HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

29 નવેમ્બર, 2014

Though of the day

બહુ બોલવાથી લાભ નહી પણ હાની થાય છે. 

ગૂગલે બનાવી છે સ્માર્ટ ચમચી.. જાણો આ ચમચીની વિશેષતા

google spoon
 
ગૂગલે એક સ્માર્ટ ચમચી રજુ કરી છે. જે ખૂબ જ કામની છે. આ સ્માર્ટ ચમચી એ દર્દીઓ માટે મદદરૂપ છે જેમના હાથ ધ્રુજવાને કારણે કશુ ખાવા પીવામાં મુશ્કેલી થાય છે.  
જો કે આનો સંપૂર્ણ શ્રેય ગુગલને આપવો ઠીક નથી. આ ચમચીને લિફ્ટ લૈબ્સ નામના સ્ટાર્ટઅપે બનાવવી શરૂ કરી. ગૂગલે આ ટેકનોલોજી જોઈ અને  તેને આ કંપની ખરીદી લીધી. લિફ્ટ લૈબના ફાઉંડર ભારતીય મૂળના અનુપમ પાઠકે જણાવ્યુ કે 4 લોકોએ શરૂ કરેલ આ સ્ટાર્ટઅપના ગૂગલમાં ગયા પછી તેમણે તેમા ટેકનોલોજીના રિસર્ચને લઈને વધુ આઝાદી મળશે. 
લિફ્ટવેઅર નામની આ ચમચી સેકડો એલ્ગરિદમ્સનો ઉપયોગ કરે છે અને ચમચીનું કંપન(હાથનું ધ્રુજવુ) ઓછુ કરે છે.  હથ ધ્રુજવા છતા ચમચી ઓછી હલવાથી દર્દી પહેલા કરતા વધુ આરામથી ખાઈ શકે છે. 
આમા ટેકનોલીજી મદદથી એ જોવામાં આવ્યુ છે કે હાથ કેવી રીતે હલી રહ્યો છે અને એ હિસાબથી ચમચી પોતાનુ બેલેંસ બનાવે છે. ટેસ્ટમાં એ પણ જોવા મળ્યુ કે લિફ્ટવેર ચમચીના હલવાની ક્રિયાને 76 ટકા ઓછી કરી નાખે છે. 
ગૂગલની પ્રવક્તા કેટલિન જબારીએ કહ્યુ. અમે લોકોની રોજીંદી જીંદગીમાં મદદ કરવા માંગીએ છીએ. 
યુસી સેન ફ્રંસિસ્કો મેડિકલ સેંટરામાં ન્યુરોલોજીસ્ટ અને પાર્કિસન જેવી બીમારીઓની વિશેષગ્ય ડોક્ટર જિલ ઓસ્ટ્રિમે આને અદ્દભૂત ગણાવ્યુ છે. તેમણે આ ચમચીને બનાવવામાં પોતાની સલાહ દ્વારા મદદ પણ કરી હતી. તેમણે કહ્યુ મારી પાસે કેટલાક દર્દી છે જે પોતે નથી ખાઈ શકતા. પહેલા કોઈ બીજાએ તેમણે ખવડાવવું પડતુ હતુ. પણ હવે તેઓ જાતે ખાઈ શકે છે.  આનાથી આ બીમારી તો ઠીક નથી થતી પણ અનેક સકારાત્મક ફેરફારો આવે છે. 
ગુગલના કો-ફાઉંડર સર્ગેઈ બિનની મા સહિત દુનિયાભરમાં એક કરોડથી વધુ લોકો એવા છે જેમને પાર્કિસન કે આવી કોઈ બીમારી છે. બ્રિને જણાવ્યુ કે તે પાર્કિસનની સારવારના રિસર્ચ પર 5 કરોડ ડોલર દાન કરી ચુક્યા છે. 
હવે અનુપમ પાઠકની ટીમ ગૂગલ (xમાં કામ કરે છે. તેમણે જણાવ્યુ કે ગૂગલમાં આવવાથી તેઓ પ્રેરિત થયા છે. પણ તેમનુ ફોક્સ એ લોકો પર રહેશે જે આ ચમચીની મદદથી જાતે ખાઈ શકે છે. તેઓ આમા હજુ વધુ સેંસર્સ લગાવવાના છે. જેનાથી મેડિકલ રિસર્ચર્સને મદદ મળશે.  
આ ચમચીની કિમંત હજુ સુધી 295 ડોલર (લગભગ 18 હજાર રૂપિયા) હતી. પણ એવુ કહેવાય રહ્યુ છેકે હવે આ ખૂબ જ સસ્તી થઈ શકે  છે. 
સવારે ઉઠતાની સાથે 4 ગ્લાસ ગરમ પાણીનો આ ઉપાય અજમાવો, અને જાણો તેનાં અગણિત ફાયદા

