આજનો વિચાર
- તમે જે સારું કાર્ય કરો છો તે ધર્મ છે. પણ તમે જેમાંથી સારું કાર્ય કરવાનું શીખો છો તે ધર્મગ્રંથ છે..
SSC અને HSC(General) માર્ચ ૨૦૧૫ની બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો ભરવા બાબતે
મિત્રો અમદાવાદની Institute of Infrasture Technology Research and Management દ્વારા મહીસાગર અને સુરેન્દ્રનગર જિલ્લાના કર્મચારીઓ માટે લાવનાર CCC Exam ની પરીક્ષા હૉલ ટિકિટ ડાઉનલોડ માટે નીચે ક્લિક કરો
Download Hall Tickets CCC Exam
ભારતનું ચંદ્રયાન-1
ચંદ્રયાન-1
ચંદ્રયાન ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરો ના એક અભિયાન અને યાન નું નામ છે. ચંદ્રયાન ચંદ્ર તરફ જવા વાળું ભારત નું પ્રથમ યાન છે.આ અભિયાન અંતર્ગત એક માનવરહિત યાનને 22 ઓક્ટોબર ,2008 ના રોજ ચંદ્ર પર મોકલવામાં આવ્યું અને આ યાન 30ઓગસ્ટ2009સુધીકાર્યરતરહ્યું. યાનપોલારસેટેલાઈટ લોન્ચ વેહિકલ એટલે કે PSLV રોકેટ વડે સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું.ચંદ્રયાનસાથે કુલ 11 ઉપકરણો જોડવામાં આવ્યા છે.જેમાં 5 ભારત ના અને 6 ઉપકરણો અમેરિકા ના છે. આ યાન ને ચંદ્ર સુધી પહોંચતા 5 દિવસો અને ચંદ્ર ની કક્ષા માં પ્રસ્થાપિત થતા 15 દિવસો લાગેલા.
ચંદ્રયાન નું પ્રક્ષેપણ કેવી રીતે થયું તેની માહિતી નીચે ની આકૃતિમાં દર્શાવેલ છે.
ચંદ્રયાન-1 નો પરિચય
યાનનું લોન્ચર રોકેટ PSLV
અંતરીક્ષ યાન નો પ્રકાર સમઘન
દરેક બાજુ નું માપ 1.5 મિ
લોન્ચિંગ સમયે વજન 1380 કિલો
ભ્રમણકક્ષામાં વજન 590 કિલો
ભ્રમણકક્ષાની ઉંચાઈ 100 કિલોમીટર
ભ્રમણકક્ષાનો પ્રકાર ઉતર-દક્ષીણ
પેનલ ની ક્ષમતા 700 વોટ
સર્વેક્ષક ઉપકરણો 11
ઈસરો ના ઉપકરણો 5
વિદેશના ઉપકરણો 6
મિશન ની અવધી 2 વર્ષ
ખર્ચ 400 કરોડ રૂ.અંદાજીત
મિશન આરંભ 22 ઓક્ટોબર 2008
મિશન અંત 28 ઓગસ્ટ 2009
ચંદ્રયાન-1 ના ઉપકરણો ની માહિતી
ચંદ્રયાન માં ઘણા બધા ઉપકરણો ગોઠવવામાં આવ્યા છે.અહી તેમાંના મુખ્ય સાધનો વિષે માહિતી આપવામાં આવેલ છે.
- MIP -MOON IMPACT PROBE-અંદાજીત 29 કિલો ના આ સાધન ને ચંદ્રની સપાટી પર ફેંક્યા બાદ જે ગેસ અને રજકણો નીકળે તેનું પૃથકરણ કરી ચંદ્ર ના ભૂપૃષ્ઠ ના ઘટકો ની માહિતી પ્રાપ્ત કરેલ જે માટે યાન રીમોટ સેન્સીંગ વડે કરેલ છે.
- LLRI -LUNAR LASER RANGING ISTRUMENT -આ સાધન વડે લેસર નો ઉપયોગ કરી ચંદ્ર ની સપાટી નો અભ્યાસ કરી તેનો નકશો બનાવશે આ જાત ના નકશાને relief મેપ કહે છે.
- M 3-MOON MINERAL MAPPER -આ સાધન 7 કિલો નું છે અને નાસા દ્વારા બનાવવામાં આવ્યું છે.નાસા એ ઈસરો ને અમુક રકમ ચૂકવીને આ સાધન ચંદ્રયાન સાથે મોકલવા આપ્યું છે.આ સાધન વડે ચંદ્ર પર ભવિષ્યમાં વસાહતો બનાવી શકાય કે કેમ તેની માહિતી મેળવવામાં આવશે
- HySI -HYPER SPECTRAL IMAGER -ઇસરોએ બનાવેલ આ સાધન દ્વારા ચંદ્ર ના જન્મ નું રહસ્ય જાણવામાં આવશે તેમજ ચંદ્ર ના ધ્રુવો પર બરફ આવેલ છે કે કેમ તેનું પણ સંશોધન કરશે
- TMC -TERRAIN MAPPING CAMERA -ચંદ્ર ની સપાટી ના 3ડી ફોટા માટે 5 રીઝોલુસન નો આ કેમેરો જોડવામાં આવેલ છે.
- HEX -HIGH ENERGY X -RAY SPECROMETER -ઈસરો નું 16 કિલો નું આ સાધન તેના વેવલેન્થ નો ઉપયોગ કરી ચંદ્ર માં રહેલા ખનીજ તત્વો ના આધારે તેનું બંધારણ તપાસશે
ચંદ્રયાન -1 ના પ્રક્ષેપણ નો વિડીયો જોવા માટે અહિ ક્લિક કરો
ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો