આજનો વિચાર
- પહેલું ભણતર જ એ છે કે સભ્યતાથી બોલતાં શીખવું.
કમ્પ્યુટર ચિત્રમય માર્ગદર્શિકા : ઈ-બુક
ચિત્ર સાથે
કમ્પ્યુટર
શીખવા માટે ઘણી બુકની રાહ જોતા હોઈએ. તો અહી એક કમ્પ્યુટરની ઈ-બુક પીડીએફ ફાઈલમાં
મુકેલ છે.
આ બુકમાં તમને નીચેની તમામ માહિતી ચિત્ર સાથે જોવા મળશે જેથી તમને સરળતા રહે.
આ બુકમાં નીચેની માહિતી આવરી લીધી છે.
- કમ્પ્યુટર ફંડામેન્ટલ
- MS Office વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ
- આઉટલુક
- વિન્ડોઝ
- ઈ મેઈલ અને ઈન્ટરનેટ
બુક ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
બુકની સાઈઝ 18 MB.
આ તમને સીસીસી મા પણ કામ લાગશે.
આ બુકમાં તમને નીચેની તમામ માહિતી ચિત્ર સાથે જોવા મળશે જેથી તમને સરળતા રહે.
આ બુકમાં નીચેની માહિતી આવરી લીધી છે.
- કમ્પ્યુટર ફંડામેન્ટલ
- MS Office વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ
- આઉટલુક
- વિન્ડોઝ
- ઈ મેઈલ અને ઈન્ટરનેટ
બુક ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
બુકની સાઈઝ 18 MB.
આ તમને સીસીસી મા પણ કામ લાગશે.
પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલકલામના જીવનનો સૌથી મોટો અફસોસ
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલકલામે પોતાના જીવનમાં સફળતાના તમામ શિખરો સર કર્યા છે.પરંતુ તેમના જીવનનો સૌથી મોટો અફસોસ પોતાના માતા પિતાથી સંબંધિત છે.તેમણે જણાવ્યું હતું કે, "મને મારા માતા પિતાને 24 કલાક વિજળી પુરી ન પાડી શકવાનો ખુબ અફસોસ છે."
એપીજે અબ્દુલ કલામે પોતાના નવા પુસ્તક 'રિઈગ્નાઇડ સાઈન્ટિફિક પાથવેજ
ટુ અ બ્રાઈટ ફ્યુચર'માં મનની લાગણીઓને ખોલતા જણાવ્યું હતું કે, "પોતે ખુબ
ખુશ છે કે પોતાના પૈતુક ઘર તમિલનાડુના રામેશ્વરમમાં 99 વર્ષના ભાઈ એપીજે
મરઇકયાર જે વર્તમાન સમયમાં વસવાટ કરે છે ત્યાં તેમને હવે 24 કલાકની વિજળી
પ્રાપ્ત થાય છે.જેનો શ્રેય તકનીક ક્ષેત્ર આવેલા આમુલ વિકાસને જાય છે.જોકે
પોતાને પિતા જૈનુલાબદ્દીન 103 વર્ષ અને માતા આશિઅમ્મા 93 વર્ષ જીવિત રહ્યા
પરંતુ તેમને 24 કલાકની વિજળી પ્રાપ્ત ન કરાવી શક્યા તેનો અફસોસ છે. જોકે
મારા ભાઈને આ મુશકેલીનો સામનો ન કરવો પડે અને 24 કલાક વિજળી પ્રાપ્ત થાય એ
માટે મે એક સોલર પેનલની પણ ગોઠવણ કરી આપી છે.જેથી પાવર કટના સમયે પણ અવિરત
વિજળી મળી રહે."
ફાનસના અજવાળે ઝળકતુ હતુ કલામનું ઘર :-કલામે પોતાની લાગણીઓને વાચા આપતા જણાવ્યું હતું કે, " હું મારા માતાપિતાને એવી સુવિધાઓ ન આપી શક્યો કેમકે તે સમયે વિજળીની સુવિધા નહીવત હતી.અને જેનો ખુબ અફસોસ છે." ઘરમાં પોતે સૌથી નાના હોવાથી કલામનુ ખાસ સામાજિક સ્થાન ન હતું. તેઓ જે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યાં પણ વિજળીની સુવિધા ન હતી. તેમના ઘરમાં ફાનસથી અજવાળુ થતું અને તે પણ સાંજે સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી જ.
'રિઈગ્નાઇડ સાઈન્ટિફિક પાથવેજ ટુ અ બ્રાઈટ ફ્યુચર' :-
ર્ડો કલામે પોતાનુ નવુ પુસ્તક 'રિઈગ્નાઇડ સાઈન્ટિફિક પાથવેજ ટુ અ બ્રાઈટ
ફ્યુચર' માં પોતાના જીવનની કેટલીક અજાણી અને રસપ્રદ વાતોને વર્ણવી
છે. પોતાના સહયોગી સૃજનપાલસિંહ સાથે મળીને લખેલા આ પુસ્તકમાં તેમણે
યુવાનોને રોબોટિક,ન્યુરોસાયન્સ,પેથોલોજી જેવા વિષયોમાં કેરિયર બનાવવા માટે
જણાવ્યું છે.
પ્રેરણાઓને પોતાની સફળતાનો સ્તંભ બનાવે યુવાનો - કલામ
પેગ્વિન દ્વારા પ્રકાશિત પ્રસ્તુત પુસ્તકમાં તેમણે બાળકોને અપીલ કરી છે
કે તેઓ પોતાના જીવનમાં બનેલ નાની નાની ઘટનાઓને પોતાની સફળતા માટેના
પ્રેરણાસ્ત્રોત બનાવે જેથી તેઓ પોતાની અંદર એક નવા વિચારોની ક્રાંતિ ઊભી
કરી શકે અને જીવનમાં નવા ઉદ્દેશ્યો અને લક્ષ્યને પામવામા મદદ મળી રહે.
અમદાવાદમાં સ્માર્ટ લર્નિંગ પ્રોગ્રામની સીએમના હસ્તે શરૂઆત