HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

10 ડિસેમ્બર, 2015


માર્ચમાં ધોરણ-10ના 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધો-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી 11 મી સુધી ફોર્મ ભરી શકશે
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં માર્ચ-૨૦૧૫ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૫.૪૨ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે માર્ચ-૨૦૧૬ની પરીક્ષા માટે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૫.૦૭ લાખ વિદ્યાર્થીઓ અત્યાર સુધી નોંધાઈ ચુક્યા છે. જોકે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ હજુ ૧૧ ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે તેમ હોઈ આ સંખ્યામાં વધારો થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સામાન્ય પ્રવાહમાં અંદાજિત સવા પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા તેવી શક્યતાઓ જણાઈ રહી છે. બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને પૂર્વ આયોજન શરૂ કરી
દેવાયું છે.
ધોરણ-૧૦ની માર્ચ-૨૦૧૬માં લેવાનારી પરીક્ષા માટે ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે. ધો-૧૦ના વિદ્યાર્થીઓએ ૮ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની હતી અને આચાર્યએ એપ્રુવલ આપવાની હતી. મુદ્દત પૂર્ણ થયા બાદ ધો-૧૦માં ૨૦૧૫ કરતા ૧૬ હજાર વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે. જ્યારે ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૦૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જોકે ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં તો હજુ ૧૧ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે તેમ હોઈ સંખ્યામાં વધારો થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ધો-૧૦માં ઓનલાઈન ફોર્મની મુદ્દત પૂર્ણ થઈ હોઈ બાકી રહેલા વિદ્યાર્થીઓ માર્ચ-૨૦૧૬ની પરીક્ષામાં હાજર રહી શકશે નહીં.

ધોરણ-૧૦ની માર્ચ-૨૦૧૫માં લેવામાં આવેલી પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૧૦.૬૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે આગામી માર્ચ-૨૦૧૬ની પરીક્ષા માટે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ધો-૧૦ની માર્ચ-૨૦૧૬માં લેવામાં આવનારી પરીક્ષા માટે બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેમાં સ્કૂલોએ વિદ્યાર્થીઓના ફોર્મ ભરી આચાર્યની એપ્રુવલ ૮ ડિસેમ્બર સુધીમાં આપી દેવાની હતી. મુદ્દત પૂર્ણ થયા બાદ ચકાસણી કરતા ધોરણ-૧૦ની માર્ચ-૨૦૧૬ની પરીક્ષા માટે ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ માર્ચ-૨૦૧૫ કરતા માર્ચ-૨૦૧૬ની પરીક્ષા માટે ૧૬ હજાર વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે.
 ધો.-10 ના બાળકોને માર્ચ-2016 ની તૈયારી માટે 
 
રેવેન્યુ તલાટી ભરતી, ૨૦૧૫ લેખિત પરીક્ષા નો સંભવિત અભ્યાસક્રમ .

સામાન્યજ્ઞાન અને બુદ્ધી કૌશાલ્ય : 35
 • સામાન્ય વિજ્ઞાનભારતનું બંધારણ
 • તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો
 • ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ 
 • ગુજરાતની ખેતી અને ઉધોગ
 • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સાહિત્યકલા
 •  ધર્મ
 • સામાન્ય બૌધ્ધિક કસોટી 
 • ખેલ જગત 
 • ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા  
 • પંચાયતી રાજ 
 • મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ 
 • વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો,મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.

ગુજરાતી ભાષા : 20 અને ગુજરાતી વ્યાકરણ : 15
 • સમાસ
 • છંદ
 • અલંકાર
 • સંધિ
 • સમાનર્થી-વિરોધી શબ્દો
 • શબ્દસમૂહ
 • કહેવતો
 • રુઢિપ્રયોગો કામ્પ્રેહેન્સન
 • વોકેબ્યુલારી
અંકગણિત : 15
 • નંબર સીસ્ટમ
 • .સા.અ ગુ.સાઅ
 •  અપૂર્ણાંક
 •  સાદું રૂપ
 • ઘનમૂળ અને વર્ગમૂળ
 • સરાસરી
 • ઉમર આધારિત
 • ટકાવારી
 • નફો-ખોટ
 • ઘાત અને ઘાતાંક
 • સમય અને કાર્ય
 • ભાગીદારી
 • મય અને અંતર
 • કામ અને મહેનતાણું
 • સાદું વ્યાજ અને ચક્રવૃધ્ઘીવ્યાજ
 • ઘનફળ અને ક્ષેત્રફળ
અંગ્રેજી વ્યાકરણ : 15
 • Tense
 • Active Passive 
 • Direct –Indirect Speech
 • Phrases
 • Reading Comprehension
 • Vocabulary 
 • Preposition
 • Idioms
 • Article
કુલ ગુણ: 100
 

આ જ્યુસને 5 દિવસ ખાલી પેટે પીવાથી તમારું વજન લગભગ 5 કિલો ઉતરી જશે.

રોજ એક્સર્સાઈઝ કરવાથી વજનમાં ઘટાડો તો કરી શકાય છે પણ વજનના વધવા ઘટવા પર ખાન-પાન પણ મહ્તવની ભૂમિકા ભજવે છે.
હવે તમે 5 મિનિટમાં તૈયાર થઈ જાય તેવી સિમ્પલ હેલ્થી જ્યુસનો ટ્રાય કરો જેનાથી તમારા શરીરની વધારાની કેલરી બાળી શકાશે. અને તમારું વજન પણ ચોક્કસ ઘટશે.
વજન ઘટાડવા માટેનું જ્યુસ તૈયાર કરવા માટે 60 ગ્રામ ધાણા (પેસ્ટ), 1 લીંબુ અને 4 ગ્લાસ પાણી લો.


એક વાસણમાં લીંબુ નીચવો, તેમાં ધાણાની પેસ્ટ નાખો, હવે તેમાં પાણી નાખીને મિશ્રણને બરાબર હલાવો. લો તમારું જ્યુસ તૈયાર.
આ જ્યુસને ખાલી પેટે 5 દિવસ સુધી લો, લીલા ધાણા પાચન શક્તિને વધારે છે સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ક્ષમતા પણ વધારે છે. તે લોહીની અશુદ્ધિઓને પણ દૂર કરે છે. લીંબુ હાઈ બ્લડ પ્રેસરને કંટ્રોલમાં રાખે છે.
જ્યુસને 5 દિવસ ખાલી પેટે પીવાથી તમારું વજન લગભગ 5 કિલો ઉતરી જશે.

Get Update Easy