HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

12 ડિસેમ્બર, 2014

Though of the day

હંમેશા હસતા રહેવાથી, અને ખુશનુમા રહેવાથી; પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે. 

21 જૂનને ‘વિશ્વ યોગ દિન’ તરીકે ઉજવાશેઃ સંયુક્ત રાષ્ટ્ર


નવી દિલ્હી, 11 ડિસેમ્બર
ઘણી સદીઓ પહેલેથી ભારતની ઓળખાણ રહેલા યોગને હવે એક નવો દરજ્જો મળવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગ ગુરુઓની અપીલ રંગ લાવી છે. 11 ડિસેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવવામાં આવશે. કેન્દ્ર સરકારના પ્રવક્તા અકબરૂદ્દીને પણ ટ્વિટ કરીને આ જાહેરતાની માહિતી આપી હતી. વિશ્વ યોગ દિવસને 175 દેશોએ પોતાનું સમર્થન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ  ટ્વિટ કરીને સમગ્ર દેશવાસીઓ અને યોગપ્રેમીઓને અા વાતના અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં પતાના પહેલાં સંબોધનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટેની એક જોરદાર લોબિંગ કર્યું હતું.આ પ્રસ્તાવમાં પ્રધાનમંત્રીએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં માન્યતા આપવાની વાત કરી હતી. નરેન્દ્ર મોદીના આ પ્રયાસને 175 દેશોએ સમર્થન આપ્યું છે. આ પહેલો મોકો નથી જેમાં નરેન્દ્ર મોદીનો યોગ પ્રેમ સામે આવ્યો હોય, પીએમ મોદી સતત દુનિયા ભરમાં યોગ પ્રચાર કરતા રહે છે. અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા, વડાપ્રધાન પોતાના સંબોધનમાં સતત યોગના વખાણ જરૂર કર્યા છે.
દેશ અને દુનિયામાં યોગને મોટી ઓળખાણ આપવામાં દેશમાં બે લોકોનો મહત્વનો ફાળો છે, એક છે યોગગુરૂ બીએસ આયંગર અને યોગગુરૂ બાબા રામદેવ. આયંગર યોગન સેલિબ્રિટી છે તો રામદેવની કપાલભાતી અને અનુમોલ-વિમોલ ઘર ઘરમાં પહોંચી ગયા છે. યોગને સામાન્ય લોકો સધી પહોંચાડવામાં આપણી ફિલ્મોનો પણ મોટો ફાળો છે.
ભારતમાં જન્મેલી યોગ પધ્ધતિઓને પસંદ કરનારા લોકો આખી દુનિયામાં છે. બોલિવૂડથી લઇને બોલીવૂડ સુધી તમામ સ્ટાર યોગ કરે છે અને તેના વખાણ પણ કરે છે. યોગ હંમેશાથી વિદેશીઓને પ્રભાવિત કરતા આવ્યા છે. માત્ર એકલા અમેરિકામાં 1.5 કરોડ લોકો નિયમિત યોગ કરે છે.

