- વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદી ની મન કી બાત :
- વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદી ની મન કી બાત : વિધાર્થીઓ માટે
General knowledge for Gujarat
➡કાંકરિયા તળાવની
મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? – નગીનાવાડી
➡કાંતિ મડિયાની
નાટ્ય સંસ્થાનું નામ શુંૠ છે ? – નાટ્યસંપદા
➡કુદરતી રંગો
દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
– પાટણ
➡કુમાર ગાંધર્વ એવૉર્ડ
કયા રાજયની સરકાર આપે છે? – ગુજરાત
➡કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? – હેમચંદ્રાચાર્ય
➡કૃષ્ણમિત્ર
સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? – પોરબંદર
➡કેન્સરના નિદાન
અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? – સંજીવની રથ
➡કેળવણીકાર
નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? -
ભાવનગર
➡ખંભાતનું પૌરાણિક
નામ શું છે? : સ્તંભતીર્થ
➡ખેડબ્રહ્મા નજીક
કયા ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? – ગુણભાખરી
➡ગરીબી દૂર કરવા
માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? – બાબુભાઇ જશભાઇ પટેલ
➡ગિરનાર પર્વત પર
મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? – વસ્તુપાલ-તેજપાલ
➡ગુજરાત
ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી ? – કેશુભાઇ પટેલ
➡ગુજરાત ઉર્જા
વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? – વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)
➡ગુજરાત ટુરિઝમ
ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’
કયાં યોજે છે ? – સાપુતારા
➡ગુજરાત ટુરિઝમ
ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? – ઇ.સ. ૧૯૭૩
➡ગુજરાત ટેકનોલોજી
યુનિવર્સિટી કયાં આવેલી છે? – ગાંધીનગર
➡ગુજરાત નું
સૌપ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ ક્યાં શરુ થયું ?-સુરત
➡ગુજરાત પ્રવાસન
નિગમની સ્થાપના કયારે થઇ ? – ઇ.સ. ૧૯૭૫
➡ગુજરાત બહાર
પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? – કાવેરીને કાંઠે કુંભકોણમ્માં
➡ગુજરાત સરકારની
ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? – રાજભાષા
➡ગુજરાત સરકારે
ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા
ખાતાની રચના કરી છે ? – ગ્રંથાલય ખાતું
➡ગુજરાત
સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ? – રણજીતરામ વાવાભાઇ મહેતા – ૧૯૦૪
➡ગુજરાતના
આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? – પીછોરા
➡ગુજરાતના
ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? – સિદ્ધહેમ શબ્દાનુશાસન
➡ગુજરાતના
કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? – થરાદ
➡ગુજરાતના કયા
અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? – ડૉ. આઇ. જી. પટેલ
➡ગુજરાતના કયા
આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? – દિવાળીબેન ભીલ
➡ગુજરાતના કયા
ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી?
– કસ્તુરભાઇ લાલભાઇ
➡ગુજરાતના કયા
જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? – સલીમઅલી
➡ગુજરાતના કયા
પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર
➡ગુજરાતના કયા
મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? – ચંદુલાલ
ત્રિવેદી-ઓરિસ્સા
➡ગુજરાતના કયા
મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારાતો નથી? – વીરપુરનું જલારામ મંદિર
➡ગુજરાતના કયા
રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? – સંત પીપાજી
➡ગુજરાતના કયા
રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? – ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
➡ગુજરાતના કયા
લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? – ગરબા
➡ગુજરાતના કયા
વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? – કે.કા. શાસ્ત્રી
➡ગુજરાતના કયા
વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? – પ્રભાસ પાટણ
➡ગુજરાતના કયા
શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? – જામનગર
➡ગુજરાતના કયા
શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? – નડિયાદ
➡ગુજરાતના કયા
શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? – જામનગર
➡ગુજરાતના કયા
શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? – અમદાવાદ
➡ગુજરાતના કયા
શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? – સુરત
➡ગુજરાતના કયા સ્થળે
૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? – ઉદવાડા
➡ગુજરાતના ઘરઘરમાં
જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? – સંત પુનિત મહારાજ
➡ગુજરાતના જાણીતા
ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? – ચોરવાડ
➡ગુજરાતના દરિયાઇ
વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? – ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
➡ગુજરાતના
દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે
કેટલું હોય છે? – ૪૫થી ૭૦ ટન
➡ગુજરાતના પ્રથમ
ઉર્દૂ ગઝલકાર કોણ છે ? – વલી ગુજરાતી
➡ગુજરાતના પ્રથમ
મહિલા કુલપતિ કોણ હતા? – હંસા મહેતા
➡ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ? – ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા