HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

23 ડિસેમ્બર, 2014

વિજ્ઞાન પ્રોજેકટ જાતે કેવી રીતે બનાવી શકાય

આજનો વિચાર

  • ધરતી એના ખોદનાર ને પાણી આપે છે તો આપને તો માણસ છીએ, આપણું “ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ ..???
વાતાવરણમાં થતાં ફેરફાર જીવ સૃષ્ટિ પર કઈ રીતે અસર કરે છે ? (સ્લાઇડ શો ) 
https://drive.google.com/file/d/0B27SQJOW45lZbUF5cTVRcV9GeUE/view?usp=sharing
વિજ્ઞાન પ્રોજેકટ જાતે કેવી રીતે બનાવી શકાય તે જાણવા નીચેની ઇમેજ પર ક્લિક કરો
https://drive.google.com/file/d/0B27SQJOW45lZNGpEMXYxUmNVQzg/view?usp=sharing

 
તમસો મા જ્યોતિર્ગમય...
જિંદગીને સફળ બનાવવામાં સઘળા સાધનોના અભાવ વચ્ચે કેવળ આત્મબળે દુનિયાને દંગ કરી મૂકે તેવો ઉત્કર્ષ સાધનાર હેલનકેલરે એક મઝાની વાત કરી છે. વિધાયક વિચારસરણીને સહારે જીવનનો વિકાસ સાધવા ઝંખનાર સૌ કોઈને માટે હેલનકેલરની એ ઊક્તિ ઘણી પ્રેરક છે.
હેલને કહ્યું છે તમારું મોં સૂર્યપ્રકાશ તરફ જ રાખો અને તો તમને પડછાયો નહીં દેખાય! પડછાયો માણસને પરેશાન કરી મૂકનારી વસ્તુ છે. જેના મનમાં પડછાયાની વાત પકડ જમાવે છે એને માટે મનની કાયમી શાંતિ દુર્લભ ચીજ બની રહે છે. હિટલર જેવા હિટલરને પણ પડછાયાની ચિંતા સતાવી ગઈ હતી. હિટલરે કહેલું કે તમે પ્રકાશમાં હો ત્યાં સુધી તો કશો વાંધો આવતો નથી. પણ અંધકાર જેવો તમને ઘેરી વળે કે તરત તમારો પડછાયો પણ તમારો સાથ છોડી જાય છે પણ જો પડછાયાની ચિંતા જ ગઈ તો? હેલનકેલર આપણને પ્રકાશનોે માર્ગ ચીંધે છે. આપણા પૂર્વજોએ પણ આપણને આવી જ પ્રાર્થના ભણાવી હતી. તમસો મા જ્યોતિર્ગમય-ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા!
જીવનને ઉમદા બનાવવા ઈચ્છનારે અંધકારથી ડર્યા વિના, પડછાયાના પ્રપંચમાં અટવાયા વગર નિરંતર પ્રકાશની આરાધના કરવાની છે. જીવનમાં ને જગતમાં જે કંઈ ઊજળું દેખાય છે તેની આકાંક્ષા સેવવાની છે.
હેલન કેલરનો આવો અનુરોધ જે સહજપણે સ્વીકારી શકે એના જીવનમાંથી અભાવોનોે વસવસો, ઊણપોનો પરિતાપ આપોઆપ જ વિદાય લેવા લાગે છે અને હેલનકેલરનું આ ઉદ્બોધન એમના જીવનની સંગીન સંઘર્ષયાત્રાની નીપજ છે. આ કંઈ પરોપદેશે પંડિતાઈ નથી. જેણે જીવનની વસમી વિષમતાનો સામનો કર્યો છે. તેની સામે ઝીંક ઝીલી દેખાડી છે એના વચનમાં વજૂદ હોય તો એમાં નવાઈ શી? જે પણ કંઈ પામ્યા છે, એમણે જીવનમાં વિધાયક વિચારસરણીનું જ શરણું શોધ્યું છે. જગતનો ઈતિહાસ એનો સાક્ષી છે.


Get Update Easy