HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

27 માર્ચ, 2015

આજનો વિચાર

  • જે માણસ જુઠું બોલતાં ડરે છે, તે પછી બીજા કસાથી ડરતો નથી.

  

GUJCET-2015 


રામનવમી

   






શ્રી રામ ભગવાનનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે મધ્યાહ્ન સમયે અયોધ્યાના રાજા દશરથના ઘરે કૌશલ્યા માતાની કૂખે થયો હતો. શ્રીરામ ભગવાનનો જન્મ મધ્યાહ્ન સમયે થયો હોવા પાછળ પણ એક પ્રતીકાત્મક સંદેશ રહેલો છે. બપોરના સમયે સૂર્ય એકદમ આકાશની વચ્ચોવચ આવીને સખત તપતો હોય છે. આ સમયે પૃથ્વી પર સૂર્યના તાપની જેમ આસુરી શક્તિઓએ પણ માઝા મૂકી હતી. જ્યારે અત્યાચાર અને આસુરી શક્તિનો ત્રાસ ચરમસીમાએ પહોંચે છે તેવા જ મધ્યાહ્ન સમયે આસુરી શક્તિને ડામવા અને પૃથ્વી પર શાંતિનું વાતાવરણ સર્જવા માટે શક્તિનું અવતરણ થાય છે. શ્રીરામના મધ્યાહ્ન સમયે થયેલા જન્મ પાછળ આ જ અર્થ રહેલો છે.
ભગવાન જ્યારે પૃથ્વી પર મનુષ્યદેહે અવતાર લે છે ત્યારે તેમની દરેક લીલા જગતને એક સંદેશ આપનારી હોય છે. શ્રીરામનો જન્મ પણ અનેક મહાન ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે થયો હતો. રામ અવતારની કથા તો આપણે સારી રીતે જાણીએ જ છીએ. શ્રીરામનો જન્મ વિશેષ ઉદ્દેશ્યને પાર પાડવા માટે થયો હતો. આસુરી શક્તિનો વિનાશ કરીને એક ક્ષત્રિય ધર્મને નિભાવવાની સાથે તેમણે આજ્ઞાાકારી પુત્ર, શ્રેષ્ઠ ભ્રાતા, પતિ અને આદર્શ રાજાનું કર્તવ્ય પૂર્ણ કરીને જગતના દરેક પુત્ર, ભાઈ, પિતા, પતિને તેમના કર્તવ્યનું સુંદર રીતે ભાન કરાવ્યું છે.
શ્રીરામ ભગવાને પુત્રથી માંડીને રાજા સુધીના દરેક કર્તવ્યને સારી રીતે નિભાવ્યાં છે. પરિવારમાં સંપત્તિ અને સત્તા માટે ભાઈઓ વચ્ચે કંકાશ થતો હોય છે. પ્રભુએ ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારીને આજ્ઞાાકારી પુત્ર બનવાની સાથે આદર્શ ભ્રાતા બનીને રાજપાટ, વૈભવ બધું જ ત્યજી દીધું. શ્રીરામ મર્યાદાપુરુષોત્તમ હતા. પોતે સાક્ષાત્ ભગવાન હોવા છતાં પણ એક સાધારણ મનુષ્યની જેમ સુખ-દુઃખ ભોગવ્યાં હતાં. પિતાનું વચન પાળવા આજ્ઞાાથી ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો. વનમાં રહ્યા તે દરમિયાન અસુરરાજ રાવણ પત્ની સીતાનું હરણ કરી ગયો. સીતાજીને શોધવા નીકળેલા રામ-લક્ષ્મણને હનુમાનજી, સુગ્રીવ, જાંબવાન, નલ-નીલની મદદ મળી. સમુદ્ર પર સેતુ બાંધીને તેઓ લંકા સુધી પહોંચ્યા. રાવણને છેલ્લી વાર સમજાવવા માટે દૂત પણ મોકલ્યા, છેવટે રામ-રાવણનું યુદ્ધ થયું. વિભિષણની વિશેષ મદદથી શ્રીરામ યુદ્ધ જીત્યા. રાવણ મૃત્યુ પામ્યો. ચૌદ વર્ષનો વનવાસ પૂરો થતાં શ્રીરામ અને સીતામાતા સહિત સૌ અયોધ્યા પહોંચ્યા. આ વનવાસ દરમિયાન તેમણે અનેક અસુરોનો સંહાર કર્યો. તેઓ કોઈ પણ કાર્ય કરવા માટે મર્યાદા નહોતા ચૂક્યા. શ્રીરામ પ્રજાવત્સલ રાજા હતા. પ્રજામાંથી જ કોઈના કહેવાથી તેમણે માતા સીતાનો ત્યાગ કર્યો હતો. પોતાનાં બાળકો લવ-કુશથી દૂર રહેવું પડયું. અંતમાં માતા સીતા ધરતીમાં સમાઈ ગયાં. આટલાં દુઃખ કોઈ સામાન્ય મનુષ્ય સહન ન કરી શકે, પરંતુ મર્યાદાપુરુષોત્તમે મર્યાદાનો ત્યાગ કર્યા વગર આ બધું સહન કર્યું હતું. રામનવમીના દિવસે ભક્તો મર્યાદાપુરુષોત્તમ શ્રીરામની જન્મજયંતીની ધૂમધામપૂર્વક ઉજવણી કરે છે. આ દિવસે ઉપવાસ રાખે છે અને વિધિવત્ શ્રીરામ અને સીતાજીનું પૂજન-અર્ચન કરવામાં આવે છે.
 રામ નામનો મહિમા
એવું કહેવાય છે કે બળવાનોમાં પણ સૌથી વધારે બળવાન શ્રીરામ છે. હનુમાનજી, લક્ષ્મણ, સુગ્રીવ, તુલસીદાસ, ગાંધીજી સહિતના ઘણાં સંતો-મહાત્માઓ શ્રીરામનું જ નામ સ્મરણ કરતા હતા. રામ શબ્દ જેટલો સુંદર છે તેનાથી પણ વધારે મહત્ત્વ રામ નામ સ્મરણનું છે. શ્રીરામ નામનું ઉચ્ચારણ કરતાંની સાથે જ શરીર અને મનમાં એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે જે આપણને આત્મિક શાંતિ આપે છે.
જ્યારે લંકા સુધી પહોંચવા માટે સમુદ્ર પર સેતુ બનાવવાનો વિચાર આવ્યો, પરંતુ બધાના મનમાં એક શંકા અને પ્રશ્ન હતો કે પથ્થર પાણીમાં તરી શકે? શું તરતા પથ્થરોથી સેતુ બની શકે? આ શંકાને દૂર કરવા માટે દરેક પથ્થર પર શ્રીરામ નામ લખવામાં આવ્યું અને પથ્થર પાણી પર તરવા લાગ્યા. આમ, રામના નામે પથ્થર પણ તરી ગયા. હનુમાનજી એક સમયે વિચારમાં પડી ગયા હતા કે સેતુ વગર હું લંકા પહોંચી શકું? પરંતુ જોતજોતામાં શ્રીરામનું નામ લઈને તેઓ માત્ર એક ફલાંગમાં જ સમુદ્રને પેલે પાર લંકામાં પહોંચી ગયા. ભગવાન શ્રીરામના જન્મ પહેલાં આ નામનો ઉપયોગ ઈશ્વર માટે અર્થાત્ બ્રહ્મ, પરમેશ્વર, ઈશ્વર વગેરેની જગ્યાએ પહેલાં રામ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેથી આ શબ્દનો મહિમા ઔર વધી જાય છે. એટલે જ તો કહેવાય છે કે રામથી પણ બળવાન તેમનું નામ છે.

Get Update Easy