HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

10 સપ્ટેમ્બર, 2015

આજનો વિચાર

  • અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શક્તી નથી. TET-2 Final Answer Key

New Press note about Examination From 2015
New Semester I and III Oct. 2015 વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવા બાબતે


પ્રતિભા શોધ, NMMS પરીક્ષા ૮ નવેમ્‍બરે લેવાશે તાલુકા સ્‍તરે પરીક્ષા લેવા માટેનું આયોજન : શિષ્‍યવૃત્તિનો લાભ લેવા ઈચ્‍છુક હોય તેવા વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે અરજી કરી શકશે : ઓનલાઈન આવેદન

નબળી ર્આથિક સ્‍થિતિ ધરાવત વિદ્યાર્થીઓને ઉચ્‍ચ અભ્‍યાસમાં મદદરૂપ થવાનાં ઉદેશ્‍ય સાથે લેવામાં આવતી રાષ્‍ટ્રીય પ્રતિભા શોધ  (એનટીએસઈ) અને નેશનલ મિન્‍સ  મેરિટ સ્‍કોલરશિપ (એનએમએમએસ) આગામી ૮ નવેમ્‍બરનાં રોજ લેવામાં આવશે. આ પરીક્ષાઓમાં ભાગ લેવા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ આ શિષ્‍યવળત્તિનો લાભ લેવાં માંગતા હોય તે પરીક્ષા આપવા માટે અરજી કરી શકશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ  રાજ્‍યમાં નબળી ર્આથિક સ્‍થિતી ધરાવતાં તેજસ્‍વી વિદ્યાર્થીઓનો માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ  દર ધટે તથા વિદ્યાર્થી ધોરણ ૧૨ સુધી અભ્‍યાસ કરી શકે તે હેતુથી ધોરણ ૮માં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મિન્‍સ મેરિટ સ્‍કોલપશિપ (એનએમએમએસ)ની યોજના એનસીઈઆરટી, ન્‍યુ દિલ્‍હી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. તેની  પરીક્ષાનાં કાર્યક્રમનું જાહેરનામુ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્‍યું છે. જે મુજબ પરીક્ષા માટે ૨૦ ઓગસ્‍ટથી ૧૫ સપ્‍ટેમ્‍બર સુધી ઓનલાઈન આવેદનપત્ર ભરી શકાશે અને શાળાઓમાં ભરાયેલા આવેદનપત્રો ૨૨ સપ્‍ટેમ્‍બર સુધીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી કે શાસનાધિકારીની કચેરીએ જમા કરાવવાનાં રહેશે. જ્‍યારે પરીક્ષા ૮ નવેમ્‍બરના રોજ યોજાશે. જે વાલીઓની આવક ર્વાષિક રૂપિયા ૧.૫૦ લાખની અંદર છે તેમનાં સંતાનો ુપરીક્ષા આપી શકશે. પરીક્ષા પાસ કરી મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા ૫૦૦ લેખે ર્વાષિક રૂપિયા ૬ હજાર શિષ્‍યવળત્તિ ચુકવવામાં આવશે. શિષ્‍યવળત્તિની રકમ ચાર વર્ષ સુધી મળવાપાત્ર છે. એનએમએમએસની પરીક્ષાની સાથે રાષ્‍ટ્રીય પ્રતિભા શોધ (એનટીએસઈ)ની પરીક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે. જેમાં ધોરણ ૧૦માં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી ભાગ લઈ શકશે. તેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને ધોરણ ૧૧ અને ૧૨માં માસિક રૂપિયા ૧૨૫૦નાં લેખે અને અન્‍ડર ગ્રેજ્‍યુએટ અને પોસ્‍ટ ગ્રેજ્‍યુએટના અભ્‍યાસક્રમ માટે માસિક રૂપિયા ૨૦૦૦નાં લેખે શિષ્‍યવળત્તિ આપવામાં આવશે. જ્‍યારે પીએચ.ડીના અભ્‍યાસક્રમ માટે યુજીસીના નિયમ મુજબ શિષ્‍યવૃત્તિ અપાશે.
  
