HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

21 નવેમ્બર, 2015

ગાંધીનગર, તા. ૨૦ :. અશોકકુમાર માથુર પંચે કેન્‍દ્રીય કર્મચારીઓ માટે સાતમા પગાર પંચનો અમલ કરવા ભલામણ કેન્‍દ્ર સરકારને સુપ્રત કરી દીધી છે. કર્મચારીઓનો પગાર ૨૩ ટકા જેટલો વધવા પાત્ર છે. કેન્‍દ્ર તેનો અભ્‍યાસ કરી અમલ કરે ત્‍યાર બાદ ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓને સાતમો પગાર પંચનો અમલ આપવા પાત્ર થશે.
   ગુજરાતમાં ૧ જાન્‍યુઆરી ૨૦૧૬થી સાતમુ પગાર પંચ લાગુ પડવા પાત્ર છે પરંતુ કેન્‍દ્રમાં લાગુ પડયા પછી ગુજરાત સરકાર તે અંગેનો વિચાર કરશે. રાજ્‍ય સરકાર નવુ પગાર પંચ ગમે ત્‍યારે સ્‍વીકારે પરંતુ પાછલી અસર ૧ જાન્‍યુઆરી ૨૦૧૬ની રહેવા પાત્ર થશે. રાજ્‍ય સરકાર પર કરોડોનું નવુ ભારણ આવશે. ૨૦૧૬ની મધ્‍યમાં સાતમા પગાર પંચનો ગુજરાતમા અમલ થવાનો નિર્દેશ સરકારના વર્તુળો આપી રહ્યા છે. કર્મચારીઓને એરીયસની ચૂકવણી તબક્કાવાર થાય તેવી શકયતા છે.

 ૭માં વેતનપંચમાં હવે પુરૂષોને પણ મળશે ચાઇલ્‍ડ કેર લીવ

   નવી દિલ્‍હી તા. ર૦ :.. સાતમાં પે કમીશનની ભલામણોમાં એવા પુરૂષ કર્મચારીઓ માટે ભેટ જે પોતાના બાળકોની સાર સંભાળ પોતે જ કરે છે. એવા કેન્‍દ્રીય કર્મચારીઓને ચાઇલ્‍ડ કેર લીવ આપવાની વાત સરકારની સામે રાખવામાં આવી છે. જે કર્મચારીઓના બાળકોની ઉમર ૧૮ વર્ષથી ઓછી છે. તેઓ તેનો ફાયદો ઉઠાવી શકશે. અત્‍યાર સુધી ફકતસ્ત્રી કર્મચારીઓને પોતાના સંપૂર્ણ સેવા કાળમાં બે વર્ષ તેમજ ૭૩૦ દિવસોની વધારેમાં વધારે સમયગાળા માટે સીસીએલ મળતી હતી. આ દરમ્‍યાન તેને સંપૂર્ણ ચુકવણી કરવી પડતી હતી.
   એકલી માતાઓને પણ તેનો ફાયદો મળશે. ભલામણ મુજબ, આવા કર્મચારી વર્ષમાં છ અંતરાલમાં સીસીએલ લઇ શકશે. હાલમાંસ્ત્રી કર્મચારીઓને ત્રણ વારમાં સીસીએલ લેવાની છૂટ છે. હાલમાંસ્ત્રી કર્મચારીઓ સીસીએલની દુરપયોગ કરવા અંગેની ફરીયાદો પર ભલામણો કરવામાં આવી છે કે પ્રથમ ૩૬પ દિવસ માટે ૧૦૦ ટકા પગાર અને ત્‍યારબાદના ૩૬પ દિવસો માટે ૮૦ ટકા વેતન આપવાના આવે જો કે પંચે માતૃત્‍વ અને પિતૃત્‍વ અવકાશ વધારવાની માંગ ફગાવી દીધી છે.

ધોરણ-10 ના વિધાર્થીઓ માટે : વિજ્ઞાન અને ટેકનો. 
ડાઉનલોડ


આચરણ
મનુષ્યની ફરજ છે કે તે સત્ય અને અસત્યનો તફાવત જાણવાનો પ્રયત્ન કરે. સત્ય એ આધ્યાત્મિક જગતનું સર્વશ્રેષ્ઠ રત્ન છે અને ભગવાને તેને જાણવાની ચોક્કસ યોગ્યતા પણ મનુષ્યને આપીછે, પરંતુ આ આધુનિક જમાનાના ખરાબ વિચારનાર લોકોએ એનું સ્વરૂપ એવું ગંદું કરી નાખ્યું છે કે તેની ઓળખાણ કરવી પણ ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે. એના માટે સૌથી પહેલો ઉપાય એ છે કે આપણે જાતે મન, વચન અને કર્મથી હંમેશા સત્યનું પાલન કરીએ. જે માણસ સત્યનું પાલન કરે છે તે સત્ય અને અસત્યની ઓળખ પોતાના સામાન્ય જ્ઞાનથી તરત જ કરી લે છે.સત્ય અને અસત્યની ઓળખ પર એટલા માટે ભાર મૂકવાની જરૂર છે કે જગતમાં આજકાલ અનેક મૂર્ખતાપૂર્ણ અસત્ય વિચાર અને અંધવિશ્વાસ ફેલાયેલા છે અને જે માણસ તેમનો ગુલામ બની રહેછે તે ક્યારેય પ્રગતિ કરી શક્તો નથી.એટલા માટે તમારે કોઈ એવી વાત ગ્રહણ કરવી ન જોઈએ કે જેને ઘણા લોકો માનતા હોય અથવા તો સદીઓથી ચાલી આવતી હોય અથવા તો ધર્મગ્રંથોમાં લખેલી હોય, જેને લોકો પવિત્ર માનતા હોય. તમારે જાતે તે વાત વિચારીને તે સાચી છે કે ખોટી યા યોગ્ય છે કે અયોગ્ય છે તેનો નિર્ણય કરવો જોઈએ. યાદ રાખો કે એક વિષયમાં ભલે એક હજાર માણસની સંમતિ હોય, પરંતુ જો તે લોકો તે વિષયમાં કશું પણ જાણતા ન હોય તો તેમના મતની કશી કિંમત રહેતી નથી.

Get Update Easy