HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

2 નવેમ્બર, 2015

આજનો વિચાર

  • આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!


મહાન ?

અંતકરણને કેળવણી આપ્યા વિના

કોઈ પણ મનુષ્ય મહાન બની શકતો નથી .

મહાન બનવું અને મહાન દેખાવું

એ બંને વચ્ચે જીવન અને મૃત્યુ જેટલો તફાવત છે.


મહત્વકાંક્ષા એ દોષ નથી ;

મહત્વકાંક્ષા છુપાવી તે દોષ છે 

धुमकेतू=



:– વિશ્વ ભૂગોળ –:
૧.બ્રહ્માંડ

ઉત્પતિ : વર્તમાન પૂર્વે આશરે ૧૪ અબજ વર્ષ
આયુષ્ય :આશરે ૯ અબજ વર્ષ
વિસ્તાર :૪૧,૨૫૩ ચો.અંશ.આશરે ૧૫ અબજ પ્રકાશવર્ષ ની ત્રિજીયાસુધી તેની સીમાનો વ્યાપ એક પ્રકાશવર્ષ :૯૪૬૦.૫૩ અબજ કિમી
નિવાસી :મંદાકિની વૃંદ ,મંદાકિની નિહારિકા ,તારાવૃંદ ,તારાગુચ્છ ,તારામંડળ ,રાશી નક્ષત્ર ,તારા ,ન્યુટન તારા ,ગ્રહો ,લઘુગ્રહો ,ધૂમકેતુ ,ઉલ્કા ,વાદળકણો તથા તત્વઘટકો
તારામંડલ :૮૮
સૂર્યમંડળ :૧૦
ગ્રહો :૯
તારાગુચ્છો :૧૦૦
તારા :૧૦૦ અબજ (1022)
રાશી :૧૨
નક્ષત્ર :૨૭
ગેલેક્સીઓ :(1011)
સૂર્યમંડળ :સૂર્યમંડળ ની ઉત્પતિ આશરે ૪..૫ x 109 વર્ષ પહેલા થઇ હોવાનું મનાય છે .તે સમયે સૂર્યની આજુબાજુ તકતી આકારનું વાદળ સર્જાયેલું હતું .આ વાયુ સંકોચન પામતો ગયો .જેમાંથી નાના નાના ખડકો બન્યા આ
નાના ખડકો એકબીજા સાથે અથડાયા કરતા .અથડાતા દરમિયાન તેઓ તૂટતા અને ફરી
પાછા જોડાઈને મોટા ખડક બનતા .મોટા ખડકો નાના ખડકો ને આકર્ષીને વધુ મોટા
ખડકોમાં ફેરવતા ક્રમશ :આ ખડકો ગ્રહના કદના બન્યા .આવી પ્રક્રિયાને કારણે
સૂર્યમંડળ નું નિર્માણ થયું .સૂર્ય ,નવગ્રહો અને તેમના ઉપગ્રહો ,પૂછડિયા
તારા તરીકે ઓળખાતા ધૂમકેતુઓ ,ખરતા તારાઓ તરીકે ઓળખાતી ઉલ્કા અને લઘુગ્રહો
સૂર્યમંડળના સભ્યો છે .સૂર્યમંડળ ના ગ્રહોના નામ અંતર પ્રમાણે બુધ,શુક્ર
,પૃથ્વી ,મંગળ ,ગુરુ ,શનિ, યુરેનસ ,નેપ્ચુન અને પ્લુટો .