આ છે એવું બ્રેસલેટ જે તમારા હાથને બનાવી દેશે સ્માર્ટફોન

ગેડેટ્સની દુનિયામાં રોજ કંઈક નવુ આવતું રહેતુ હોય છે અને હવે તો એવા પણ ગેજેટ્સ આવવા લાગ્યા છે કે તેના વિશે કોઈએ વિચાર્યું પણ નહિં હોય. જે લોકો સતત સ્માર્ટફોનને તેમના હાથમાં રાખે છે તે લોકોએ વિચાર્યું હશે કે સ્માર્ટફોન તેમના હાથમાં જ ફિટ થઈ જશે. સ્માર્ટફોનના સિક્રેટને ધ્યાનમાં રાખીને હવે એક એવુ બ્રેસલેટ બનાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિના કાંડામાં જ સ્માર્ટફોન ફિટ કરી દે છે.
આ બ્રેસલેટમાં પાઈક્રોપ્રોજેક્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે પાઈક્રોપ્રોજેક્ટર તમારા હાથના કાંડામાં ઈન્ટરફેસ ઈમેજ બનાવે છે. આ ઈન્ટરફેસ ઈમેજને તમે અડો છો ત્યારે તે હાથના કાંડા પર પહેરેલા બ્રેસલેટને સુચના આપે છે. બ્રેસલેટની અંદર ચિપ લગાવવામાં આવેલી હોય છે જેના આધારે આ બ્રેસલેટ કામ કરતું હોય છે.
સીક્રેટ બ્રેસલેટથી મેઈલ વાંચી શકાય છે, જીપીએસ ખોલીને મેપ પણ દેખી શકાય છે અને તેમાં ઝુમ ઈન અને ઝુમ આઉટનો ઓપ્શન પણ આપવામાં આવ્યો હોય છે.આ બ્રેસલેટના આધારે તમે ગેમ પણ રમી શકો છો. આ બ્રેસલેટથી કોલ પણ ઉપાડી શકાય છે પરંતુ સમસ્યા એટલી હશે કે તેમાં તમારે સ્પીકર ઝોન કરવું પડશે. આ બ્રેસલેટને વોટર પ્રૂફ બનાવવામાં આવ્યું હોવાથી તેના પર પાણી પડે તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
આ સિવાય આ બ્રેસલેટમાં બ્લુટ્રૂથ, વાઈ-ફાઈ, એસડી કાર્ડ જેને 16 અને 32 જીબી સુધી વધારવાનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ બ્રેસલેટ સ્માર્ટફોનની કિંમત 400 અમેરિકી ડોલરની નજીક હશે અને તેને એક વર્ષ સુધી હાથમાં દેખાઈ શકાશે.
  હવે ભારતમાં યૂ ટયૂબ પર દેખાશે ઓફલાઇન વીડિયો
 ન્યૂયોર્ક : હવે ભારતમાં યૂ ટયૂબ પર ઓફલાઇન વીડિયો જોઈ શકાશે. યૂ ટયૂબે આ માટે ભારતમાં એક મોટી ફીચર આપી દીધી છે, જેથી લોકો મોબાઇલ પર ઇન્ટરનેટ કનેક્શન વિના વીડિયો જોઈ શકશે. આ વીડિયો જોવા માટે સૌ પ્રથમ યૂ ટયૂબની એક એપને ડાઉનલોડ કરવી પડશે, જે લોકો પાસે સવારના સમયે વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ હોય તો આ ફીચર વધુ ઉપયોગી સાબિત થશે, તે ઉપરાંત જે લોકોના ઇન્ટરનેટની સ્પીડ ખૂબ જ ધીમી ચાલતી હોય ત્યારે તેમાં વીડિયો પણ ધીમે ધીમે ચાલે છે. આ સમસ્યા હવે હલ થઈ જશે, કારણ કે યૂ ટયૂબની આ એપ ડાઉન કર્યાના ૪૮ કલાક બાદ વીડિયો સારી રીતે નોનસ્ટોપ જોઈ શકાશે.
 કર્મ એ જ મહત્ત્વાકાંક્ષા

