આજનો વિચાર
- પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે.
!…ગણેશજીના રૂપો અનેક…!
ગણેશજી છે, કર્તા-હર્તા
એ તો સૌના વિગ્નહર્તા
બુધ્ધિનાં સ્વામી છે,
રિધ્ધિ-સિધ્ધિનાં સ્વામી છે,
લાભ-શુભનું પ્રતિક છે,
નમ્રતાનું પ્રતિક છે,
મુષક જેનું વાહન છે,
શુભ ઘડીમાં પ્રથમ આહવાન
મસ્તક જેનું હાથીનું
યુધ્ધમાં છે. મહારથી,
શિવ-શિવાનો દુલારો છે,
પ્યારો એને મોદક છે,
નંદી-ગણોમાં રાજા છે,
જગ આખાનો મહારાજા છે,
દેવોમાં પ્રથમ પૂજ્ય એવા,
બિરાજો સૌના દિલમાં સુક્ષ્મ સ્વરૂપે
દેશના જાણીતા આ 8 ગણપતિ(અષ્ટવિનાયક), જેના દર્શન કરવાથી દરેક મનોકામના પુર્ણ થાય છે
17 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો
છે. જે માટે વેબદુનિયા દેશના જાણીતા ગણેશ મંદિરો વિશે બતાવશે. જેમા આજે અમે
તમને દેશના જાણીતા આઠ મંદિરો વિશે બતાવેશુ. જેમને અષ્ટવિનાયક કહેવાય છે. આ
બધા મંદિર મહારાષ્ટ્રમાં છે. એવુ કહેવાય છે કે આ મંદિરોમાં વિરાજેલ ગણેશના
દર્શન કરવાથી દરેક મનોકામના પુર્ણ થાય છે. મહારાષ્ટ્રના પુણે નિકટ
અષ્ટવિનાયકના આઠ મંદિર 20થી 110 કિલોમીટરની અંદર આવેલ છે. જેમા વિરાજીત
ગણેશની પ્રતિમાઓ સ્વયં પ્રગટ થઈ હોવાની માન્યતા છે.
શ્રી મયૂરેશ્વર
આ મંદિર પૂણેથી ૮૦ કિલોમીટર દૂર આવેલું છે.
આ મંદિરમાં ચારેય ખૂણામાં મિનારો અને લાંબા પથ્થરોની દીવાલો છે. ચાર
યુગનાં પ્રતીક એવા ચાર દ્વાર છે. મંદિરના દ્વાર પર શિવજીના વાહન નંદીની
ર્મૂિત સ્થાપિત છે. આ ર્મૂિત અંગે એવી માન્યતા છે કે પ્રાચીન કાળમાં શિવજી
અને નંદી આ સ્થળે વિશ્રામ કરવા માટે રોકાયા હતા, પરંતુ ત્યારબાદ નંદીએ
અહીંથી જવાની ના પાડી. ત્યારથી નંદી અહીંયાં જ છે. મંદિરમાં ગણેશજી બેસેલી
મુદ્રામાં વિરાજમાન છે. તેમની સૂંઢ ડાબી તરફ છે, ચાર ભુજાઓ અને ત્રણ નેત્ર
છે. એક કથા અનુસાર મયૂરેશ્વરના મંદિરની જગ્યાએ ભગવાન ગણેશ દ્વારા
સિંધુરાસુર નામના રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો. ગણેશજીએ મોર પર સવાર થઈને
સિંધુરાસુર સાથે યુદ્ધ કર્યું હતું. તેને કારણે જ તેમને મયૂરેશ્વર
કહેવામાં આવે છે.
સિદ્ધિવિનાયક
અષ્ટવિનાયકમાં બીજા ગણેશ સિદ્ધિવિનાયક છે. આ
મંદિર પૂણેથી આશરે ૨૦૦ કિલોમીટર દૂર છે. તે ભીમ નદીની પાસે સિદ્ધટેક
ગામમાં છે. સિદ્ધટેકમાં સિદ્ધિવિનાયક મંદિરને ખૂબ જ સિદ્ધ સ્થાન માનવામાં
આવે છે. આ મંદિર એક પહાડીની ચોટી પર બનેલું છે. જેનું મુખ્ય દ્વાર ઉત્તર
દિશાની તરફ છે. મંદિરની પરિક્રમા કરવા માટે પહાડીની ગોળ ફરતાં યાત્રા કરવી
પડે છે. અહીં ગણેશજીની ર્મૂિત ત્રણ ફૂટ અને અઢી ઇંચ જેટલી ઊંચી છે.
