આજનો વિચાર
- તમે આવો ને સન્માન મળે એના કરતા તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ કરજો…
હું ભલે મરી જઇશ પણ મારા વિચારોને કોઇ નહીં મારી શકેઃ એક પુસ્તક
માણસ મારો દુશ્મન નથી. એ તો મારો દોસ્ત છે.
ભણેલા ગણેલા અને સંસ્કારી લોકો કહેતા જ હોય છે કે પુસ્તક માણસનો સાચો
મિત્ર છે. અત્યારે મને આ બધુ યાદ આવી રહ્યું છે એનું કારણ થોડા દિવસ પહેલા
બનેલી એક ઘટના છે. બન્યું એવું કે એક લેખકે કોઇ ધર્મ વિશેની નિંદાત્મક વાતો
એક પુસ્તકમાં લખી. એ ધર્મના લોકો ઉશ્કેરાઇ ગયા અને એમણે એ પુસ્તકની નકલોની
રીતસર હોળી કરી. જીવતેજીવતાં પુસ્તકોને સળગાવી નાખ્યાં.
હું માનું છું કે મારો દુરોપયોગ બહુ થયો
છે. મારી પ્રકૃતિથી વિરુદ્ધના લખાણોવાળા પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે, પરંતુ લોકો સમજતા નથી કે હું એક બહુ જ ઊંડાણવાળી ચીજ છું. મને સમજતાં
ક્યારેક માણસને દાયકાઓ અને સદીઓ લાગી જાય છે. આજે જે બાબતે કોઇને મારામાં
કંઇ સત્વ ન લાગે એ જ બાબત આવતીકાલે માણસના જીવનના એક મોટા સત્ય તરીકે
સ્વીકારી લેવામાં આવે એ સંભવ છે. આજે મારી જે વાતનો વિરોધ કરવામાં આવે એ
વર્ષો પછી સાચી પુરવાર થાય એ પણ સંભવ છે. મારું ઊંડાણ માપવામાં માણસ
અનેકવાર નિષ્ફળ ગયો છે. આથી જ જ્યારે ઉતાવળમાં માણસો મારું દહન કરે છે
ત્યારે બહુ વેદના થાય છે.
હું કદી ટેલિવિઝનની જેમ કોઇના ગળે પડતો
નથી. રૂમમાં બેઠા હોય એટલે જોવું જ પડે. માણસ મને ઇગ્નોર કરી શકે છે. હું
તો માણસને ભરપૂર અવકાશ આપવામાં માનું છે. માણસ પાસે સમય અને મન હોય ત્યારે જ
એ મને વાંચે એવી સગવડ માણસ પાસે છે. હું તો ઇચ્છું છું કે માણસને રૂચિ હોય
ત્યારે જ એ મને વાંચે. તો જ એ મારી સાચી કદર કરી શકશે.
મારી ખરી કદર કોણ કરે છે એવો વિચાર ઘણી વાર
મારા મનમાં આવે છે. લેખક તો મારું સર્જન કરે છે એટલે એમને હું પ્રિય હોઉં
એમાં કોઇ મોટી વાત નથી. કેટલાક લેખકોને હું નવાં પુસ્તકો લખવાની પ્રેરણા
આપું છું એટલે એમને હું વિશેષ રીતે ગમું છું. પ્રકાશકો કે બુકસ્ટોર્સના
માલિકોનો હું કમાઉ દીકરો છું એટલે એમનો મારા પ્રત્યેનો પ્રેમ પણ ભ્રામક છે.
વાચકોમાં પ્રકારો અનેક છે એટલે એમના પુસ્તકપ્રેમને જનરલાઇઝ કરવાનું
મુશ્કેલ છે.
ક્યારેક મને લાગે છે કે પસ્તીવાળા અને
સેક્ધડ હેન્ડ પુસ્તકોની દુકાનો ચલાવતા માણસો મારા ખરા કદરદાન છે, કારણ કે આ
લોકો જ મને વધુ સમય જીવાડે છે. સામાન્ય સંજોગોમાં મારો ઝડપથી નાશ થતો નથી.