સવારે ઉઠતાની સાથે 4 ગ્લાસ ગરમ પાણીનો આ ઉપાય અજમાવો, અને જાણો તેનાં અગણિત ફાયદા
જાપાનમાં સવારે ઉઠીને તરત પાણી પીવાની પ્રથા અત્યંત લોકપ્રિય છે. અને હમણાજ થયેલા સંશોધનો એ વાત ને માન્યતા પણ આપે છે.અમે અમારા મિત્રો માટે પાણી ના ફાયદાઓ વર્ણવી રહ્યા છીએ. જાપાન મેડીકલ એસોસિએશના જણાવ્યા પ્રમાણે જુના હઠીલા અસાધ્ય રોગો અને આધુનિક સમયના રોગો ઉપર પાણીનો ઈલાજ ખુબજ અસરકારક પરિણામો આપે છે.
જેવાકે માથાનો દુખાવો, શરીરનો દુખાવો, હૃદયની સમસ્યાઓ, જુનો સાંધાનો વા, હૃદયના ધબકારા એકાએક વધી જવા, વાઈ(ફીટ આવવી), મેદસ્વીતા, શ્વસનતંત્રનારોગો અસ્થમા, ટી.બી., મેનેન્જાઇટિસ, કીડની અને મૂત્રમાર્ગના રોગો, ઉલટી, ગેસની સમસ્યા, ઝાડા, મળમાર્ગમાં મસા, ડાયાબીટીસ, કબજીયાત, આંખોના બધા પ્રકારના વિકારો, ગર્ભાશયને લગતી સમસ્યાઓ, માસિકની સમસ્યાઓ, કેન્સર, કાન-નાક અને ગળાની તક્લીફો.
સારવારની રીત-
૧. સવારે ઉઠીને બ્રશ કર્યાં પહેલા ૧૬૦ mlનો એક એવા ૪ ગ્લાસ પાણી પી જવું.
૨. ત્યાર પછી બ્રશ કરવું પણ ૪૫ મીનીટ સુધી કંઈપણ ખાવું કે પીવું નહિ.
૩. ૪૫ મીનીટ પછી તમે ખાઈ પી શકો છો.
૪. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર કર્યાંની ૧૫ મીનીટ પછી ૨ કલાક સુધી કંઈપણ કશો કે પીશો નહિ.
૫. જે લોકો વૃદ્ધ અથવા બીમાર હોય અને ૪ ગ્લાસ જેટલું પાણી એકસાથે ના પી શકે તેમણે શરૂઆત થોડુ પાણી પીવાથી કરવી અને ત્યારબાદ ધીમે ધીમે ૪ ગ્લાસ સુધી પહોંચવું.
૬. ઉપરની સારવાર બીમારીઓને નાબૂદ કરશે અને જે લોકો સ્વસ્થ છે તેઓની તંદુરસ્તીમાં વધારો કરશે.

કઈ સમસ્યાના નિવારણ માટે કેટલા દિવસ ઉપચાર કરવો જરૂરી છે
૧. બી.પી. લોહીનું ઊંચું દબાણ – ૩૦ દિવસ
૨. ગેસ, એસીડીટી અને આંતરડાની સમસ્યાઓ- ૧૦ દિવસ
૩. ડાયાબીટીસ-૩૦ દિવસ
૪. કબજીયાત – ૧૦ દિવસ
૫. કેન્સર – ૧૮૦ દિવસ
૬. ટી.બી. – ૯૦ દિવસ
૭. ચરબી-૩૦ દિવસ
૮. સાંધાના વા ની સમસ્યાનો સામનો કરતાં લોકોએ પહેલા અઠવાડિયામાં માત્ર ૩ દિવસ અને ત્યારબાદ બીજા અઠવાડિયાથી દરરોજ ઉપચાર ચાલુ રાખવો.

આ ઉપચાર પદ્ધતિની કોઈ આડઅસરો નથી, શરૂઆતમાં વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે એમ બને પરંતુ આ ઉપાયને કાયમમાટે ચાલુ રાખવા થી શરીર એકદમ ચુસ્ત તંદુરસ્ત અને સક્રિય બને છે.

Get Update Easy