HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

31 જુલાઈ, 2015

ગુરૂ પૂર્ણિમા

 Image result for Gurupurnima gif image Image result for Gurupurnima gif image

Image result for Gurupurnima gif image Image result for Gurupurnima gif image


ગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ

શાસ્ત્રોમાં ગુ એટલે અંધકાર અને રૂ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવેછે.ગુરુમોક્ષનોસાચોરાહબતાવનારભોમિયોછે
મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.

ઓશો કહે છે ગુરૂ નો અર્થ છે એવી મુક્ત થયેલી ચેતનાઓ, જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી છે,પણ તમારા સ્થાન પર ઉભી છે, તમારી પાસે છે. થોડુક ઋણ શરીર પ્રત્યે તેનુ બાકી છે. તેને ચુકવવાની પ્રતીક્ષા છે, સમય ખૂબ થોડો છે. 
ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||

ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય

અર્થાત,ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.
ગુરૂની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી, દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરૂએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યુ છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરૂએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે. તેથી ગુરૂનો મહિમા માતા-પિતાથી પણ ઉપર છે.
એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય !
ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.
You were a light for me in the dark,

You were an inspiration and an aspiration,

Support me always,

I will succeed in all ways,



Happy Guru Purnima!


ગુરૂભક્ત એકલવ્ય - સાચી ગુરુ દક્ષિણા

eklavya


દ્રોણાચાર્યે કૌરવા તથા પાંડવોને ધનુર્વિદ્યા અને અનેક પ્રકારની શસ્ત્રવિદ્યામાં પારંગત કરવા માડ્યા ત્યારે કેટલાક બીજા રાજાઓ અને રાજ પુત્રો એમની પાસે અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા શિખવા માટે આવવા માડ્યા. વૃષ્ણીઓ અધકો અને કર્ણે પણ એમની પાસે આવીને વિદ્યાશીખી.
અર્જુન ધનુરવિદ્યાનુ વધુમા વધુ જ્ઞાન મેળવવા હંમેશા દ્રોણાચાર્ય પાસે જ રહેતો હતો તે તેમનો લાડલો શિષ્ય હતો. દ્રોણાચાર્ય પોતે પણ તેનુ વિશેષ ધ્યાન રાખતા. અર્જુનની ગુરુભકિત્ અને તેની શ્રધ્ધા અને તેની વિદ્યા થી પ્રસન્ન થઈને તેમને વચન આપ્યુ કે તે એ વાતનો ખ્યાલ રાખશે કે આ ધરતી પર તેના જેવો કોઈ બાણવીર નહિબને.
નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એક્લ્વ્ય પણ તેમની પાસે શિક્ષા લેવા માંગતો હતો પણ દ્રોણાચાર્યે કહ્યુ કે ' મારી પાસે બધા રાજકુમારો જ આવે છે અને તુ એક ભીલપુત્ર છે. તને શીખવાડુ તો રાજકુમારો નારાજ થશે, એટલે તુ મારો શિષ્ય નહિ બની શકે.
