HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

2 એપ્રિલ, 2015


 
શિક્ષણ બોર્ડના ચેરમેન પદે એજે શાહની વરણી કરાઈ
શાહ ૧૯૯૯ની બેચના આઈએએસ અધિકારી : શાહ હવે બોર્ડ ચેરમેન આરઆર વરસાણીની જગ્‍યા લેશે
અમદાવાદ, તા.૧,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના નવા ચેરમેન પદે એ.જે. શાહની નિમણૂક કરવામાં આવી છે શાહ બોર્ડના ચેરમેન પદે આર.આર.વરસાણીની જગ્‍યા લેશે. પ્રાપ્ત થતી માહીતી મુજબ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનાં ચેરમેન તરીકે આર.આર.વરસાણીનો કાર્યકાળ  ભારે વિવાદોથી ભરેલો રહ્યો છે તેમાંય તાજેતરમાં લેવામાં આવેલ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા દરમિયાન વિવિધ છબરડાઓ અને આયોજનમાં ગેરવહીવટ સહીતનાં મુદ્દે આર.આર.વરસાણી સામે માછલા ધોવાઈ રહ્યા હતા. ત્‍યારે હવે તેમનાં સ્‍થાને ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનાં નવા ચેરમેન પદે એ.જે. શાહની નિમણૂક કરવામાં આવી છે. એ.જે. શાહનો જન્‍મ ૧૨ ડીસેમ્‍બર ૧૯૫૬માં થયો હતો. તેઓ ગુજરાત ૧૯૯૯ બેચનાં કેડેટનાં આઈએએસ અધીકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. એ.જે.શાહ અગાઉ સરદાર સરોવર પુનઃવસવાટ એજન્‍સીમાં સંયુક્‍ત કમિશ્‍નર, અમદાવાદ જિલ્લા વિકાસ અધીકારી, સુરત અને કચ્‍છ જિલ્લા કલેક્‍ટર સહીતનાં સ્‍થળો ઉપર ફરજ બજાવી ચૂકયા છે આ ઉપરાંત પંચાયત અને ગ્રામ વિકાસ હેઠળની લાઈવલીહુડ પ્રમોશન કંપનીમાં મેનેજીંગ ડીરેક્‍ટર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે.  
 
 આસપાસની જીવાતને દૂર રાખે એવો બલ્‍બ
આસપાસની જીવાતને દૂર રાખે એવો બલ્‍બ
ન્‍યુયોર્ક તા. ૧ :.. ચોમાસામાં બલ્‍બ સળગતો હોય ત્‍યારે એની આસપાસ અસંખ્‍ય જીવાત આવીને ફરતી હોય છે. લાઇટ કરો એટલે બહારના અંધારામાંથી જીવાત દોડીને ઘરમાં લગાડેલા બલ્‍બની આસપાસ બણબણવા લાગે. હવે એન્‍જિનીયરોએ એવો બલ્‍બ શોધ્‍યો છે જે જીવાતને પોતાનાથી દૂર રાખે. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા અને ફિલિપ્‍સ કંપનીના સંશોધકોએ ભેગા મળીને ઓછી તરંગલંબાઇ ધરાવતા બ્‍લુ પ્રકાશનાં કિરણોવાળો બલ્‍બ બનાવ્‍યો છે. ઓછી તરંગ લંબાઇવાળા બ્‍લુ રંગનાં કિરણો તરફ ર૦ ટકા ઓછી જીવાતો આકર્ષાય છે એવું સંશોધકોએ નોંધ્‍યું છે. આ બલ્‍બને કારણે ચોમાસામાં તેમજ અન્‍ય કોઇ પણ સીઝનમાં જીવાતને ઘરમાં આવતી અટકાવી શકાય છે. એલઇડી લાઇટસના બ્‍લુ રંગની તરંગલંબાઇથી જીવજંતુઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. જીવજંતુઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. જીવજંતુઓને ઘરમાં આવતાં અટકાવવા માટે નવી ઓછી તરંગલંબાઇ ધરાવતા બલ્‍બનો પ્રકાશ પણ લગભગ નોર્મલ સફેદ પ્રકાશ જેવા હોય છે. 

