
THOUGHT OF THE DAY
શાળામાં ઘર પ્રવેશવું જોઈએ અને ઘરમાં શાળા પ્રવેશવી જોઈએ . ઘર અને શાળા સાથે મળીને જવાબદારી ઉપાડશે તો બાળકમાં જરૂરી મૂલ્યોનું સાહિજકતાથી સિંચન થશે જ .
મનની એકાગ્રતા
સ્વામી વિવેકાનંદની મનની એકાગ્રતા
તીવ્ર હતી . તેઓ મનથી એકવાર કંઈપણ સમજી લે તેને ફરીવાર ભુલતા નહી . તેઓ
દરેક કાર્ય મનથી કરતા અને તે કાર્યમાં એકાગ્રતા રાખતા . સ્વામી વિવેકાનંદના
જીવનમાંથી એક સુંદર મનની એકાગ્રતાનો પ્રસંગ જાણીએ .
સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ધર્મ
પ્રચાર માટે ગયા હતા . અમેરિકામાં તેઓ ઘણી બધી જગ્યાએ ઘણા બધા મહાનુભાવોને
મળવા જતા હતા .એકવાર રસ્તામાં તેઓ એક મેદાન પાસેથી પસાર થતા હતા ત્યારે
તેઓ બાળકોને રમતા જોઈ થોડીવાર ઉભા રહી ગયા . મેદાનમાં છોકરાઓ છરા વાળી ગનથી
નિશાન ટાંકવાની રમત રમતા હતા . એક છોકરો હવામાં દડો ઉછાળે અને બીજો તે
દડાને ગનથી નિશાન ટાંકે . કેટલાક છોકરા નિશાન ટાંકે અને કેટલાંક ચુકી જાય .
નિશાન ચુકી ગયેલા નિરાશ છોકરાઓને જોઈ સ્વામીજી હસે છે . સ્વામીજીને હસતા
જોઈ છોકરાઓ રમતમાં સ્વામીજીને પણ સામેલ કરે છે . નિરાશ થયેલ છોકરાઓમાંથી એક
છોકરાએ સ્વામીજીના હાથમાં ગન આપી અને એકજ વારમાં નિશાન ટાંકવા કહ્યું .
છોકરાઓને વિશ્વાસ હતો કે સ્વામીજી હાર માની લેશે . સ્વામીજીએ તરત હાથમાં ગન
લીધી અને એકજ વારમાં દડાને નિશાન ટાંકી લીધું . સ્વામીજીએ વારાફરતી ત્રણ
ચાર વાર સફળ નિશાન ટાંકી બધાને ચકિત કરી દીધા . સ્વામીજીએ જિંદગીમાં
પ્રથમવાર જ આ રીતે નિશાન ટાંક્યું હતું અને તેમાં પણ સફળ થયા હતા .
છોકરાઓએ સ્વામીજીને આ સફળતા માટે
રહસ્ય પૂછ્યું ત્યારે સ્વામીજીએ સરળ શબ્દોમાં બોધ આપ્યો કે ,” કોઇપણ કાર્ય
કરવા માટે મનની એકાગ્રતા કેળવો .” જો તમારું મન એકાગ્ર થશે તો કોઇપણ
કાર્યમાં સફળ થશો . મેં ક્યારેય નિશાન ટાંકવાની રમત રમી પણ નથી અને જોઈ પણ
નથી છતાં આજે તમને રમતા જોઈ મેં મનની એકાગ્રતાથી રમત જોઈ અને હું તેમાં સફળ
થયો .
SUVICHAR
આત્મશ્રદ્ધા “જ્ઞાન“માંથી જન્મે છે . તમારી જાતને ઓળખો .તમો તમોને જ જેટલા ઓળખતા જશો , તેટલી તમારી ક્ષતિઓ દૂર થતી જશે , તેટલાં તમે વધુ સંયમિત બનશો , તેટલાં જ તમે વધુ સતેજ બનશો . આમ તમારી જાતને જ ઘડો અને તે તમારી વિષે જેટલું કહેશે તેટલું તમો ગમે તેટલો દાવો કરશો પણ કોઈ તેને ધરશે જ નહીં . તમારે જ તમારી જાતને સિદ્ધ કરવાની છે . પરંતુ તે માટે તમારામાં જ શ્રધ્ધા રાખો.
જીવનબાગમાં જેવો તેવો માળી ના ચાલે...

જીવનસાથી વિશે જ્યારે વાત
કરીએ ત્યારે દરેકના માનસપટ પર એક છબી આવે છે કે તેને કેવા જીવનસાથીની શોધ
છે. જીવનસાથીની પસંદગી માટે સૌને પોત પોતાની એક અલગ જ સપનાની દુનિયા હોય
છે. પરંતુ આ માત્ર સપના પુરતુ જ નથી આ એક હકીકત છે અને તેને હકીકતની રીતે જ
લેવું જોઈએ. કેમકે ઘણી વખત ઈચ્છા મુજબનો જીવનસાથી ન મળવા પર બધા જ સપના પર
પાણી ફરી વળે છે.