પરંતુ એકલવ્ય નિરાશ ન થયો. એણે દ્રોણાચાર્યને વંદી, મનોમન તેમને ગુરુ માની ત્યાંથી પ્રયાણ કર્યુ. પછી જંગલમાં જઈને એમની માટીની મૂર્તિ બનાવી, અને એમની આગળ ધનુરવિદ્યા શિખવાની શરુ કરી. ગુરુએ શિષ્યનો સ્વીકાર ન કર્યો તો શુ થયુ શિષ્યે તો તેમને ગુરુ માની લીધા હતાને? જેથી કરીને એની ભાવનાનો વિજ્ય થયો.અને એની સફળતાનો માર્ગ મોક્ળો થયો.
એકવાર ગુરુની આજ્ઞાથી કૌરવો અને પાંડવો શિકાર માટે રથમાં બેસીને વનમા જતા હતા ત્યારે તેમણે શિકાર કરવાના સાધન અને કૂતરા સાથે ફરતા કોઈ માનવને જોયો. કૂતરો જંગલના રસ્તે એકલો આગળ વઘીને ધનુર્વિદ્યાના પ્રયોગો કરતા એકલવ્ય પાસે પહોચી ગયો.
જટાધારી એકલવ્યને જોઈને તે ભસવા માંડ્યો, એટલે એકલવ્યે તેને ભસતો બંધ કરવા માટે એના મુખમાં કુશળતાપૂર્વક સાતબાણ માર્યા.એ બાણ થી કૂતરો મર્યો પણ નહિ કે ઘાયલ પણ ના થયો. બસ મૂગો બની ગયો. એવી જ અવસ્થામાં એ પાંડવો પાસે આવીને ઉભો રહ્યો ત્યારે પાંડવો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમની બુધ્ધિ કે સમજ શકિત કાઈ કામ ન કરી શકી. આવી કુશળવિદ્યા તેમણે ક્યાંય જોઈ નહોતી કે એની કલ્પનાપણનહોતીકરી.
તે આતુરતાપૂર્વક એ શૂરવીર્ ને જોવા વનની અંદર ગયા. પણ એકલવ્યનુ બાહ્યરુપ બદલાઈ ગયુ હોવાથી તેને ઓળખી શક્યા નહિ. એકલવ્યે પોતાની ઓળખાણ આપતા જણાવ્યુ કે ' હું હિરણ્ય ધનુનો પુત્ર અને દ્રોળાચાર્યનોશિષ્યછું.
તેનો પરિચય પામીને તેની પ્રશંસા કરતા-કરતા તેઓ ગુરુ પાસે ગયા અને બધી વાત કરી. દ્રોળાચાર્યને ધણું આશ્ચર્ય થયુ કે 'મારો એક પણ શિષ્ય આટલો નિપુણ નથી તો પછી આ કોણ છે જેને હું નથી શિખવાડ્યુ છતાંય તે મારો શિષ્ય છે. જ્યારે તેમણે અર્જુનની સામે જોયુ તો એના ચેહરાના ઈર્ષાના ભાવને જોઈને એના મનની વાત સમજી ગયા. તેમણે મનોમન કશુ વિચાર્યુ અને તે અર્જુનને લઈને એકલવ્ય પાસે ગયા.
એકલવ્ય તેમણે ઓળખીને એમના ચરણોમાં પડીને એમનુ વિધિપૂર્વક પૂજન કર્યુ.તેને હાથ જોડીને પોતાની શિષ્ય તરીકે ઓળખાણ આપી, એટલે દ્રોણાચાર્યે કહ્યુ kકે તે મારી મરજી વગર મને ગુરુ બનાવીને વિદ્યાતો મેળવી લીધી તો હવે ગુરુદક્ષિણા પણ આપવી પડશે.એકલવ્યે ગુરુદક્ષિણામાં સર્વ કાંઈ સમર્પિત કરવાની તૈયારી બતાવી. દ્રોણાચાર્યતો અર્જુન પ્રતિ શિષ્ય પ્રેમમાં પોતાની મહાનતા પણ ભૂલી ગયા હતા અને તેમણે પોતાની મહાનતાને ન શોભે તેવી માંગણી કરી અને એકલવ્ય પાસે જમણા હાથનો અંગૂઠો માંગી લીધો જમણાં હાથનો અંગૂઠો એટલે ધનુર્વિદ્યાની જીવાદોરી, એના વગર આ વિદ્યાની કલ્પના કરી જ ના શકાય.
એકલવ્ય અગર ઈચ્છા રાખતતો એ ના પાડી શકતો હતો, પણ તેને પોતાના વિદ્યાની લાજ રાખીને તરતજ પોતાના જમણા હાથનો અંગૂઠો કાપી આપીને સાચા શિષ્યની ઓળખાણ આપી અને પોતાની સમર્પણભાવના ને કારણે અમર બન્યો.

 Image result for Gurupurnima gif image 

 ગુરુપૂર્ણિમા વિશે પૂ.મોરારીબાપુના વિચાર - Video Download (Morari bapu )



Get Update Easy