ર્મૂિતનું મુખ ઉત્તર દિશા તરફ છે. ભગવાન ગણેશજીની સૂંઢ જમણી બાજુની છે.
સિદ્ધિવિનાયક મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. સિદ્ધિવિનાયકને ઇચ્છા
પૂર્ણ કરનાર દેવ માનવામાં આવે છે. એક કથા પ્રમાણે ભગવાન વિષ્ણુએ અહીં કઠોર
તપ કરીને અનેક સિદ્ધિઓ મેળવી હતી.
શ્રી બલ્લાલેશ્વર
ત્રીજું મંદિર છે શ્રીબલ્લાલેશ્વર. તે
મુંબઈ-પૂણે હાઈવે પર પાલીથી ટોયન અને ગોવા રાજમાર્ગ પર નાગોથાનેથી પહેલાં
૧૧ કિલોમીટર દૂર આવેલું છે. એક કથા અનુસાર પ્રાચીન કાળમાં બલ્લાલ નામનો એક
છોકરો ગણેશજીનો પરમ ભક્ત હતો. તેણે પાલી ગામમાં વિશેષ પૂજાનું આયોજન
કર્યું. પૂજન કેટલાંયે દિવસો સુધી ચાલ્યું, પૂજામાં સામેલ ઘણાં બાળકો ઘરે
પાછાં ન ગયાં અને ત્યાં જ બેસી રહ્યાં. તેથી તે બાળકોનાં માતા-પિતાએ
બલ્લાલને માર માર્યો અને ગણેશજીની પ્રતિમા સહિત તેને જંગલમાં ફેંકી આવ્યા.
ગંભીર સ્થિતિમાં પણ બલ્લાલ ગણેશજીના મંત્રોનો જાપ કરી રહ્યો. તેના પર
પ્રસન્ન થઈને ગણેશજીએ તેને દર્શન આપ્યાં. બલ્લાલે આગ્રહ કર્યો કે તેઓ હવેથી
આ સ્થાન પર નિવાસ કરે અને ગણેશજીએ ભક્તની વાત માની લીધી.
શ્રી વરદવિનાયક
અષ્ટવિનાયક યાત્રામાં ચોથા ગણેશ શ્રી
વરદવિનાયક છે. વરદવિનાયક મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કોલ્હાપુરમાં
આવેલું છે. અહીં મહાડ નામનું એક સુંદર પર્વતોથી ઘેરાયેલું ગામ છે જ્યાં
શ્રી વરદવિનાયકનું મંદિર આવેલું છે. પ્રાચીન કાળમાં આ સ્થાન ભદ્રક નામથી
ઓળખાતું હતું. આ મંદિરમાં નંદદીપ નામનો એક દીપક ઈ.સ. ૧૮૯૨થી અખંડ પ્રજ્વલિત
છે. એક કથા અનુસાર પુષ્પક વનમાં ગૃત્સમદ ઋષિના તપથી પ્રસન્ન થઈને ભગવાન
ગણપતિએ તેમને 'ગણાનાં ત્વાં' મંત્રના રચયિતાની પદવી આપી અને ઈશ દેવતા
બનાવ્યા. વરદવિનાયક ગણેશજીનું નામ લેવામાત્રથી બધી જ કામનાઓ પૂરી થવાનું
વરદાન મળે છે. વર્ષ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
શ્રી ચિંતામણી
અષ્ટવિનાયકમાં પાંચમા ગણેશ ચિંતામણિ ગણપતિ
છે. આ મંદિર પૂણે જિલ્લાના હવેલી ક્ષેત્રમાં આવેલું છે. એક કથા પ્રમાણે
ગણરાજા શિકાર કરવા માટે ગયો હતો અને તેને ઋષિ કપિલાના આશ્રમમાં રોકાવું
પડયું. ઋષિએ સેના સહિત તેમને ભોજન કરાવ્યું. આ બધું ઈન્દ્રએ આપેલા
ચિંતામણિના પ્રતાપે થયું હતું. ચિંતામણીની શક્તિ જોઈ ગણરાજાને તે લેવાની
લાલચ જાગી. તેમના માગવાથી ઋષિએ ના પાડતા તેમણે ચિંતામણી છીનવી લીધો. ઋષિ
નિરાશ થઈને દેવી દુર્ગાના કહેવાથી ગણેશજીની પૂજા કરવા લાગ્યા. ગણેશજી
પ્રસન્ન થયા. તેમણે ગણરાજા સાથે યુદ્ધ કરીને ચિંતામણિ પાછો લઈ લીધો અને
ઋષિને પાછો આપ્યો, પરંતુ ઋષિએ તે લેવાની ના કહી. ત્યારથી જ આ ગણેશજીનું નામ
ચિંતામણી ગણેશ પડી ગયું.