તમારા જીવનમાં એક લક્ષ્ય નક્કી કરો, તે ધ્યેયને સિધ્ધ કરવા તમારી તમામ શક્તિઓ શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિકને કામે લગાડી દો. જેટલા ખંતથી તમે કાર્યનો પ્રારંભ કરો છે તેટલો જ ઉત્સાહ તેના પરિણામ સુધી જળવાઈ રહેવો જોઈએ. જો એ કરવામાં તમે ખરા ઊતર્યા તો તમારી સફળતા નક્કી જ છે. દરેક કાર્યનો આરંભ તમારા થકી છે. કાર્યનું પરિણામ તમારુ સામર્થ્ય બતાવે છે અને તે જ તમારુ કર્મ છે. અધરામાં અઘરુ કામ તમે સરળતાથી વિના સંકાચે કૂશળતાપુર્વક કરો તે જ કર્મ. જે વ્યક્તિ પ્રવૃત્તિમય હશે તેને દુનિયા એક્ટિવ લાગશે પણ જે નિરસ રીતે જિંદગી જીવે છે તેને નિરર્થક લાગશે. નિરર્થક જીવનને સાર્થક બનાવવા માટે કાર્યરત રહેવું જરૂરી છે, જેમ સુંદર લાગતા બગીચાની દરરોજ જાળવણી કરવામાં ના આવે તો એક દિવસ તે સુંદરવન ઉઝડી જાય છે. તેમ જીવનનું પણ એવું જ છે. જેટલી મહેનત કરશો તેટલા આગળ વધશો. વ્યાસજીની સર્વશિખામણોનો સાર ને પવિત્ર ગ્રંથ ગીતાનો સાર એટલો જ છે કર્મ કરતો જા, તને તારું ફળ મળી જશે. મતલબ કે તમારું કાર્ય કર્મ કરવાનું છે અને તેનું ફળ તમારી મહેનત આપે છે. દરેક કામમાં એક ઉન્નતિનો વિશ્વાસ હોય છે જે તમને પ્રગતિ અપાવે છે. તમારા વિશ્વાસ પર તમને કેટલો વિશ્વાસ છે? જો વિશ્વાસ ડગમગી જશે તો આસાન કામ પણ ધરાશયી થઇ જશે. દરેકે સર્વપ્રથમ પોતાના પર વિશ્વાસ કરતા શીખી લેવું. જો તેમાં તમે સફળ થયા તો દુનિયા તમારી છે. બાઈબલમાં લખ્યું છે, આપણે વિશ્વાસના આધારે ચાલીએ છીએ, સૃષ્ટિના આધારે નહીં. તમારી અંદર રહેલા આત્મવિશ્વાસને જગાડો અને મહાન કાર્યોના કામનો આરંભ કરો. સ્વામી વિવેકાનંદ એવું કહેતાં કે જેમને પોતાના પર જ વિશ્વાસ નથી, એમને પરમાત્મા પર તો વિશ્વાસ ક્યાંથી હોય? તમારા વિશ્વાસમાં આબાદ વિચારોને ભરી દો, સર્વોચ્ચ આદર્શ તમારી દૃષ્ટિ સમક્ષ રાખો. અંતે મહાન વિચારમાંથી જ મહાન કાર્ય જન્મે છે. તમારું કાર્ય તમને અને સમાજને ઉન્નત કરવાનું હોવું જોઈએ. દરેક માનવી સફળ એટલા માટે બની શકે તેમ છે, કેમ કે તેમની પાસે વિકસિત અને વિચારવંત મન છે. એ વિચારને કાર્યમાં ફેરવી નાખો નહિતર પાંજરામાં પૂરાયેલા પંખી જેવી દશા થશે. ઉડવાની શક્તિ તો છે પણ તે ઊડવા માટે અશક્ત છે. તેમ તમારો વિચારોમાં ગગન સુધી પહોંચવાનું સામાર્થ્ય તો છે પણ તેને કાર્યરત કરવા જરૂરી છે. નહિતર નિસહાય બની જશે.
જીવન અગ્નિપથ જ છે
તૂં ના થકેગા કભી, તૂં ના થમેગા કભી,
તૂં ના મૂડેગા કભી,
કર શપથ, કર શપથ, કર શપથ,
અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ.
- હરિવંશ રાય બચ્ચન
હરિવંશ રાય બચ્ચને લખેલી 'અગ્નિપથ' કવિતા સમજવા અને અપનાવવા જેવી છે. જીવનમાં જીત તેની જ થાય છે જે સતત નદીના પ્રવાહની જેમ આગળ વધતો રહે છે. અડચણો, દુવિધા અને સમસ્યા તો આવશે જ પણ તેમાંથી આગળ વધવું એ જ સફળતાની નિશાની છે. બેઝબોલની રમતમાં જેમને એક્કો માનવામાં આવે છે તે એલેક્સ રોદ્રિગુએજે એક સરસ પ્રેરણાદાયી વાત કહી છે, તમારા પરસેવાનો આનંદ ઉઠાવો કેમ કે સફળતાની કોઇ ખાતરી નથી હોતી, પણ તે મળ્યા સિવાય તેનો અવકાશ જ નથી. તમારી સફળતા મહેનતમાં બંધાયેલી છે તે તમને મળ્યા વગર રહી જ ના શકે. પરિશ્રમ, દૃઢ સંકલ્પ અને પુષ્કળ મહેનતનું પરિણામ સફળતાની ચાવી છે. એક નિર્ધાર કરી લો કે બસ કર્યા વગર અટકવું જ નથી, આ નિર્ધાર જ તમારી સફળતાનો સુગમ પાયો છે.
