(પ્રેરણાદાયક પ્રસંગ) – શૈલેષ સગપરિયા
સામાન્યમાંથી અસામાન્ય
સુરેન્દ્રનગર જિલ્લાના એક સામાન્ય પરિવારનો છોકરો ભણવામાં તો સામાન્ય
કરતા પણ નીચો હતો. ધો. ૧૦ સુધીનો અભ્યાસ સરકારી શાળાઓમાં જ કર્યો અને ધો.
૧૦ના એના પરિણામમાં એની વિદ્વતાનો પરિચય એણે બધાને કરાવ્યો. ગણિત, વિજ્ઞાન
અને અંગ્રેજી આ ત્રણેય મહત્વના વિષયોમાં ૧૦૦માંથી ૩૫ માર્કસ આવ્યા આ
બંદાને. સ્વાભાવિક છે કે માર્કશીટ જોઈને કોઈ સ્કૂલ એડમિશન આપવા તૈયાર નહોતી
કારણ કે આવા નબળા વિદ્યાર્થીને એડમિશન આપીને ભલા કઈ શાળા પોતાનું પરિણામ
બગાડે ?
સાયન્સ કે કોમર્સનો તો વિચાર જ ન કરી શકાય. આ પરિણામના આધારે, એટલે આપણે
આ મિત્રએ આર્ટ્સ રાખ્યું. અંગ્રેજી તો એવું સારું કે ફોર્મ ભરતી વખતે એના
નામનો પહેલો અક્ષર કેપીટલને બદલે સ્મોલ કરેલો અને છેલ્લો અક્ષર સ્મોલને
બદલે કેપીટલ કરેલો. આટલું સારું અંગ્રેજી હોવાથી અંગ્રેજી સાથે આર્ટ્સ
કરવાનો વિચાર કર્યો.બસ અહીંથી વાર્તામાં બદલાવ આવે છે. મને કેમ અંગ્રેજી ના આવડે ? જો સામાન્ય માણસ અંગ્રેજી શીખી શકે તો હું કેમ નહીં ? મારું અંગ્રેજી કેમ ન સુધરે ? અને એણે સખત મહેનત શરૂ કરી. બી.એ. પછી એમ.એ. અને બી.એડ. કર્યું. વિદ્યાસહાયક તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૫૦૦ના ફિક્સ પગારમાં નોકરી શરૂ કરી.
અહીંયા એના દિમાગમાં એક સ્વપ્નબીજ રોપાયું. મારે સામાન્ય શિક્ષક તરીકે નહીં પરંતુ આઈએએસ બનીને કલેક્ટર તરીકે કામ કરવું છે. ધો.૧૦માં માંડ માંડ પાસ થયેલા આ શિક્ષક મિત્રએ આભને આંબવાનું અને દેશની સર્વોચ્ચ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. રોજની ૧૨ થી ૧૪ કલાકની મહેનત. નોકરી પણ મૂકી દીધી.
પ્રથમ વાર પરીક્ષામાં બેઠા પરિણામ આવ્યું નાપાસ, બીજી વાર નાપાસ, ત્રીજી વાર નાપાસ, ચોથી વાર નાપાસ… હવે તો હદ થાય વારંવારની નિષ્ફળતા પછી પણ પ્રયાસ ચાલુ. કદાચ આ પંક્તિઓ આપણા એ મિત્ર માટે જ લખાઈ હશે.
“સફળતાનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહીં લાવું,
હજુ તો મારે મંઝીલને લાત મારવાની બાકી છે.”
પાંચમાં પ્રયાસે આપણા આ મિત્રએ પોતાની મંઝીલને લાત મારી. યુપીએસસી પાસ
કરી અને એ પણ અંગ્રેજી માધ્યમમાં અને એને આઈએએસ કેડર મળી અને ગુજરાત રાજ્ય
મળ્યું. ગુજરાત રાજ્યમાં જ આઈ.એ.એસ. અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી તુષાર
સુમેરા હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
જો મનોબળ મજબૂત હોય તો સખત મહેનત દ્વારા સામાન્યમાંથી અસામાન્ય બની
શકાય. માત્ર ટકાવારીના આધારે જ કોઈનું મૂલ્યાંકન કરવાની ભૂલ ક્યારેય નહીં
કરતા.
વેદિક ગણિતની ઈ-બુક ડાઉનલોડ કરો
અત્યારનો
યુગ ઝડપી યુગ છે. તમામ વસ્તુઓ ઝડપી કરી લેવી એ હવે ટેવ બની ગઈ છે. હવે વાત કરીએ ગણિતની, તો ગણિતમાં પણ ગણતરી કરવાની ઝડપી રીતો છે. આ ઝડપી રીતો છે આપણા વેદિક ગણિતમાં.
વેદિક ગણિત આપણા વેદોમાંથી લેવાયેલ છે. તેમા ઘણી ટૂંકી રીતો આપેલી છે. તો અહીં વેદિક ગણિતનો પરિચય આપતી અને કેટલીક ટૂંકી રીતોના સમાવેશ સાથે એક ઈ-બુક મુકેલ છે.
વેદિક ગણિત ઈ-બુક ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
વેદિક ગણિત આપણા વેદોમાંથી લેવાયેલ છે. તેમા ઘણી ટૂંકી રીતો આપેલી છે. તો અહીં વેદિક ગણિતનો પરિચય આપતી અને કેટલીક ટૂંકી રીતોના સમાવેશ સાથે એક ઈ-બુક મુકેલ છે.
વેદિક ગણિત ઈ-બુક ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો