HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

10 ડિસેમ્બર, 2014



ઓછુ બોલો પણ યોગ્ય બોલો
પ્રકૃતિએ આપણને કાન તો બે આપ્યા છે પરંતુ જીભ એક જ આપી છે જે તે વાતનો સંકેત કરે છે કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછુ બોલવું જોઈએ. જેવી રીતે જે ઓછુ પણ સારૂ ખાવુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બુદ્ધિમાનીનું કામ છે તે જ રીતે જો તમે કોઈને સાર ન કહી શકતાં હોય તો તમારે કોઈને ખરાબ કહેવાનો પણ અધિકાર નથી. આમ પણ વધારે ખાવુ અને વધારે બોલવું તે મૂર્ખતાની નિશાની છે.

સમજી વિચારીને ન બોલનાર અને વધારે પડતો બકવાસ કરનાર, યોગ્ય વિચાર કર્યા વિના બોલનાર, જે વિષયનું જ્ઞાન ન હોય તે વિષય પ્રત્યે પણ બોલનાર, ખોટુ બોલનાર ખાસ કરીને લજ્જાને પાત્ર હોય છે. એટલા માટે મનુષ્યને સમજી વિચારીને બોલવું જોઈએ અને જેટલી આવશ્યકતા હોય તેટલુ જ બોલવું જોઈએ.

જેવી રીતે કે કોયલ અને કાગડો બંને દેખાવે તો એક જ હોય છે પરંતુ જ્યાર સુધી બોલે નહિ ત્યાર સુધી કંઈ ખબર નથી પડતી કે કોયલ છે કે કાગડો. એટલે કે જ્યાર સુધી કોઈ વાતચીત ન કરે બોલે નહિ ત્યાર સુધી તે વ્યક્તિમાં સારા ગુણ છે કે ખરાબ તેની કંઈ સમજ પડતી નથી. ક્યાંય ક્યાંય એવા માણસો પણ હોય છે કે જે ક્યારેય બોલતા નથી અને બોલે પણ છે તો સમજી વિચારીને. આવા સ્વભાવવાળા માણસોને લજ્જીત નથી થવું પડતું અને પછતાવું પણ નથી પડતું. એટલા માટે ઓછુ અને સારૂ બોલવું જ યોગ્ય છે. તેને માટે એક સત્ય એક લઘુવાર્તાના રૂપે નીચે આપેલછે.

એક ઉચ્ચ શિક્ષિત પરિવારનો યુવક ખુબ જ ઓછુ બોલતો હતો અને સવારે પણ ચુપ જ રહેતો હતો. કોઈએ તેને પુછ્યું કે તુ ચુપ કેમ રહે છે તો તેણે જવાબ આપ્યો કે ખોટુ અને ખરાબ બોલવા કરતાં ન બોલવુ સારૂ. આપણે જે કઈ બોલીએ છીએ તે હંમેશ માટે વ્યોમમાં અંકિત થઈ જાય છે. કાગડાની જેમ કા કા કરતાં તો ચુપ રહેવું સારૂ.

નીતિમાં પણ કહ્યું છે કે- મૂર્ખનું બળ ચુપ રહેવામાં જ છે. અને બુદ્ધિમાન માટે આ શ્રેષ્ઠ અને આવશ્યક ગુણ છે. ગાંધીજીએ સાચુ જ કહ્યું છે કે ન ખરાબ સાંભળો, ખરાબ બોલો અને ન ખરાબ જુઓ. મૌન રહેવુ તે મૂર્ખનું બળ તો છે જ પણ સાથે સાથે વિદ્વાનનું આભુષણ પણ છે.



જો તમે જીમેલ યુઝર્સ છો તો તમારા માટે એક મોટા સમાચાર આવી ગયા છે. ઈ-મેલ સર્વિસ જીમેલે અત્યાર સુધીનો સૌથી સારો વિકલ્પ રજૂ કર્યો છે. પહેલા જીમેલે ગુગલ ડ્રાઈવને પોતાની સાથે જોડી લીધો હતો જેના કારણે યુઝર્સ 10 જીબી સુધીની ફાઈલ મેઈલ દ્વારા મોકલવાની સુવિધા મળી હતી.
ત્યાર પછી થીમ્સની સુવિધા પણ આપવામાં આવી હતી. ત્યાર પછી અલગ અલગ ટેબ્સની સુવિધા આપીને કોઈ પણ ફેરફાર યુઝર્સ કરી શકે તેવી સુવિધા આપી દીધી હતી. આમ, થીમથી ટેબ સુધી યુઝર્સ જેમ ઈચ્છે તેમ કંટ્રોલ કરી શકે છે. ગુગલે તેમની મેઈલ સુવિધા જી-મેલની સુરક્ષા ટેક્નીકમાં પણ ઘણો વધારો કરી દીધો છે. હવે કંપનીએ એક જોરદાર જાહેરાત કરતા કહ્યું છે કે, માઈક્રોસોફ્ટ ઓફિસના ડોક્યુમેન્ટને એડિટ કરવા માટે યુઝર્સને હવે તેમના જીમેલના ઈનબોક્સની બહાર નહિ જવુ પડે.
એટલેકે હવે તમે ઓફિસના કોઈ પણ ડોક્યુમેન્ટને ખોલીને તેમાં એડિટ કરી શકો છો. તેના માટે પહેલા એક નવી ટેબ ખુલતી હતી અથવા ડોક્યુમેન્ટને ઓફલાઈન એડિટ કરી શકાતા હતા. હવે તમને જીમેલમાં પેન્સીલ ટુલ વાળા બટન સાથે એડિટનો એક ઓપ્શન પણ જોવા મળશે. તેના સહારે હવે તમે ઈનબોક્સમાં જ તમારા માઈક્રોસોફ્ટ ઓફિસ સાથે જોડાયેલા ડોક્યુમેન્ટને એડિટ કરીને ગુગલ ડ્રાઈવમાં સેવ કરી શકશો.
એક અનોખું યાન જે પાંચ વર્ષ સુધી સહન કરશે સૂર્યનો તાપ

સૂરજની નજીક જનારા કોઇ પણ યાનને રાખ થવાથી બચાવવું એ સૌથી મોટો પડકાર છે. વૈજ્ઞાનિક ક્રિસ ડ્રેપરે પ્રાણીઓના હાડકાનો ઉપયોગ કરીને આ પડકારનો ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે ટાઇટેનિયમની ફોઇલ ઉપર પ્રાણીયોના હાડકાથી બનાવેલા એક લેપ લગાવ્યો હતો. જે સૌર યાનને સુરજના તાપથી બચાવશે. આ પરત 0.20 મિલીમીટર જાડી હોય છે તેની સપાટી ઉપર કાળારંગની પરત ચઢાવેલી છે.
આ યાન 2017માં અંતરિક્ષમાં મોકલવામાં આવશે જે સૂરજની કક્ષામાં તેની ચારે બાજુમાં ફરશે. આ યાન કોઇ પણ તારાની નજીક જનારૂ પહેલું યાન હશે. આ અંતરિક્ષ યાન સૌર પ્રણાલીમાં છોડવામાં આવેલા ઉચ્છ ઉર્જા કણોનું વિસ્તૃત અભ્યાસ કરશે. આ યાન એ પણ જાણવાનો પ્રયત્ન કરશે કે તેના કારણે પૃથ્વી ઉપર કેવી અશર થશે.
જે યાનને અંતરિક્ષમાં છોડવામાં આવશે તેનો જે હિસ્સો સૂરજની સામે હશે તેને 550 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે તાપમાનનો સામનો કરવો પડશે જ્યારે યાનનો જે હિસ્સો સૂરજની સામે નહીં હોય તે 200 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપ પણ સહન કરવો પડશે. આવી ભયંકર ગર્મીને યાનની અંદરની દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને યંત્રોને સલામત રાખવાનો પડકાર છે.
ડ્રેપરના જણાવ્યા પ્રમાણે ચિંતા એ જ હતી કે હીટશીલ્ડ બનાવવા માટે એવો કયો પદાર્શ ઉપયોગ કરીએ જેનાથી યંત્રો બળી ન જાય. હીટશીલ્ડ એટલો હલકો હોવો જોઇએ કે તે રોકેટને જમીનથી ઉપર જવામાં મદદ કરે. આ ઉપરાંત સૂરજની ગર્મીને તે પાંચ વર્ષ સુધી સહન કરી શકે. હીટશીલ્ડની બહારની પરત ખુલ્લા દરવાજા વાળા છિદ્રો પણ હોવા જોઇએ. ઉપકરણ બહારના દ્રશ્યો જોઇ શકે જેનું તેને અભ્યાસ કરવાનો છે. હીટશીલ્ડ 40 સેંટીમીટર જાડા સેંડવિચની જેની અંદર 8થી 18 સ્તર છે તેની બહારની પરત ટાઇટેનિયમથી બનેલી છે. આ ધાતુ ખુબ જ મજબૂત અને ફેક્સિબલ છે. નવાઇની વાત તો એ છે કે આ એક હજાર ડિગ્રીની ગરમી સહન કરી શકે છે. 
 જાતભાતની એપ્સ ડાઉનલોડ કરવાના શોખીનો ખાસ વાંચે..


શું તમે નવી એપ્સ માટે હંમેશા તૈયાર રહો છો પરંતુ તમને કઇ એપ્સ ઉત્તમ છે એની પસંદગી કરવામાં મુંઝવણ ઉભી થાય છે? તો આ મુંઝવણને પણ ગુગલે દુર કરી દીધી છે. ગુગલે વર્ષના ઉત્તમ એપ્સની લીસ્ટ ગુગલ પ્લે સ્ટોરમાં આપવામાં આવી છે. જ્યારે તમે એપ સ્ટોરના ‘બેસ્ટ એપ્સ ઓફ 2014’ સેક્શનમાં જઇને તમે એપ્સ ડાઉનલોડ કરી શકો છો.
બેસ્ટ એપ્સ ઓફ 2014ના સેક્સનમાં ગુગલે કુલ 64 એપ્લિકેશન્સને સ્થાન આપ્યું છે. જેમાં શઝેમ, ટયૂનઇન રેડિયો, ઉબેર, સ્કાઇપ ક્લિક, આ સિવાય વીડિયો ચેટ અને સીક્રેટ જેવા લોકપ્રિય એપ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી અગત્યની બાબત એ છે કે આ સેક્શનમાં આપવામાં આવેલી તમામ એપ્લીકેશનો ફ્રી નથી એટલે કે કેટલીક એપ્સને ડાઉનલોડ કરવા માટે રૂપિયા ચુકવવા પડશે.
જે સાત એપ્સ છે જેમાં એમેજિંગ વર્લ્ડ એટલસ, અલ્ટીમેટ ગિટાર ટેબ્સ એન્ડ કોર્ડસ, ફેસટ્યૂન, ઓફટરલાઇટ, 7 મિનિટ વર્કઆઉટ ચેલેન્ઝ, ડીજે 2 એન્ડ ઓવરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય તમારા પસંદીદા એપ્સનો સમાવેશ કર્યો છે કે નહી તેની જાણકારી માટે તમારે ‘વેસ્ટ એપ ઓફ 2014’ સેક્સનની મુલાકાત લેવી પડશે. ઉલ્લેખનીય છે કે ગુગલે ગયા વર્ષે પણ એપ્સની લીસ્ટને જાહેર કરી હતી.



Get Update Easy