 પાતળા થવું હોય તો રોજ માત્ર આ 7 નિયમ અપનાવો, હઠીલી ચરબી ઓગળશે 


-પાણી આપણા શરીર માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે શરીરમાં યોગ્ય માત્રામાં પાણી હોય તો શરીર અનેક રોગોથી મુક્ત રહે છે. પરંતુ શું તમે જાણો છો કે શરીર સુડોળ અને ઘાટીલું રાખવામાં પણ પાણી એટલું જ જરૂરી છે. જેથી નવા વર્ષમાં વધુથી વધુ પાણી પીવાનો નિયમ બનાવો. ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવાથી શરીરના ટોક્સિન્સ દૂર થાય છે અને મેટાબોલિઝ્મ પણ ઠીક રહે છે. જેથી દરરોજ ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ.

- બજારમાં મળતાં જાત-જાતના પીણાં પીવાની ટેવ લોકોમાં વધતી જઈ રહી છે. જે સ્થૂળતા વધારવામાં એક મૂળભૂત કારણ છે. આ પીણાઓમાં કોલ્ડ્રિંક્સ, ચા, કોફી આ બધાં પીણાઓનો સમાવેશ થાય છે અને વધુ માત્રામાં આ પીણાઓનું સેવન આપણા શરીર માટે હાનિકારક હોય છે. જે શરીરમાં ચરબીને વધારે છે અને સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. 

- આજકાલની જીવનશૈલીમાં લોકોને રાહતના બે પળ મળતાં નથી. એક બીજાથી આગળ જવાની હોડમાં લોકો પાસે સમય જ નથી રહ્યો. જેથી ઘર, કામકાજ અને અનેક પ્રકારના અન્ય ટેન્શન વ્યક્તિને અંદરોઅંદર બાળ્યા કરે છે અને વ્યક્તિ હમેશાં ચિંતામાં રહે છે. પરંતુ આ ચિંતા શરીર માટે શત્રુ હોય છે જે વજનમાં વધારો કરે છે. ટેન્શન શરીરમાં કોર્ટિસોલનું સ્તર વધારે છે. જેના કારણે પેટના ભાગ પર તેજીથી ફેટ વધે છે. साસાથે જ તણાવમાં પણ વધારો થાય છે. જેથી પોતાની જાત માટે સમય કાઢો અને શાંત ચિત્તે પોતાના વિશે વિચારો.
-જો સવારે નિયમબદ્ધ રીતે દરરોજ ખાલી પેટે પાણીમાં લીંબુ નાખીને તેનું સેવન કરવામાં આવે તો સ્થૂળતામાંથી નિજાત મેળવી શકાય છે. ઠંડીમાં નવશેકા પાણીમાં લીંબુ અને મધ નાખીને તેનું સેવન કરવાથી શરીર ઘાટીલું અને તંદુરસ્ત બને છે.

-ફાઈબર એક એવું તત્વ છે જે શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સને પાચન ધીમું કરવામાં મદદ કરે છે. આ સિવાય તે શરીરમાં ફેટી એસિડને જમા થવાથી પણ રોકે છે જેથી તમારા ભોજનમાં ફાઈબરનો ઉપયોગ જરૂર કરવો. ફાઈબરને કારણે પાચન દુરસ્ત રહે છે અને સારું પાચનતંત્ર ચરબી જમા થવા દેતું નથી.
-રોજ સવારે ઓછામાં ઓછું અડધો કલાક તો ચાલવા જવું જ જોઈએ. સાથે ઝડપથી ચાલવું એ વજન ઘટાડવાનો સૌથી કારગર અને સરળ રસ્તો છે. 45 મિનિટની સેરથી 300 કેલેરી ઘટે છે.

- તેળલું અને તેલ મસાલાવાળો ખોરાક ન લેવાનો નિયમ બનાવો. સાથે જ કેલેરી બેલેન્સ સાથેના ફુડ ખાવા માટેનો ચાર્ટ તૈયાર કરો જેથી તમને ખ્યાલ રહે કે શેમાંથી કેટલી કેલેરી મળે છે.

આ સાત નિયમ અનુસરવાથી તમે ચોક્કસ જાડામાંથી પાતળા થઈ જશો પરંતુ આ નિયમોનું પાલન નિયમબદ્ધ રીતે કરવું.