ભેળપુરી અને ચણા મમરા હંમેશાં અખબારો કે મેગેઝિનોના ફાટેલા કાગળમાં વેચાતા
હોય છે. પુસ્તકના કાગળ એમાં ભાગ્યે જ જોવા મળશે. આનું કારણ એ છે કે
પસ્તીવાળા પાસે જ્યારે પસ્તીનો આવે ત્યારે એ સૌથી પહેલા એમાંથી પુસ્તકો
તારવીને બાજુ પર રાખી દે છે. ગ્લોસી મેગેઝિનોને પણ એ હોલસેલની પસ્તીના
પેકેટોમાં બંધાવી દે છે, પણ પુસ્તકોની થપ્પી કરીને એ દુકાનની બહાર મૂકશે.
એને ખબર છે કે પુસ્તકો રદ્દી બનવા માટે નથી સર્જાયાં. એને એ પણ ખબર છે કે
પુસ્તકનો કદરદાન એને શોધતો શોધતો એની દુકાને આવી જ જવાનો છે. જે પુસ્તકો
નહીં વેચાય એને પણ દુકાનદાર પસ્તીમાં નહીં કાઢે. એ પુસ્તકોને સેક્ધડ હેન્ડ
પુસ્તકો વેચતી દુકાનમાં ફરી વેચવામાં આવશે. આમ પુસ્તકો ક્યારેય રદ્દી નથી
બનતાં. સેક્ધડહેન્ડ પુસ્તકોના કેટલાક દુકાનદારોનું સાહિત્ય તથા લેખકો
વિશેનું ગ્નાન ભલભલા લેખકોને શરમાવે એવું હોય છે.
સદીઓથી માણસ પ્રત્યેની ફરજ હું બજાવતો
આવ્યો છું. એને મેં સાચી રીતે જીવતા શીખવ્યું છે. એની કળા, સાહિત્ય,
વિજ્ઞાન અને ટેકનોલોજી કે સંસ્કારોનો વારસો જાળવી રાખવાની જવાબદારી મેં જ
ઉપાડી છે. અરે, આખેઆખી સંસ્કૃતિઓ મારા કારણે ઉદભવી છે અને ટકી રહી છે. આમ
છતાં મારામાં એક ખૂબી છે. મારામાં જરાય ઇગો નથી. હું બધુ ચલાવી લઉં છું.
મારી આટલી ઉપયોગીતા હોવા છતાં મારી સાથે
ઘણું ખરાબ થયું છે. મારા નામ સાથે કેટલીક વિસંગતિઓ સંકળાયેલી છે.
ગુજરાતીમાં મને પુસ્તક અને હિન્દીમાં કિતાબ કહે છે એ ઠીક છે, પણ
અંગ્રેજીમાં બુક કહે છે એની સામે મને વાંધો છે, કારણ કે એ બૂકની સાથે બુકી
અને બુકકીપિંગ શબ્દો જોડાયેલા છે. બુકી સાથે મારું નામ જોડીને મને બદનામ
કરવાનું આ એક કાવતરું જ છે. પશ્ર્ચિમના લોકોએ મારી પેપરબેક એડિશન બનાવીને
મારી વેલ્યુ ડાઉન કરી એ પણ મને પસંદ નથી આવ્યું. આમ છતાં એકંદરે હું ખુશ
છું. મને મારું કામ ગમે છે અને એ હું ઇમાનદારીપૂર્વ કરું છું. મને જબરજસ્ત
જોબ સેટિસ્ફેક્શન છે.
