HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

18 એપ્રિલ, 2015

ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો પ્રસ્‍તાવ રજૂ થશે
સામાન્‍ય સભામાં પ્રસ્‍તાવ રજૂ થાય તેવી વકી :ચોથી મેના દિવસે શિક્ષણ બોર્ડની સામાન્‍ય સભા યોજાશેગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની સામાન્‍ય સભા આગામી ચાર મેના રોજ યોજાવાની છે. આ સામાન્‍ય સભામાં શિક્ષણ બોર્ડના સભ્‍યો દ્વારા ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા રદ્દ કરીને આ પરીક્ષાનું શાળા કક્ષાએ લેવા માટે પ્રસ્‍તાવ રજૂ કરવામાં આવશે આ પેપર લીક અને પરીક્ષામાં છબરડા મુદ્દે આ સામાન્‍ય સભા હંગામી બની રહેશે. પ્રાપ્‍ત થતી માહીતી મુજબ આગામી ચાર મેના રોજ ગાંધીનગર ખાતે મળનારી ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની સભા મળવાની છે ત્‍યારે બોર્ડની પરીક્ષાના મુદ્દાઓને લઈને સભ્‍યો દ્વારા સંચાલકોને ધેરવાની રણનીતી અત્‍યારથી તૈયાર કરવામાં આવી છે જેમાં શિક્ષણ બોર્ડના સભ્‍ય દ્વારા આ સામાન્‍ય સભામાં ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાની માંગ કરતો પ્રસ્‍તાવ રજૂ કરવામાં આવનાર છે. આ અંગે બોર્ડના સભ્‍ય પ્રિયવદન કોરાટે જણાવ્‍યું હતું કે ધોરણ-૧૦માં કુલ મળીને ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. આ પરીક્ષા દરમિયાન તમામ શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રહે છે. પરીક્ષા બાદ શિક્ષકો ઉત્તરવહી મૂલ્‍યાંકન માટે જાય છે તેથી તે સમય દરમિયાન પણ શાળાઓનું શૈક્ષણિક કાર્ય થઈ શકતું નથી આવા સંજોગોમાં એસ.એસ.સીની બોર્ડની પરીક્ષા રદ્દ કરી ધોરણ ૧૦ની પરીક્ષા શાળા કક્ષાએ લેવાય અને ડિપ્‍લોમામાં જવા માંગતા પરીક્ષાર્થીઓને
સરકારી કર્મચારીઓ ને કોમ્પ્યુટર.સી.સી.નીતથાCCC+ની પરીક્ષા માં થી મુકતી આપવાની હાલની વય પંચાવન માંથી પચાસ કરવામાં આવી. અને L.T.C. ના રજા પ્રવાસ માં છૂટ છાટ આપી છે.
 રાજ્ય સરકારના કર્મચારીઓને હવે સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષામાંથી પંચાવનને બદલે ૫૦ વર્ષે મુક્તિ આપવા, એલટીસીમાં સીધા અને ટૂંકા અંતરની મર્યાદા દૂર કરવા અને બદલી-નિવૃત્તિના સમયે આપવામાં આવતું ઉચ્ચક ભથ્થું છઠ્ઠા પગાર પંચ મુજબ ચૂકવવાની જાહેરાત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી છે. જો કે, સરકારની આ જાહેરાત બાદ ઉચ્ચતર પગાર ધોરણ, મેડિકલ એલાઉન્સને સ્થાને વીમા કવચ અને અન્ય ભથ્થાંઓ છઠ્ઠા પગાર પંચ મુજબ ચૂકવવા સહિતની માગણીઓ યથાવત રહી છે. કર્મચારીઓ માટે આરોગ્ય નીતિ ટૂંકમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