ભારતની ‌શિક્ષ્‍ાણપ્રણા‌લિનો લેટેસ્ટ અેક્સ-રે (જેમાં બધું કાળુંધબ્બ છે)

એકવીસમી સદીને જ્ઞાનની સદી તરીકે ઓળખવામાં આવે છે અને નવી પેઢીમાં જ્ઞાનનું સિંચન થાય તેમજ નોલેજ ઇઝ પાવરનું સૂત્ર મૂર્ત બને એ ભારત સહિત એશિયાના ઘણા દેશોની સરકારોના ટોપ અજેન્ડા પર છે. પરંતુ આવો ઉમદા અજેન્ડા હાથ પર લેવો તે એક બાબત છે અને અજેન્ડાનું એટલું જ ઉમદા રીતે અમલીકરણ થવું એ જુદી બાબત છે. સરકારમાં મોટે ભાગે તો એ બન્ને નોખી બાબતોનો હસ્તમેળાપ થતો નથી, પરંતુ મલયેશિયાની, દક્ષિણ કોરિયાની, સિંગાપુરની અને ચીનની સરકારોને તેમાં અપવાદ ગણવી રહી. નવી પેઢીને જ્ઞાનની સદી માટે તૈયાર કરવા એ ચારેય દેશોએ પોતાની શિક્ષણ પ્રણાલિમાં ધરખમ ફેરફારો આણ્યા છે. મલયેશિયાએ ૨૦૧૩ની સાલમાં Malaysia Education Blueprint તરીકે ઓળખાતી બ્રાન્ડ-ન્યૂ એજ્યૂકેશન સિસ્ટમ અમલમાં મૂકી, તો દક્ષિણ કોરિયાએ TestFree/પરીક્ષામુક્ત શિક્ષણ પદ્ધતિ અપનાવી છે. દેશના તમામ બાળકોને શિક્ષણ આપવાના હેતુએ વિનામૂલ્યે શિક્ષણનો પ્રોગ્રામ પણ દક્ષિણ કોરિયાની સરકારે ઘડી કાઢ્યો છે. આ તરફ મહાસત્તા બનવા માગતા ચીને તો પોતાની વર્ષો જૂની શિક્ષણ પદ્ધતિનાં મૂળિયાં ખેંચી કાઢીને ૨૦૦૩ની સાલથી ફર્સ્ટ ક્લાસ એજ્યૂકેશન નામની આધુનિક સિસ્ટમ અમલમાં મૂકી દીધી છે. આ નવી પદ્ધતિ ચીની બાળકોના સર્વાંગી વિકાસમાં અત્યંત કાર્યક્ષમ સાબિત થઇ રહી છે.

એશિયાઇ સુપરપાવરની થકવનારી રેસમાં ચીનની સામે ઉતરેલા આપણા દેશની વાત કરો તો ભાવિ પેઢીને જ્ઞાનની સદી માટે સજ્જ કરવાના આશયે કેંદ્ર સરકારે ૨૦૦૫માં ધ નોલેજ કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. દેશની શિક્ષણ પ્રણાલિમાં નવા જમાના પ્રમાણે સુધારા આણવા, સ્કૂલ-કોલેજો તેમજ રિસર્ચ સંસ્થાઓમાં જ્ઞાનવિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવો, યુવા પેઢીને knowledge economy/નોલેજલક્ષી અર્થતંત્ર માટે તૈયાર કરવી વગેરે ધ નોલેજ કમિશન ઓફ ઇન્ડિયાના મુખ્ય અજેન્ડા હતા. પરંતુ ઉપર નોંધ્યું તેમ અજેન્ડા અને અજેન્ડાના અમલીકરણ વચ્ચે જોડામેળ બધા કેસમાં જામતો નથી. દુર્ભાગ્યે આપણે ત્યાં પણ ન જામ્યો. પરિણામ શું આવ્યું તે ખુદ ધ નોલેજ કમિશન ઓફ ઇન્ડિયાના શબ્દોમાં જ વાંચો: ‘A vast majority of Indian graduates, regardless of their discipline, are unemployable. One of the reasons behind this failure is absence of soft skills, primary among them is communication.’ આ વાક્ય ધ નોલેજ કમિશન ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ રિપોર્ટનું છે. વાક્યનો ભાવાર્થ એ કે આજે ભારતના ઘણાખરા ડિગ્રીધારી સ્નાતકો તેમની નબળી વ્યવહાર પટુતાને કારણે--ખાસ તો નબળા ભાષાકીય જ્ઞાનને કારણે--નોકરી માટે ગેરલાયક ઠરે તેમ છે. આ કઠોર વાસ્તવિકતા છે, જેની પાછળનાં કારણો તપાસવા જેવાં છે :

