HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

13 સપ્ટેમ્બર, 2015



ASI-PSI BHARTI :- PROVISIONAL RESULT DECLARE.
 

સડસડાટ ચરબી ઉતારશે મધ+તજનાં ઉપાય


            

વજન ઘટાડવા માટે તમે હજારો જતન કરતાં હોવ છો પરંતુ વજન ઘટવાનું નામ જ લેતું નથી અને તમે પરેશાન રહો છો. હકીકતમાં વજન તમારા ખાનપાન પર નિર્ભર રાખે છે. તમે શું અને કઈ રીતે ખાઓ તે બહુ મહત્વ ધરાવે છે. જેથી આજે અમે તમને ફટાફટ વજન ઘટાડવાની કેટલીક ટ્રિક્સ બતાવવાના છે. આ બહુ જ સરળ છે. તો ચાલો પૈસા ખર્ચ્યા વિના વજન કંટ્રોલ કરવા માટે તૈયાર થઈ જાઓ. આ બન્ને વસ્તુઓ એટલી કારગર છે કે તેનાથી તમારું વધતું વજન અને પેટ પરની ચરબી બન્નેને ઝડપથી ઘટાડી શકાય છે.
મધના ગુણ
મધમાં હજારો ગુણો રહેલાં છે. તેનાથી શરીરને એનર્જી મળે છે અને વજન ઓછું થાય છે. મધ જ એકમાત્ર એવો ગળ્યો પદાર્થ છે જે તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. આ સિવાય મધ કોલેસ્ટ્રોલને શરીરમાં વધવા દેતું નથી. આનાથી તમે ઊર્જાવાન રહો છો. જેથી જેટલા ઊર્જાવાન રહેશો એટલી કેલરી વધારે ખર્ચ થશે અને તમારું વજન કંટ્રોલમાં રહેશે.
તજના લાભ
મધ સિવાય તજ પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. આમાં પણ થોડીક મીઠાશ હોય છે. પેટ અને પાચન માટે તજ ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. તજનો ઉપયોગ પ્રાચીન સમયથી એક શ્રેષ્ઠ ઔષધી તરીકે કરવામાં આવે છે. આ સિવાય તજનું સેવન બ્લડ શુગર અને મેટાબોલિઝ્મને પણ સરખું રાખે છે. આના નિયમિત સેવનથી વજન વધતું નથી અને ચરબી ઘટે છે.

મધ અને તજનો નુસખો વજન ઘટાડવા માટે
મધ અને તજ બન્ને પ્રાકૃતિક ગુણોથી ભરપૂર હોવાથી તમે આની મદદ મનગમતું વજન મેળવી શકો છો. જેથી તજ અને મધનું સેવન તમારા ભોજનમાં સામેલ કરી દો. તમારું વજન થોડાક દિવસોમાં જ કંટ્રોલમાં આવી જશે.
તજ અને મધની ચા
જો તમને ચા પીવાની આદત છે તો હવેથી તમે તજ અને મધની ચા પીવાનું શરૂ કરી દો. સવારના સમયે એક કપ પાણીમાં એક ચમચી તજનું પાઉડર નાખીને ઉકાળવું. ત્યારબાદ તેમાં મધ નાખીને ઉકાળવું. દરરોજ એક કપ આ ચા (ઉકાળો) પીવાથી કેવી પણ ચરબી હોય ઓગળવા લાગશે.
મધ અને લીંબુ

સવારે વહેલાં ઉઠીને એક ગ્લાસ નવશેકા પાણીમાં મધ અને લીંબુ મિક્ષ કરીને પીવું. આવું કરવાથી શરીરમાં બનનારું ગંદુ ફેટ નિકળી જાય છે અને તમે આખો દિવસ એક્ટિવ રહો છો.
મધ અને તજનું ટોસ્ટ
રોજ સવારે નાસ્તામાં જામ કે બટર ખાવાની જગ્યાએ તમે બ્રેડ પર મધ અને તજ નાખીને ખાઈ શકો છો. બ્રેડની એક પરત પર મધ લગાવવું અને તેની પર તજનો પાઉડર છાંટવો. આવું કરવાથી શરીરમાં ચરબી જમા નહીં થાય અને ટોસ્ટ પણ ટેસ્ટી લાગશે.
મધને નવશેકા પાણીમાં મિક્ષ કરીને પીવું
જો તમે ટૂંક જ સમયમાં સ્લિમ અને ફિટ થવા માગતા હોવ તો તેના માટે પાણીમાં મધ મિક્ષ કરીને રોજ પીવું જોઈએ. જો તમને લીંબુ અને મધ ભાવતું નથી તો તમે આ ઉપાય કરી શકો છો. દરરોજ સવારે ખાલી પેટ આ રીતે મધવાળું પાણી પીશો તો જલ્દી પરિણામ મળશે.
રાતે સૂતા પહેલાં મધ
  • મધ સ્વાસ્થ્ય માટ અત્યંત ગુણકારી હોવાથી તમે કોઈપણ રીતે તેનો ઉપયોગ કરી શકો છો. રાતે સૂતા પહેલાં એક ચમચી મધ પીવાથી મેટાબોલિઝ્મ સ્વસ્થ રહે છે અને શરીરમાં ફેટ ભેગો થતો નથી. સાથે રાતે મધનું સેવન કરવાથી સારી ઉંઘ પણ આવે છે.
  • મધ અને તજનું સેવન દિલના દર્દીઓ માટે પણ ફાયદાકારક હોય છે કારણ કે મધ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. જેથી ભવિષ્યમાં દિલની બીમારીઓથી બચવું હોય તો મધ અને તજનું સેવન શરૂ કરી દો.

Get Update Easy