્યમાં આગામી સમયમાં કામગીરી શરૂ થઇ જશે જેના કારણે રાજ્યના
લાખો બેકાર યુવાનોને સરકારી વહીવટી તંત્રમાં જોડાવાની તક મળશે.
IITRAM यूनिवर्सिटी CCC परीक्षा रिजल्ट 4 से 6 जान्यूआरी 2016
Result for the exam date: | 04/01/2016 | Click Here |
Result for the exam date | :05/01/2016 | Click Here |
Result for the exam date | :06/01/2016 | Click Here |