HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

10 જાન્યુઆરી, 2015બિન સરકારી (અનુદાનિત) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિનશૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ નક્કી કરવા બાબત.

Download Circular : Click here
 

ટૂંક સમયમાં Googleને પછાડશે Yahoo!


અમેરિકાના ઓનલાઇન સર્ચ માર્કેટમાં ઇન્ટરનેટ સર્ચ એન્જીન ગૂગલે ભલે પોતાની બાદશાહત જાળવી રાખવામાં સફળ રહ્યું હોય પરંતુ સર્ચ એન્જીન તરીકે તેમાંથી સતત ઘટી રહેલી ભાગીદારી ચિંતાનો વિષય છે. તમને જણાવી દઇએ કે અમેરિકી સર્ચ માર્કેટ ઉપર તેની ભાગીદારી 75.2 ટકા રહ્યો છે જે ગત વર્ષે 79.3 ટકા રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેટ સર્ચ એન્જીન માર્કેટમાં ગૂગલની તુલનામાં યાહૂ હજી પણ ગણું પાછળ છે પરંતુ જે રીતે ગત વર્ષના 7.4 ટકાની ભાગીદારીની તુલનામાં આ વર્ષે 10.4 ટકાનો કબ્જો જમાવ્યો છે એ જોતા જણાય છે કે તે આગામી દિવસોમાં જરૂર ગૂગલથી આગળ નિકળી જશે. ઇન્ટરનેટ સર્ચ એન્જીન ડેટાની જાણકારી રાખનાર કંપની સ્ટેટકાઉન્ટરના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરમાં ગૂગલે અમેરિકી ઓનલાઇન સર્ચમાં 75.2 ટકાનો કબ્જો જમાવી રાખ્યો હતો.જ્યારે ગત વર્ષની તુલનાથી ઓછી છે. જોકે, ગુગલ હજી પણ ઇન્ટરનેટ સર્ચનો બાદશાહ છે.

આ ઉપરાંત માઇક્રોસોફ્ટ બિંગ 12.5 ટકા બજારમાં શેરની સાથે બીજા નંબર ઉપર છે જ્યારે 10.4 ટકા સાથે યાહૂ ત્રીજા સ્થાન ઉપર રહ્યું છે. યાહૂએ છેલ્લા પાંચ વર્ષ પછી પહેલીવાર આટલી વધારે સફળતા મેળવી છે.


સમગ્ર ભારતમાં એકમાત્ર પતંગ મ્યુઝિયમ અમદાવાદમાં છેભારતમાં બે ચીની ભાઇઓએ આવીને પતંગની શરૃઆત કરી હોવાનું ઇતિહાસ કહે છે. તો બીજી તરફ જયપુરમાં ૧૬મી સદીમાં પતંગનો ઉલ્લેખ કરાયો છે. અંગ્રેજો અને રાજારજવાડાંઓ સંદેશવાહક તરીકે પતંગનો ઉપયોગ કરતાં હતાં. કબૂતરના સંદેશવાહક તરીકેના ઉપયોગ બાદ પતંગ આવ્યા. પછી મલ્ટિનેશનલ કંપનીઓ આવી અને પતંગ બન્યા ટંકશાળ પાડવાનું પર્વ.
પતંગનાં અનેક નામ દુનિયાભરમાં પ્રખ્યાત છે. પતંગ જુદા જુદા નામે બજારમાં વેચાય છે. આકાર, કદ અને દેખાવ મુજબ પતંગનાં નામ દેશ અને દુનિયામાં જાણીતાં છે. પતંગ ખાસ કરીને સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે. ગુજરાતમાં દરેક પતંગ તેના રંગ, આકાર અને કદ પ્રમાણે ઓળખાય છે.

સમગ્ર વિશ્વમાં ભારતમાં કાઇટ ફેસ્ટિવલ ધામધૂમથી ઉજવાય છે ત્યારે પતંગચાહકોનું એસોસિયેશન અમેરિકામાં છે. અમેરિકાના પતંગરસિયાઓના એસોસિયેશનમાં સૌથી વધારે ૫૦૦ સભ્ય છે, જોકે ભારતમાં અમેરિકાથી કેટલાક પતંગરસિયા પતંગ ચડાવવા આવે છે.
પતંગની કમાનમાં વપરાતી સળીઓ સ્મશાનમાં આવતી નનામીની રિસાઈકલ છે. આધારભૂત વર્તુળો પ્રમાણે વડોદરાના સ્મશાનમાં આવતી તમામ નનામીઓના વાંસ એ જ સ્થળે કાઢી લેવામાં આવે છે. ત્યાર બાદ એ વાંસની સળીઓ બનાવીને પતંગની કમાનમાં વાપરવામાં આવે છે. રિસાઈકલ થયેલી આ સળીઓ બજારમાં મળતી સળીઓ કરતાં ૭૦ ટકા સસ્તી પડે છે. મૃતદેહ માટે વપરાયેલી વસ્તુનો ખર્ચ પહેલેથી જ થયેલ હોય છે. માટે તેને નજીવી કિંમતે વેચવામાં આવે છે. એક તબક્કે જગ્યા શોધવાની ઝંઝટમાં પડયા વગર કારીગરો સ્મશાનની જગ્યામાં જ સળીઓ તોડીને કમાન બનાવવાનું કામ કરાવવા લાગ્યા છે. તેના પગલે હવે પતંગ બનાવનારાઓ પણ ત્યાં હાજર થઈ ગયા છે.
પૂરા દેશમાં પતંગનું મ્યુઝિયમ બન્યું હોય તેવું એકમાત્ર પહેલું ગુજરાત છે. ૧૯૮૬માં પાલડી ખાતે ભાનુ શાહ દ્વારા આ મ્યુઝિયમ બનાવાયું છે, જેમાં ભારતના સમગ્ર વિસ્તારના વિવિધ પતંગ પ્રદર્શિત કરાયા છે.


હાલમાં પતંગરસિયાઓ કાગળના બદલે સૌથી વધારે નાયલોન, પોલિયેસ્ટર, ફાઇબર ગ્લાસ અને કાર્બન રોડના બનાવેલા પતંગ ખરીદી રહ્યા છે, કારણ કે આ પતંગ વધારે મજબૂત, ટકાઉ અને રંગબેરંગી દેખાવ સાથે આકર્ષક બનાવાય છે.

Get Update Easy