અંગ્રેજી મીડિઅમની સ્કૂલોમાં ભણીને કોલેજમાં પ્રવેશ મેળવતા બહુધા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ એક પણ ભૂલ વિનાનું અંગ્રેજી વાક્ય સુદ્ધાં લખી શકતા નથી. સ્પેલિંગની, વિરામચિહ્નોની યા વ્યાકરણની ખામી તેમના લખાણમાં જોવા મળે છે. કડકડાટ અંગ્રેજી બોલવાનો તો પછી પ્રશ્ન જ નથી. દિલ્લીની કેટલીક સ્કૂલ-કોલેજોમાં કરાયેલા રિસર્ચ દરમ્યાન જાણવા મળ્યું તેમ અંગ્રેજીના તેમજ હિંદીના વિષયોમાં ૮૦ થી ૯૦ ટકા માર્ક્સ લાવી દેખાડનાર વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ બહારના વિષય પર લખતી વખતે જે અંગ્રેજી / હિંદી ભાષાનો ઉપયોગ કરે છે તે વ્યાકરણની દષ્ટિએ ખામીયુક્ત હોય છે.

નોલેજ કમિશન ઓફ ઇન્ડિયાએ તેના રિપોર્ટમાં નોંધ્યું તેમ હાઇસ્કૂલના તેમજ કોલેજના પણ અનેક વિદ્યાર્થીઓને a, an તથા the જેવા articles/ઉપપદો, pronoun/સર્વનામ, preposition/નામયોગી અવ્યય, conjunction/ઉભયાન્વયી અવ્યય, comma/અલ્પવિરામ તેમજ apostrophe/અપોસ્ટ્રોફિ 's વગેરેના ઉચિત ઉપયોગ વિશે પાકા પાયે જાણકારી નથી.

વિદ્યાર્થીઓનો બહુ મોટો વર્ગ એવો પણ છે કે જે પરીક્ષા દરમ્યાન પોતાની ઉત્તરવહીમાં ત્રણેક પાનાં લાંબા જવાબો લખતી વેળાએ વિરામચિહ્નો વાપરવાનું તેમજ એકાદ ફકરો સુદ્ધાં પાડવાનું જરૂરી સમજતો નથી અગર તો એવી જરૂરિયાત વિશે તે અજાણ છે.

દિલ્લીની એક સેન્ટ્રલ બોર્ડ સ્કૂલમાં જોવા મળેલા કિસ્સાનો અહીં ઉલ્લેખ કરવો રહ્યો. આઠમા ધોરણના વિદ્યાર્થીઓને તેમના ક્લાસ ટીચરે ૧૮મી સદીના Industrial Revolution/ઔદ્યોગિક ક્રાંતિ પર નિબંધ લખવા જણાવ્યું ત્યારે એક વિદ્યાર્થીએ જાણીતા અંગ્રેજ કવિ તથા ચિત્રકાર વિલિયમ બ્લેકની The Echoing Green કવિતાના કેટલાક અંશો પોતાના નિબંધમાં ટાંક્યા. દેખીતી વાત કે કવિતા તેણે અગાઉ ક્યારેક વાંચી હતી, માટે તેનું વર્ણન પોતાના શબ્દોમાં તે કરી શક્યો. નિબંધ લખવામાં વિદ્યાર્થીએ મૌલિકતા દાખવી, પરંતુ બદલામાં ટીચરનો ઠપકો મળ્યો. ‘ટેક્સ્ટબૂક બહારનો એક પણ નવો શબ્દ લખવાનો નહિ !’ એમ કહીને ટીચરે નિબંધ ગેરમાન્ય ઠરાવ્યો અને આખા વર્ગમાં સૌથી ઓછા માર્ક તે વિદ્યાર્થીને ફાળવ્યા. વાત અહીંથી અટકી નહિ. દોષની સજા તરીકે ટીચરે તેની પાસે આખો નિબંધ ફરી લખાવ્યો. આ વખતે નિબંધમાં વિદ્યાર્થીના સ્વતંત્ર વિચારો પ્રગટ થતા ન હતા અને મૌલિકતા તો લગીરે ન હતી. ટૂંકમાં, નિબંધ ટેક્સ્ટબૂકને શબ્દશઃ અનુરૂપ હતો. હવે શિક્ષકે નિબંધ સ્વીકાર્યો, યોગ્ય માર્ક્સ આપ્યા અને ભવિષ્યમાં મૌલિકતાનું ડહાપણ ન ડહોળવાનું વચન પેલા વિદ્યાર્થી પાસે લીધું.