મોંધવારી ભથ્‍થાને વધારીને ૧૧૯ ટકા કરવા દરખાસ્‍તને અંતે મંજુરી એક કરોડથી વધારે સરકારી કર્મચારી, પેન્‍શન મેળવનારને લાભ : કેન્‍દ્રીય કેબિનેટની બેઠકમાં મોંધવારી ભથ્‍થાનો દર છ ટકા વધારી૧૧૩ ટકાની જગ્‍યાએ ૧૧૯ ટકા કરાયો : પહેલી જુલાઈથી ડીએ વધારાને અમલી કરાશેકેન્‍દ્ર સરકારના કર્મચારીઓને તહેવાર પહેલાં જ મોટી ખુશી મળે તેવા ધટનાક્રમમાં કેન્‍દ્રીય કેબિનેટે મોંધવારી ભથ્‍થા અથવા ડીએને ૧૧૩ ટકાથી વધારીને ૧૧૯ ટકા કરવાની દરખાસ્‍તને લીલીઝંડી આપી દીધી છે. આ વધારાથી ૧ કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્‍શન મેળવી રહેલા લોકોને સીધો લાભ થશે. મોંધવારી ભથ્‍થામાં ૬ ટકાનો વધારો કરવામાં આવ્‍યો છે. સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, કેન્‍દ્રીય કેબિનેટે મોંધવારી ભથ્‍થાનો દર ૬ ટકા વધારીને ૧૧૯ ટકા કરવાને મંજુરી આપી છે. અત્રે નોંધનીય છે કે, એપ્રિલમાં સરકારે ડીએને છ ટકા વધારીને કર્મચારીના મૂળ પગારના ૧૧૩ ટકા કરવાની જાહેરાત કરી હતી અને તેને જાન્‍યુઆરીથી અમલી બનાવવાની જાહેરાત કરી હતી. ડીએની ચુકવણી મૂળ પગાર મુજબ કરવામાં આવે છે. ડીએમાં આ વધારો પહેલી જુલાઈથી અમલી કરવામાં આવશે. ડીએમાં વધારો છઠ્ઠા વેતન પંચની ભલામણના આધાર ઉપર સ્‍વીકાર્ય ફોર્મ્‍યુલા ઉપર આધારીત છે. આનો સીધો લાભ ૪૮ લાખ સરકારી કર્મચારી અને ૫૫ લાખ પેન્‍શન મેળવી રહેલા લોકોને થશે. ડીએમાં આ સુચિત વધારાને જુલાઈથી અમલી ગણવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીએમાં વધારો છેલ્લા ૧૨ મહિનાના કન્‍ઝ્‌યુમર પ્રાઈઝ ઈન્‍ડેક્‍સ ઈન્‍ડસ્‍ટ્રીયલ વર્કર્સના સરેરાશ પર આધારીત રહે છે. ગયા મહિનામાં જ કેબિનેટે સાતમા વેતનપંચની અવધિને ચાર મહિના સુધી લંબાવવાની દરખાસ્‍તને મંજુરી આપી હતી અને આની અવધિને ૩૧મી ડિસેમ્‍બર સુધી લંબાવી હતી.
 સાયન્‍સ સેમેસ્‍ટર પરીક્ષાના ફોર્મ ૩૦મી સુધીમાં ભરાશે
વિદ્યાર્થીઓની વિગતો બોર્ડને મોકલવાની સુચના : ૩૦મી સપ્‍ટેમ્‍બરની અવધિ બાદ કોઈપણ સંજોગોમાં ફોર્મ સ્‍વીકારાશે નહીં : ૨૧મી સુધી માહિતી મોકલવાની રહેશે
   અમદાવાદ, તા.૯,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી નવેમ્‍બર મહીનામાં લેવાનાર વિજ્ઞાન પ્રવાહ સેમેસ્‍ટર-૧ અને ૩ન પરીક્ષામાં ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી ૩૦મી સપ્‍ટેમ્‍બર સુધીમાં બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ત્‍યાર બાદ કોઈપણ સંજોગોમાં ફોર્મ સ્‍વિકારવામાં આવશે નહીં. આ ઉપરાંત શાળાઓએ વિદ્યાર્થીઓની માહિતી ૨૧ સપ્‍ટેમ્‍બર સુધીમાં શિક્ષણ બોર્ડને મોકલી આપવાની રહેશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વિજ્ઞાન પ્રવાહના સેમેસ્‍ટર ૧ અને ૩ની પરીક્ષા બીજી નવેમ્‍બરથી લેવામાં આવનાર છે. ત્‍યારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહેવા માટે ૩૦મી સપ્‍ટેમ્‍બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રત્રમાં વિદ્યાર્થીઓએ પોતાનું નામ, અટક, અને અન્‍ય વિગતો શાળાના રેકોર્ડ અને ધોરણ ૧૦ની માર્કશીટમાં દર્શાવ્‍યા મુજબ ભરવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતા સમયે વિદ્યાર્થીઓએ પરીક્ષાની નિયત ફી પેટે રૂપિયા ૨૭૦ ચલણથી જમા કરાવવાની રહેશે. વિદ્યાર્થીના પરીક્ષા ફોર્મ કાળજીથી, ભુલ વિના સમય મર્યાદામાં ભરાઈ જાય ને શાળાનાં આચાર્ય અને સંચાલક મંડળ તથા બિન શૈક્ષણીક કર્મચારીઓને જવાબદારી રહેશે. જો આ ઉપરાંત અગાઉનાં વર્ષમાં પ્રથમ સેમેસ્‍ટરમાં ગેરહાજર રહેલ વિદ્યાર્થી તેમજ ગેરરીતી વાળા વિદ્યાર્થી કે જે વિષયમાં ગેરહાજર હોય તે વિષય પુરતી જ પરીક્ષાનું રીપીટરનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનું રહેશે. જ્‍યારે સેમેસ્‍ટર-૨ બાદ સેમેસ્‍ટર-૩માં શાળા છોડી ગયેલા અથવા સેમેસ્‍ટર -૩માં શાળા છોડી ગયેલા અથવા સેમેસ્‍ટર -૩મા નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓની યાદી શાળાઓએ ૨૧મી સપ્‍ટેમ્‍બર સુધીમાં શિક્ષણ બોર્ડને મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત એક વિષયની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી પેટે રૂપિયા ૧૦૦, બે વિષયની પરીક્ષા આપવા માટે રૂપિયા ૧૫૦, ત્રણ વિષયની પરીક્ષા આપવા માટે રૂપિયા ૨૦૦ અને ચાર કે તેથી વધુ વિષયની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓએ ૨૭૦ રૂપિયાનું ચલણ ઓનલાઈન ભરવાનું રહેશે.