શ્રી ગિરજાત્મજ
અષ્ટવિનાયક ગણેશમાં છઠ્ઠા ક્રમે શ્રી
ગિરજાત્મજ આવે છે. આ મંદિર પૂણે-નાસિક હાઈવે પર પૂણેથી આશરે ૯૦ કિલોમીટર
દૂર આવેલું છે. તે નારાયણ ગામથી આશરે ૧૨ કિલોમીટર દૂર આવેલું છે.
ગિરજાત્મજનો અર્થ થાય છે માતા પાર્વતીના પુત્ર ગણેશ. આ મંદિર ગુફામાં
આવેલું છે. મંદિર સુધી પહોંચવા માટે આશરે ત્રણસો સીડીઓ ચઢવી પડે છે. આ
મંદિરમાં વીજળી માટે બલ્બનો ઉપયોગ નથી કરાતો, કારણ કે મંદિરનું નિર્માણ જ એ
રીતે કરવામાં આવ્યું છે કે મંદિર આખો દિવસ સૂર્યનાં કિરણોથી પ્રકાશિત રહે
છે. મંદિરનું મુખ્ય દ્વાર દક્ષિણ તરફ છે. મંદિરની સામે એક વિશાળ સભામંડપ છે
જેમાં કોઈ જ સ્તંભ નથી. મુખ્ય મંદિરની ઊંચાઈ માત્ર સાત ફૂટ છે જેમાં ૬
સ્તંભ છે જેના પર ગાય, હાથી વગેરે કોતરવામાં આવ્યા છે.
શ્રી વિઘ્નેશ્વર
સાતમા ક્રમમાં વિઘ્નેશ્વર ગણપતિનું મંદિર
આવે છે. આ મંદિર પૂણેના ઓજર જિલ્લામાં જૂનર ક્ષેત્રમાં કુકદેશ્વર નદીના તટ
પર આવેલું છે. એક કથા અનુસાર હેમાવતીના રાજા અભિનન્દનાએ એક મહાન બલિદાન
પ્રદર્શન ઈન્દ્રનું આસન મેળવવા માટે કર્યું. તેથી દેવરાજ ઈંન્દ્રએ
વિઘનસુરને તેમાં બાધા નાખવા માટે બોલાવ્યો. તેણે સંતો અને સામાન્ય જનતાને
ખૂબ પજવ્યાં. ત્યારે લોકોએ ભગવાન ગણેશને પ્રાર્થના કરી. તેથી ગણેશજીએ
વિઘનાસુરને પરાસ્ત કર્યો. વિઘનાસુર ગણપતિનાં ચરણોમાં પડી ગયો અને પ્રાર્થના
કરી કે તેમની સાથે તેનું નામ પણ લોકો લે. વિનાયકે તેની પ્રાર્થનાનો
સ્વીકાર કર્યો. ત્યારથી આ સ્થાન વિઘ્નેશ્વર અથવા વિઘ્નરાજ તરીકે ઓળખાવા
લાગ્યું. ભગવાન વિઘ્નેશ્વર ગણપતિના નામથી ઓળખાવા લાગ્યા.
શ્રી મહાગણપતિ
અષ્ટવિનાયક મંદિરના આઠમા ગણેશજી છે
મહાગણપતિ. આ મંદિર પૂણેના રાંજણ ગામમાં આવેલું છે. પૂણે-અહમદનગર હાઈવે પર
૫૦ કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશા તરફ છે.
ગણેશ પ્રતિમા અદ્ભુત છે. પ્રચલિત માન્યતાઓ અનુસાર મંદિરની મૂળ ર્મૂિત
ભોંયરામાં છુપાયેલી છે. સદીઓ પહેલાં જ્યારે વિદેશીઓએ મંદિર પર આક્રમણ
કર્યું ત્યારે મૂળ મૂર્તિને બચાવવા માટે ભોંયરામાં છુપાવી દેવામાં આવી હતી.
મહાગણપતિને અષ્ટભુજા, દશભુજા અથવા બાર ભુજાવાળા માનવામાં આવે છે. સૂરજ
ઊગતાંની સાથે કિરણો સીધાં ર્મૂિત પર પડે છે. ત્રિપુરાસુર દૈત્યનો વધ કરવા
માટે ભગવાન શંકરને મદદ કરવા ભગવાન ગણેશે આ રૃપ ધારણ કર્યું હતું તેથી
તેમનું નામ ત્રિપુરવેદ મહાગણપતિના નામથી પ્રચલિત બન્યું.