દરેક વ્યક્તિ જીતવા માટે જ રમે છે
જીવનમાં વિનામૂલ્યે કંઈ મળશે નહીં. દરેકની કિંમત હોય છે. કોઈ રમત રમાતી હોય તો તેમાં રમતવીરો તો અનેક હશે પણ જીતવાનું તો કોઈક એક જ હશે, તેનો મતલબ જરાય એવો નથી કે જીતનાર રમતવીર કરતાં અન્ય નબળા હતા. તે દિવસે તેની રમત શ્રેષ્ઠ હતી તે માટે તે જીતી ગયો, તમે પ્રયત્ન કરો જીત મળશે જ. પરાજય પામનાર દરેકને એવું લાગે છે કે તેની સાથે અન્યાય થયો છે પણ ક્યારેય જીતનારમાંથી પ્રેરણા નહીં લે કે કેવી રીતે જીત મેળવાય. તેમની રમતમાંથી શીખવાનો પ્રયત્ન તો કરો. કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ વખતે ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ બનશે પણ બન્યું એવું જ કે તેઓ વિજયી થયા. આ ટીમના વિજય પાછળ તેમના કપ્તાન ડેરન સેમીનો સિંહફાળો છે. જ્યાં સુધી ઈંટો વેરવિખરાયેલી રહે ત્યાં સુધી ઇમારત ના બને પણ જો તેને એકસાથે જોડી દેવામાં આવે તો તેમાંથી ભવ્ય ઇમારત બને છે. આ ટીમમાં ટી-૨૦ માટે બેસ્ટ ખેલાડી જ હતા, બસ જરૂર હતી તેને એક સાંકળમાં બાંધવાની, જે કામ કપ્તાને કર્યું અને બધાને માત દઈને વિશ્વ ચેમ્પિયન બન્યું. જીત પછી ડેરન સેમીએ એટલું જ કહ્યું કે હવે અમારો દેશ માનવા લાગશે કે અમે પણ જીતી શકીએ છીએ. અમને વિશ્વાસ હતો જો એક સાથે મળીને રમીશું તો કોઈ અમને હરાવી નહીં શકે અને તેવું જ થયું. અમને ગૌરવ એ છે કે વેસ્ટ ઇન્ડીઝ ત્રીસ વરસ પછી વિશ્વવિજેતા બન્યું છે, ક્રિકેટમાં જે અમારી શાન હતી તે અમને પાછી મળી તે જ અમારા દેશ માટે સન્માન છે.
કેવી સફળતા જોઈએ?
કોઈ પણ સફળતામાં ઉમંગ હોવો જોઈએ, સફળતા મળ્યા પછી પણ જો મન વલખાં માર્યાં કરતું હોય તો તમે સફળ નથી થયા. તમારે નક્કી કરી લેવું કે તમારે કેવી સફળતા જોઈએ છે? સામાજિક કે આર્થિક? સામાજિક સફળતામાં તમારે વધુ ઘસાવવું પડશે. જ્યારે આર્થિક સફળતા તમે તમારા માટે જ મેળવો છો. મહાન અમેરિકી સિદ્ધાંતી અબ્રાહમ મેસ્લોએ આપેલી માનવીની જરૂરિયાતવાળી થિયરીમાં અંતિમ જરૂરિયાત સન્માનની જણાવી છે. સન્માન કોઈને રાતોરાત કે પૈસા વેરવાથી નથી મળી જતું. ધનાઢય ઉધોગપતિ માટે પૈસાનું મૂલ્ય ગૌણ છે પણ સામાજિક પ્રતિષ્ઠા મહત્ત્વની છે. સામાજિક પ્રતિષ્ઠા મેળવવા માટે ચોક્કસ આર્થિક પ્રગતિ જરૂરી છે પણ તેમાં સમાજને સાથે રાખશો તો તે સફળતાની મહેક જ અલગ હશે. કેટલા બધા ઉદ્યોગપતિ છે પણ ભારતરત્ન જે.આર.ડી. તાતાની સફળતાની વ્યાખ્યા અલગ જ હતી તેના કરતાં પૈસાની રેસમાં ઘણા આગળ નીકળી ગયા પણ આ સન્માન તો તેમને જ નસીબ થયુંને. આપણા દેશમાં ભારત રત્નથી વિશેષ બીજું કયું સન્માન હોઈ શકે! ઇન્ફોસીસ જેવી કંપનીનું નિર્માણ કરનાર નારાયણ ર્મૂિતએ જીવનનું લક્ષ્ય બતાવતાં કહ્યું છે ખૂબ મહેનત અને નીતિમત્તા એ સાહસિકોનો સંદેશ હોવો જોઈએ.

Get Update Easy