ધર્મજ કરોડોની સંપત્તિ ધરાવતું ભારતનું સૌથી પૈસાદાર ગામ છે-

 અમદાવાદ,મંગળવાર
આર્થિક વિકાસની દોડમાં દેશના ગામડાઓ હજુ પણ પછાત રહી ગયા છે,રોજગારીના અભાવે મોટા શહેરો તરફ લોકની દોટ વધતી જાય છે ત્યારે ૧૧૦૦૦ની વસ્તી ધરાવતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામ બન્યું છે.આજે આ ગામના ૩૦૦૦ થી પણ વધુ લોકો પરદેશમાં વસે છે.વર્ષો પહેલા પરદેશ નિકળી ગયેલા લોકોની નવી પેઢીને વડિલો ગામની મુલાકાતે લાવે છે.
માત્ર આર્થિક માપદંડ જ નહી આરોગ્ય, શિક્ષણ,ખેતી,સહકાર,લોક ભાગીદારી અને સેવા પ્રવૃતિના કારણે આ ગામ અન્ય ગામોથી જુદુ પડે છે.ગામડામાં પણ શહેરો જેવી સુવિધાઓ ધરાવતા થઇ જાય તો ગામડાઓમાંથી શહેરો તરફ લોકો દોટ મુકી રહયા છે તે અટકી જાય.વિકસિત ગામ કોને કહેવાય એ ધર્મજ જોયા પછી આપો આપ સમજાઇ જાય છે.
૧૩ બેંકોમાં ૧,૦૦૦ કરોડથી પણ વધુ ડિપોઝીટ પડી છે
ધર્મજમાં ૧૯૫૯માં સૌ પ્રથમ દેનાબેંકની શાખા ખુલી હતી.ત્યાર બાદ ૧૯૬૯માં દેશમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓ ખુલી હતી.આ ઉપરાંત ૪૫ વર્ષ પહેલા ગામના ૫૪ સભાસદોએ ભેગા મળીને ૬.૬૩ લાખની ડિપોઝીટ સાથે સહકારી બેંકની શરૃઆત કરેલી આ સહકારી બેંક હાલમાં ૧૪.૨૦ કરોડની ડિપોઝીટ ધરાવે છે. આ ઉપરાંત ગામમાં નાની મોટી ૧૩ બેંકોમાં ૧૦૦૦ કરોડથી પણ વધુ ડિપોઝીટ પડી છે.આ રકમ દેશના કોઇ પણ ગામમાં હોય તેના કરતા વધારે છે. આજે ધર્મજ ગામની આ સમૃધ્ધિનું કારણ ગામના વર્ષોથી પરદેશમાં રહેતા નાગરીકો છે કે જેમણે ગામના વિકાસમાં મહત્વનો રોલ અદા કર્યો છે.ગામના નાગરીક રાજેશભાઇ પટેલ ધર્મજ ગામ પર પુસ્તક પણ લખ્યું છે.તેઓ કહે છે સતત દોડતી જતી જીવનની ઘટમાળમાં ખોવાયેલા માનવીને શોધવો હોય કે પછી આધુનિક શહેરોની સુખ સગવડો સાથે પ્રદુષણ મુકત ગ્રામ જીવનનો અનુભવ માણવો હોય તો ધર્મજ અચૂક જોવું જોઇએ.ધર્મજ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વાસદ વટામણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર - ૮ પર આવેલું ગામ છે.ગામમાં ૨૭૭૦ કુટુંબો વસે છે.જયારે ગામની કુલ વસ્તી ૧૧૩૩૪ જેટલી છે.
૧૯૦૬માં ગામના જોઇતારામ કાશીરામ પટેલે પહેલું પરદેશ ગમન કરેલું