લગ્ન એક એવો નિર્ણય છે જેની
પર આપણી આખી જીંદગી ટકેલી છે. તે આપણી આખી જીંદગીને પ્રભાવિત કરે છે માટે
હંમેશા એવો પાર્ટનર શોધો જે તમને હંમેશા ખુશ રાખે. જો તમે એવું વિચારતાં
હોય કે લગ્ન બાદ પાર્ટનરનો વ્યવહાર બદલાઈ જશે તો એવું કદાપિ નથી થતું.
પહેલી નજરે જોયેલા પ્રેમને ક્યારેય પણ લગ્ન પરિણયમાં ન બાંધશો. કેમકે ઘણી
વખત લગ્નજીવન બાદ ખબર પડે છે કે તેમણે ઘણી ઉતાવળ કરી દિધી અને ખોટો નિર્ણય
લેવાઈ ગયો છે.
લગ્ન હંમેશા તેવા વ્યક્તિ
સાથે કરવા જોઈએ જે પોતાની જવાબદારીઓને સારી રીતે સમજતો હોય. પહેલા નજરનું
આકર્ષણ ક્યારેય પણ વધારે સમય સુધી ટકતું નથી. બધાની અલગ અલગ ભાવનાઓ હોય છે આ
વાતને યાદ રાખવી. જ્યાં છોકરી એવું ઈચ્છે છે કે તેના પાર્ટનરની નજરમાં તે
બધા કરતાં સ્પેશ્યિલ હોય ત્યાં છોકરાની વિચારસરણી એકદમ અલગ જ હોય છે. એટલા
માટે લગ્ન પહેલાં પોતાના વિચારોની આપ લે કરવી જરૂરી છે. કેમકે ઘણી વખત એવું
પણ બનતું હોય છે કે બંનેની વિચારસરણી એકબીજા કરતાં તદ્દન અલગ જ હોય છે અને
ત્યાં પછી સર્જાય છે મહાભારત.
એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે કોઈ પણ સંબંધને જાળવી રાખવા માટે વિશ્વાસ અને વફાદારી ખુબ જ મહત્વની છે. એક કહાવત છે કે 'પ્રેમ કરવો
સરળ છે પરંતુ નિભાવવો મુશ્કેલ' બસ તે જ રીતે સંબંધ બનાવવો સહેલો છે પણ
તેને જાળવી રાખવો મુશ્કેલ'. જો તમારા બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારની
મુશ્કેલી હોય તો એકબીજાની સાથે ખુલ્લા મને ચર્ચા કરીને તેનું સમાધાન
શોધવું. પરંતુ હા વાતચીત દરમિયાન એવા શબ્દોનો ક્યારેય પણ પ્રયોગ ન કરવો
જેથી કરીને તમારા પાર્ટનરનું દિલ દુ:ખે.
એક વાતનું હંમેશા ધ્યાન રાખો
કે તમારા વચ્ચેના ઝઘડાને અન્ય લોકો સુધી ન પહોચવા દેશો કેમકે બધાના મત અલગ
અલગ હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે મિત્રો, પેરેંટ્સ અને
સગાસંબંધીઓને લીધે પણ સંબંધમાં ખેંચમતાણ અનુભવાય છે. તો તમારા સંબંધોમાં
કોઈને પણ ડોકિયા કરવા દેશો નહિ.
યોગ્ય જીવનસાથીની શોધ દરેકને
હોય છે પરંતુ નાનું સરખું એક ખોટુ પગલું પણ તમારી જીંદગીને છીન્ન ભિન્ન કરી
નાંખશે એટલા માટે ખુબ જ સમજી વિચારીને લગ્ન કરવા જેથી કરીને લગ્નજીવન બાદ
તમારી જીંદગી હંમેશા ખુશીઓથી ભરેલી રહે ના કે દુ:ખોથી.
શિવ મંત્રનો આ જાપ મોટામાં મોટી સમસ્યા દૂર કરશે

ભગવાન શિવ જેમના
નામનો અર્થ જ છે કલ્યાણસ્વરૂપ અને કલ્યાણપ્રદાતા. આ કલ્યાણ રૂપની આરાધનાથી
બધા ઈચ્છાઓ પુર્ણ થાય છે. શાસ્ત્રોમાં પણ આ વાત ઉલ્લેખનીય છે કે દેવ,
દનૂજ, ઋષિ, મહર્ષિ, યોગીન્દ્ર, મુનીન્દ્ર, સિદ્ધ, ગન્ઘર્વ જ નથી પણ
બ્રહ્મા-વિષ્ણુ પણ ભગવાન શિવની આરાધના કરે છે અને તેમને પોતાની મનગમતી
ઈચ્છાઓની પૂર્તિ કરાવે છે. ભગવાન શિવની પૂજા કરવાથી કઠિન કાર્ય પણ સહેલાઈથી
બની જાય છે.
જીવનમાં અવાર નવાર અનેક પરેશાનીઓનો સામનો
કરવો પડે છે. શિવ પુરાણમાં જીવનની સમસ્ત પરેશાનીઓમાંથી બહાર નીકળવાના ઉપાય
બતાવાયા છે. જેનાથી તમે તમારી બધી ઈચ્છાઓ પુર્ણ કરી શકો છો. ભગવાન શિવના આ
મંત્રનો જાપ કરવાથી મોટામાં મોટી સમસ્યા દૂર થઈ જાય છે.
' ॐ नमः शिवाय शुभं शुभं कुरू कुरू शिवाय नमः ॐ '