ભારતીય કલા એટલે ચોસઠ કલા
કલાની વાત આવે એટલે ભારતીય કલા વિશ્વમાં સૌથી આગળ છે.કલાનાં બે પ્રકાર
છે. હસ્તકલા અને લલિતકલા.માટીકામ,શિલ્પકલા,સ્થાપત્ય કલા,વગેરે હસ્ત કલાઓ
છે.જ્યારે નાટ્યકલા,સંગીતકલા,નૃત્યકલા વગેરે લલિતકલાઓ છે. ભારતીય
સંસ્કૃતિમાં ચૌદ વિદ્યા અને ચોસઠ કલા છે.તો ચાલો ચોસઠ કલાને જાણીએ.
ચોસઠ કલા
1.નૃત્ય કલા
2.વાદન કલા
3.ગાયન કલા
4.નાટ્ય કલા
5.ચિત્રકલા
6.તિલક સંચો બનાવવાની કલા
7.ફુલ-ચોખાનો ચોક પૂરવાની કલા
8.પુષ્પ શય્યા બનાવવાની કલા
9.દાંત-અંગ રંગવાની કલા
10.ઋતુ પ્રમાણે ઘર બાંધવાની કલા
11.શયનરચના
12.પુષ્પધાની વાપરવી
13.જલતરંગ વાદન કળા
14.કાયાકલ્પ કળા
15.માળા ગૂંથણ કલા
16.યુદ્ધ-શિકાર કળા
17.વેતાળ કળા
18.બાળ-સંભાળ કળા
19.શિષ્ટાચાર કળા
20.પાંસાની રમત કળા
21.દ્યૃત કળા
22.વસ્ત્રગોપન કળા
23.નામ-છંદનું જ્ઞાન
24.ક્રિયા-વિકલ્પ
25.છેતરપિંડી કળા
26.શીઘ્ર કવિતા કળા
27.અનુકરણ કળા
28.સ્મૃતિ કળા
29.યંત્ર કળા
30.વાદળાં-વિજળીથી અનુમાન કરવાની કળા
31.અઘરા શબ્દોનાં અર્થ કાઢવાની કળા
32.કાવ્યપાદ પૂર્તિ કળા
33.નેતરકામ કળા
34.પ્રદર્શન કળા
35.તર્કવિદ્યા કળા
36.કડીયાસુતારી કળા
37.વાસ્તુ કળા
38.રત્ન પરીક્ષણ કળા
39.ધાતુકામ કળા
40.સોના-ચાંદીકામ કળા
41.ખાણવિદ્યા કળા
42.વૃક્ષાયુર્વેદ કળા
43.પશુ-પક્ષી લડાવવાની કળા
44.શરીર અભ્યંગ કળા
45.મેના-પોપટ પઢાવવાની કળા
46.કર પલ્લવી
47.કેશ સંમાર્જન
48.દેશી ભાષાઓ જાણવાની કળા
49.વિદેશી ભાષાઓ જાણવાની કળા
50.વાંચન કળા
51.અંતકડી કળા
52.કોયડા કળા
53.સીવણ કળા
54.દોરા -વિધી કળા
55.પીણાંના કળા
56.રસોઇ કળા
57.હાથ કૌશલ્ય કળા
58.આભૂષણ વાપરવાની કળા
59.કુરૂપને રૂપવાન બનાવવાની કળા
60.જાદુઇ કળા
61.સુગંધી પદાર્થ બનાવવાની કળા
62.દેશકાળ મુજબ સજાવટ કળા
63.કાનનાં આભૂષણ બનાવવાની કળા
64.વાળમાં ફુલ ગૂંથવાની કળા