એક જમાનામાં વિદેશ જવું વિકટ મનાતું હતું ત્યારે ગામમાંથી ૧૯૦૬માં જોઇતારામ કાશીરામ પટેલ નામની વ્યકિત માંઝા જયારે ચતુરભાઇ પટેલ યુગાન્ડાના મબાલે ખાતે ગયા હતા.૧૯૧૦માં માન્ચેસ્ટર જનારા પ્રભુદાસ પટેલ ગામમાં માન્ચેસ્ટર વાળા તરીકે ઓળખાતા હતા. જયારે ૧૯૧૧માં એડન ખાતે ગામના ગોવિંદભાઇ પટેલે તમાકુનો વેપાર શરૃ કર્યો હતો. આ ગામના ૩૦૦૦ થી પણ વધુ લોકો વિદેશમાં વસે છે. જેમાં ૧૭૦૦ બ્રિટનમાં,૮૦૦ અમેરિકામાં,૧૬૦ ન્યુઝીલેન્ડમાં,૨૦૦ કેનેડામાં અને ૬૦ ઓસ્ટ્રેલિયામાં રહે છે.વિદેશમાં વસતા મોટા ભાગના લોકો વેલસેટ અને પરિવાર સાથે રહે છે. આથી તેઓ જયારે પોતાના માદરે વતન પધારે ત્યારે ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ ઉભું થાય છે.ધર્મજ ગામના બેંક કર્મચારીના જણાવ્યા અનુસાર આ ગામના એન આર આઇ સરકારી બેંકોમાં પૈસા મુકવાનું વધારે પસંદ કરતા હોવાથી આ ગામ દેશનું ધનવાન ગામ બન્યું છે.
ગામમાં દર વર્ષે ધર્મજ ડે પણ ઉજવાય છે જેમાં વિદેશ રહેતા મૂળ ગામવાસીઓ ભાગ લે છે
ગામમાં ધર્મ જ ડે પણ ઉજવાય છે.એટલું જ નહી દાયકાઓ પહેલા પરદેશમાં રહેતા લોકો પોતાના સંતાનોને ધર્મજ ગામનો પરિચય કરાવે છે. જયારે વડિલો વર્ષમાં એક વખત ધર્મજ ગામની અચૂક મુલાકાત લે છે. ખાસ કરીને આ ગામના નાગરીકો હોટલ અને મોટેલ અને સ્ટોર્સના બિઝનેસમાં સાહસિકતા, પ્રમાણિકતા, મહેનત અને વ્યવસ્થાપનના કારણે પોતાના ક્ષેત્રમાં ખૂબજ નામ કાઢયું છે. આથી ધર્મજ ગામના નાગરીકને ધર્મજીયન કહેવામાં આવે છે.જેમ નોન રેસિડન્સ ગુજરાતી એટલે એનઆરજી એવી જ રીતે પરદેશમાં રહેતા ધર્મજના નાગરીકને એનઆરડી તરીકે ઓળખવામાં આવે છે. ધર્મજ ગામમાં ત્રણ પેઢીથી બહાર રહેતા લોકોએ ત્રણ થી ચાર મહિના ગામમાં રહેવા માટે પરદેશ સ્ટાઇલના નવા મકાનો પણ બાંધવાનું શરૃ કર્યું છે આથી જે પોતાના વતન પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.આથી ધર્મજ સૌને ગમી જાય તેવું ગામ બન્યું છે.૧૨ મી જાન્યુઆરી ૨૦૦૬ના રોજ ધર્મજ ડે પણ ઉજવાયો હતો.જેમાં ધર્મજનું નામ રોશન કરનારા વતનીઓને ધર્મજ રત્ન અને ધર્મજ ગૌરવ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 


 Get Update Easy