આ બનાવ સાથે ભારોભાર કોન્ટ્રાસ્ટ પેદા કરતું ઉદાહરણ દિલ્લીની બીજી એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં જોવા મળે છે, જ્યાં બાળકોની મૌલિકતા, વિચારશક્તિ, સર્જનશક્તિ વગેરેને છૂટો દોર આપવા ટીચર કટિબદ્ધ છે. આમ છતાં ટેક્સ્ટબૂકલક્ષી એજ્યૂકેશન સિસ્ટમે ટીચરના હાથ બાંધી રાખ્યા છે. આ ટીચરની વિટંબણા પણ સાંભળો: ‘અત્યંત ખેદની વાત છે કે આપણી શિક્ષણ પદ્ધતિ પ્રેક્ટિકલને બદલે પુસ્તકિયા જ્ઞાન પર અવલંબે છે. પરિણામે અમારે વિદ્યાર્થીઓને લગભગ દૈનિક ધોરણે ઉપદેશ આપવો પડે છે કે સારા માર્ક્સ સ્કોર કરવા હોય તો તમારી ટેક્સ્ટબૂકને હંમેશાં વળગી રહેજો અને ટેક્સ્ટબૂકમાં ન હોય એવું કશું જ પેપરમાં લખતા નહિ...બાળકોનું આવું બ્રેઇનવોશિંગ ન ચાહીને પણ અમારે કરવું પડે છે, પરંતુ થાય શું ?’

ઉપરોક્ત બેઉ પ્રસંગો એકમેકથી વિરુદ્ધ છે. એકમાં વિદ્યાર્થીની મજબૂરી છે, તો બીજામાં શિક્ષકની ફરિયાદ છે. પરંતુ બેય કિસ્સામાં ઉભરી આવતો આરોપી એક જ છે: આપણી ખોડખાંપણવાળી શિક્ષણપ્રણાલિ, જે વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને ટેક્સ્ટબૂકના ખીલે મુશ્કેટાટ બાંધી રાખવામાં જ માને છે. અગાઉ નોંધ્યું તેમ એકવીસમી સદી જ્ઞાનની સદી છે. આ સદી માટે નવી પેઢીને તૈયાર કરવામાં અમેરિકા, જાપાન, જર્મની, દક્ષિણ કોરિયા, સિંગાપુર, ચીન વગેરે દેશો જ્યાં વિદ્યાર્થીની મૌલિકતા તેમજ વૈચારિક ઉત્ક્રાંતિ પર ભાર મૂકી રહ્યા છે ત્યાં આપણને કોણ જાણે કેમ, પણ એ પ્રકારની ક્રાંતિ મંજૂર નથી. ગોખણપટ્ટીના અને માર્કસ જરીપુરાણા ખ્યાલો ધરાવતી શિક્ષણ પદ્ધતિને ફગાવી દેવાનો સમય ક્યારનો પાકી ચૂક્યો હોવા છતાં કોણ જાણે કેમ, પણ એ શુભ કાર્યનું મૂહુર્ત આવતું જ નથી.

આ મૂહુર્ત (અને દેશની વિદ્યાર્થી પેઢીના અચ્છે દિન) હવે જલદી આવે તો સારું ! નોલેજ કમિશન ઓફ ઇન્ડિયાએ આપણી શિક્ષણપ્રણાલિની ખામીઓ દર્શાવતા તાજેતરમાં પ્રસ્તુત કર્યા એવા ઉદાસિનતાભર્યા રિપોર્ટ્સ વાંચીને ક્યાંસુધી હૈયાહોળી કર્યે રાખીશું ?
 

Get Update Easy