આરોગ્ય મંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મંત્રી મંડળની પેટા સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ સરકારી કર્મચારીઓને કમ્પ્યૂટર જ્ઞાન કૌશલ્યની પરીક્ષાની વય મર્યાદામાં પાંચ વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો છે. એલટીસીના પ્રવર્તમાન ધોરણોમાં સીધા અને ટૂંકા અંતરે ૬ હજાર કિ.મી.ની મર્યાદામાં ફક્ત રેલવે અને એસ.ટી.ની બસમાં પ્રવાસ દ્વારા મળે છે તેના સ્થાને હવે ૬ હજાર કિ.મી.ની મર્યાદામાં રેલવે, રાજ્ય પ્રવાસન નિગમની માન્ય ટ્રાવેલ એજન્સી મારફતે કરેલાં એલટીસીના પ્રવાસ માન્ય ગણાશે. અધિકારીઓની બદલી કે નિવૃત્તિના સમયે હાલના પાંચમાં પગાર ધોરણ મુજબના મળવાપાત્ર ઉચ્ચક ભથ્થાંને સ્થાને કેન્દ્ર સરકારના છઠ્ઠા પગાર પંચ મુજબ ભથ્થું આપવામાં આવશે
બોર્ડની જાહેર પરીક્ષાને વિકલ્‍પ આપીને બાકીની પરીક્ષા શાળા કક્ષાએ લેવાય તેવી જોગવાઈ કરવી જોઈએ આ ઉપરાંત નવી શાળાઓની મંજૂરી પરીક્ષા સમિતીના છબરડા બોર્ડની પરીક્ષામાં પેપર લીક ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહમાં કોમ્‍પ્‍યુટરનું પેપર ફરી લેવાની પડેલ ફરજ સહીતના મુદ્દે આ સામાન્‍ય સભા હંગામી બની રહે તેવી પૂરી શક્‍યતા વ્‍યક્‍ત કરાઈ રહી છે.
  ગુજરાતમાં ર૧ જુને વિશ્વ યોગ દિનની ભવ્‍ય ઉજવણી કરવાનો શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ નિર્ધાર વ્‍યકત કર્યો છે.
   આજે લોધીકા તાલુકામાં ખાતમુહુર્તો અને લોકાર્પણો નિમિતે રાજકોટ આવેલા ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવેલ કે ર૧ જુન. વિશ્વ યોગ દિનની ઉજવણી થનાર છે. જેની ગુજરાતમાં વિશેષ પ્‍ભાવક ઉજવણી માટે આયોજન થઇ રહ્યુ છે. શાળા, કોલેજો સહિત શૈક્ષણીક સંસ્‍થાઓ, સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ, વિવિધ સંગઠનો વગેરે  સંસ્‍થાઓને જોડવામાં આવેશે યોગ દિનની ઉજવણીમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાય તેવો પ્રયત્‍ન છે વેકેશન ખૂલે ત્‍યારે રાબેતા મુજબ શાળા પ્રવેશોત્‍સવ યોજાશે. જેમાં ૪૦૦૦ અધિકારીઓ ગામડે ગામડે જશે. ઉપરાંત સરકાર દ્વારા સ્‍વચ્‍છતા અભ્‍યિાનનો બીજો તબકો આવી રહ્યો છે.
   વડાપ્રધાન મોદીની સરકારને અને ગુજરાતમાં મુખ્‍યમંત્રી આનંદીબેનની સરકારને ૧ વર્ષ પુરૂ થઇ રહ્યું છે તેની ઉજવણી થશે. સરકાર અને ભાજપ સંગઠન સંકલનથી કાર્યક્રમો કરશે.
   સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સિન્‍ડીકેટની ચૂંટણી અને યુનિવર્સિટી વિભાજનની પ્રક્રિયા બન્ને સાથે થઇ જવા અંગેના સવાલના જવાબમાં ચુડાસમાએ જણાવેલ કે નવી યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્રથી શરૈ થશે છતા આ બાબતે કાયદાકીય દ્રષ્‍ટિએ ધકાસણી કરી લેવામાં આવશે.

 

Get Update Easy