આમ છતાં પરિવર્તન એ જિંદગી છે. વિશ્ર્વમાં
ચારે તરફ બધું બદલાઇ રહ્યું છે. મારા રંગરૂપ બદલાઇ ગયા છે. સ્ત્રી બ્યુટી
પાર્લરમાં જાય એમ મને આર્ટ ડિરેક્ટરના સ્ટુડિયોમાં લઇ જવામાં આવે છે. એના
લીધે મારા મુખપૃષ્ઠો પહેલા કરતાં વધુ આકર્ષક બની ગયા છે. મને વેચવા માટેની
જગ્યાઓ હાયફાય થઇ ગઇ છે. કોઇ મોલના સ્ટાઇલિશ બુકશોપમાં રહેવાનો આનંદ અનેરો
છે. આખરે હું પણ એક પુસ્તક છું.
બધાં પરિવર્તનો સહ્ય છે, પણ ટેકનોલોજીનું
પરિવર્તન મને જરા ડિસ્ટર્બ કરી મૂકે એવું છે. ઇન્ટરનેટને કારણે હવે મારું
એક નવું સ્વરૂપ બહાર આવ્યું છે ઇલેક્ટ્રોનિક બુક એટલે કે ઇબુક. સાચી વાત એ
છે કે આ કહેવાતી ઇબુક એક અલગ જ ચીજ છે. એ હું છું જ નહીં. આજકાલ ઇબુક્સનું
પ્રમાણ ખૂબ વધ્યું છે. એની ઇલાઈબ્રેરીઓ ઊભી થઇ છે. આવી ઇબુક્સ વેચાય છે અને
ખરીદાય છે. શરૂઆતમાં તો મારા રિઝોલ્યુશનની સામે ઇબૂક્સનું કંઇ ઉપજતું
નહોતું એટલે લોકો એને અપનાવતા નહોતા, પરંતુ હવે ક્ધિડલ અને ટેબ્લેટ જેવા
ગેજેટ્સને લીધે ઇબુક્સ વાંચવાનું સરળ બની ગયું છે.
ઇબુક્સના આગમનને ઘણા લોકો મારા અસ્તિત્વ
સામેનું જોખમ ગણાવે છે, પરંતુ મને જરાય ચિંતા નથી. મારી કમ્પિટિશનમાં કોઇ
નહીં આવે. મને કોઇ જોખમ નથી. ભલે લોકો ગમે એટલી ઇબૂક્સ વાંચે, પણ આખરે એમને
જે ઇબુક બહુ જ પસંદ આવશે એની એ પ્રિન્ટ કઢાવશે અને એનું બાઇન્ડિંગ કરાવશે.
આખરે તો ઇબુકનું ફરી પુસ્તકમાં રૂપાંતર કરવું પડશે. મનગમતાં પુસ્તકને લોકો
ફિઝિકલ સ્વરૂપમાં જ પસંદ કરશે. આ જ તો છે મારી મહત્તા. હું સદીઓ સુધી
માણસની સાથે જ રહીશ, દોસ્ત બનીને રહીશ.
30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિને ગુજરાતમાં ૧ કરોડ ર૮ લાખ વિદ્યાર્થીઓ અનોખો કિર્તિમાન પ્રસ્થા-પિત કરશે
મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબહેન પટેલે
દેશભરમાં ચાલી રહેલા ‘સ્વાચ્છવતા અભિયાન-કલીન ઇન્ડિનયા' તહેત ગુજરાતમાં
શાળા જીવનથી જ બાળકો-યુવાવર્ગોમાં સ્વચ્છતાના સહજ ગુણો વિકસે તે માટે આગામી
ગાંધી નિર્વાણ દિન-૩૦ જાન્યુવઆરી-ર૦૧પ એ રાજયવ્યાાપી ચિત્ર સ્પર્ધા
‘મહાત્મા ગાંધી અને સફાઇ'માં ૧ કરોડ ર૮ લાખ વિદ્યાર્થીઓની કલાશકિતને
સ્વયછતા પ્રત્યે્ પ્રેરિત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.