૨.સૂર્યમંડળના ગ્રહો

નામ સૂર્યથી સરાસરી અંતર (કિમી) વ્યાસ (કિમી) સૂર્યની પ્રદક્ષિણા કરતા લાગતો સમય ઉપગ્રહોની સંખ્યા
બુધ ૫,૭૯,૬૦,૦૦૦ ૪,૮૪૮ ૮૮ દિવસ – – –
શુક્ર ૧૦,૮૩,૦૦,૦૦૦ ૧૨,૧૦૪ ૨૨૫ દિવસ – – –
પૃથ્વી ૧૪,૯૭,૩૫,૦૦૦ ૧૨,૭૬૨ 365.દિવસ A leap year: 366 Days
મંગળ ૨૨,૮૧,૫૩,૦૦૦ ૬,૭૬૦ ૬૮૭ દિવસ
ગુરુ ૭૭,૯૦,૪૭,૦૦૦ ૧,૪૨,૭૦૦ ૧૧.૯ વર્ષ ૧૬
શનિ ૧,૪૨,૮૨,૯૫,૦૦૦ ૧,૨૦,૮૦૦ ૨૯.૯ વર્ષ ૨૪
પ્રજાપતિ (યુરેનસ) ૨,૮૭,૮૨,૦૮,૦૦૦ ૫૧,૮૦૦ ૮૪ વર્ષ ૧૫
વરુણ (નેપ્ચુન) ૪,૫૦,૦૬,૯૧,૦૦૦ ૪૯,૪૦૦ ૧૬૪.૮ વર્ષ
યમ (પ્લુટો) ૫,૯૧,૭૧,૮૫,૦૦૦ ૨૨૮૫ ૨૪૮ વર્ષ
૩.અવકાશી પ્રદાર્થો
સૌથી મોટો ગ્રહ ગુરુ
સૌથી નાનો ગ્રહ બુધ
સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર
સૂર્યથી સૌથી દુરનો ગ્રહ પ્લુટો
સૂર્યથી નજીકનો ગ્રહ બુધ
લાલ રંગનો ગ્રહ મંગળ
સૌથી ઠંડો ગ્રહ પ્લુટો
સૌથી ગરમ ગ્રહ બુધ
પૃથ્વીથી સૌથી નજીકનો તારો સૂર્ય
સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ શુક્ર
પૂછડિયા તારા તરીકે ઓળખાતો ગ્રહ ધૂમકેતુ
પૃથ્વીથી નજીકના બે ગ્રહો શુક્ર અને મંગળ
સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલા ગ્રહો બુધ અને શુક્ર
આકાશમંડળમાં સૌથી ચળકતો તારો વ્યાધ
શનિના ગ્રહની આસપાસ ના વલયો ચાર
નારી આંખે જોઈ શકાય તેવા ગ્રહો મંગળ,બુધ,ગુરુ,શુક્ર ,શનિ
જે ગ્રહ પર જીવન છે તે પૃથ્વી
પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર
અવિચળ તારો ધ્રુવ
સપ્તર્ષિ તારાજૂથના સાત તારાઓના નામ મરીચિ,વરિષ્ટ ,અંગિરસ,અત્રિ, પુલરત્ય,પુલહ,ક્રતુ
સૌથી વધારે પરીક્રમ સમય ધરાવતો ગ્રહ પ્લુટો
સૌથી ઓછો પરીક્રમ સમય ધરાવતો ગ્રહ બુધ

ધો-૧૨ ક્રમિક વર્ગ વધારાને ઈન્‍ડેક્ષ નંબરમાં આનાકાની
બોર્ડની આડોડાઈથી વિદ્યાર્થી-શાળાઓમાં રોષ : ઇન્‍ડેક્ષ નંબરની ફાળવણી નહીં કરવામાં આવે તો બોર્ડની પરીક્ષાના ફોર્મ કઈ રીતે ભરી શકાશે તેવો પ્રશ્‍ન સર્જાયો
   અમદાવાદ, તા.૧,રાજયમાં ધોરણ-૧૨ના ક્રમિક વર્ગવધારાને ઈન્‍ડેક્‍સ નંબર ફાળવવામાં ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. રાજયની ઉચ્‍ચત્તર માધ્‍યમિક કેટલીક શાળાઓનાં ક્રમિક વર્ગ વધારા અન્‍વયેના ધોરણ ૧૨ના વર્ગોને ઈન્‍ડેક્‍સ નંબરની ફાળવણી નહિં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ફોર્મ કેવી રીતે ભરી શકશે. તેવો સવામણનો સવાલ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાંથી ઉઠવા પામ્‍યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના ઓનલાઈન આવેદન પત્રો ભરવાની કાર્યવાહી અત્‍યારે ચાલુ છે.
   આ આવેદન ફોર્મ આગામી તારીખ ૧૧મી સુધી જ ભરી શકાશે. દરમિયાન આવેદનફોર્મ ભરવા માટેના જરૂરી એવા ઈન્‍ડેક નંબર હજુ સુધી સળંગ એકમં બાદના ક્રમિક વર્ગવધારો (ધો-૧૨)ને નહિ ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓ પરીક્ષાનાં ફોર્મ કેવી રીતે ભરી શકશે. તેવો સવામણનો સવાલ ઉઠવા પામ્‍યો છે. કારણ કે, આવેદન ફોર્મ ભરવામાં સમય ઓછો હોવા છતાં શિક્ષણ બોર્ડ દ્વારા આજપર્યત ઈન્‍ડેક્‍સ નંબરની ફાળવણી કરવામાં આવી નથી. જેને લઈને ભારે ઊહાપોહ મચી ગયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા આજપર્યત ઈન્‍ડેકસ નંબર ફાળવવાનો પેચીદો પ્રશ્‍ન હલ થવામાં સમય વિતી જશે. આથી ડીઈઓએ પ્રાયોરીટીના ધોરણે ઈન્‍ડેક્‍સ નંબર ફાળવવાનો પ્રશ્‍ન હાથ પર લઈને નિરાકરણ લાવવું જરૂરી હોવાનો બળાપો ઠલવાઈ રહ્યો છે.

Get Update Easy