શ્રીમતી આનંદીબહેન શિક્ષણ વિભાગ દ્વારા આ
ચિત્ર સ્પથર્ધા અંતર્ગત રાજયભરની પ્રાથમિક શાળાઓથી લઇને કોલેજ, ઇજનેરી
કોલેજ, પોલિટેકનીક સ્તર સુધી એક જ દિવસે એક જ સમયે સ્વચ્છતા -સફાઇ
વિષયક ચિત્ર સ્પર્ધા અનોખો કિર્તિમાન પ્રસ્થાપિત કરનારી બની રહે તે માટે
સ્પાર્ધાના આયોજનને આખરી ઓપ આપતા જિલ્લા તંત્રવાહકોને ગાંધીનગરથી વિડીયો
કોન્ફરન્સબ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
આરોગ્યપમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ,
શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રજસિંહજી ચુડાસમા, કૃષિમંત્રીશ્રી બાબુભાઇ
બોખીરીયા, કાયદા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહજી અને ગ્રામ વિકાસમંત્રીશ્રી
જયંતિભાઇ કવાડીયા તથા મુખ્યી સચિવશ્રી પાંડિયન સહિતના વરિષ્ઠ સચિવો આ
વિડીયો કોન્ફંરન્સયમાં જોડાયા હતાં. રાજય મંત્રીમંડળના અન્યવ મંત્રીશ્રીઓ
સંબંધિત જિલ્લા સેવાસદનમાં આ વિડીયો કોન્ફીરન્સભમાં ઉપસ્થિંત રહ્યા હતાં
અને મુખ્યીમંત્રીશ્રીનું માર્ગદર્શન મેળવ્યું હતું.
મુખ્યુમંત્રીશ્રીએ મહાત્મા ગાંધી અને
સફાઇ વિષયક આ ચિત્ર સ્પ્ર્ધામાં શાળા કક્ષાએ પસંદ થનારી પ્રથમ ત્રણ કૃતિ
કલસ્ટર કક્ષાએ તથા ક્રમશ : તાલુકા જિલ્લા અને રાજયકક્ષાએ મોકલીને
ચિત્રકલાના તજજ્ઞો-અગ્રણીઓ દ્વારા મૂલ્યાંતકન ઇનામો માટે ચયન કરવાની
પ્રક્રિયા વિગતો આપતા કહ્યું કે, કોલેજ કક્ષાએ આવી કૃતિઓ યુનિવર્સિટી
કક્ષાએથી ક્રમશઃ રાજયકક્ષાએ ચયન-મૂલ્યાંકન માટે આવશે. પ્રાથમિકથી માંડી
ઉચ્ચઓ શિક્ષણ સુધીના ૧ કરોડ ર૮ લાખ વિદ્યાર્થીઓ સ્વચ્છતા સબંધી ચિત્ર
દોરી નવો વિક્રમ સર્જશે.
ધોરણ -૧થી ઉચ્ચીતર માધ્યધમિક કક્ષા સુધી
દરેક કેટેગરીમાં ત્રણ ઇનામો અપાશે. સમગ્ર તથા પંચાવન લાખથી વધુના ઇનામો
સરકારી શાળાઓના વિજેતાઓને અપાશે. ખાનગી શાળાઓ પણ આવી સ્પર્ધાના વિજેતાઓને
ઇનામોથી પુરસ્કૃ ત કરશે.
સ્પર્ધામાં ભાગ લેનારા શાળાના બાળકોને
કલર અને ચિત્રકામના કાગળો શિક્ષણ વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવશે અને આ માટે રૂ. ૧૭.પ૦ કરોડ રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી છે તેમ પણ
બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ મહાત્માય ગાંધીને
અભિપ્રિય એવા સ્વચ્છતા-સફાઇના વિષયને સમાજજીવન સાથે સાંકળી લઇ સ્વુચ્છયતા
પ્રત્યેા જનજાગૃતિ-જનભાગીદારીનો આ ગુજરાત પ્રયોગ બાપુના નિર્વાણદિને સાચી
ભાવાંજલિ બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.