આજનો વિચાર
The distance between who I am and who I want to be is separated only by my actions and words.-Unknown
ROJGAR SAMACHAR -રોજગાર સમાચાર -DATE 19/11/2014 p.d.f. CLICK HEREPrayer Collection Mp3
PRAYER
પ્રેસ નોટ પ્રખરતા શોધ કસોટી Joint Entrance Examination (Main) - 2015
clik here
'PK'ની ખાસ Exclusive માહિતી વાંચવા કરો ક્લિક, જે બીજે ક્યાંય જ નહી હોય
લોકપ્રિય સંગીતકાર શાંતનુનું મોઇત્રા છેલ્લા કેટલાક સમયથી નિરંતર
કાયમીરૂપે વિધુ વિનોદ ચોપડાની ફિલ્મોના ગીતોમાં મધુર અને ભાવપૂર્ણ સંગીત
આપતા આવ્યા છે. અને હવે તેમણે ફિલ્મ 'પીકે'ના ગીતોને કમ્પોઝ કર્યું છે.
સંગીતકારનો સંપર્ક કરતાં ફિલ્મના મ્યુઝિક આલ્બમ અંગે તેમણે જણાવ્યું હતું
કે, 'ફિલ્મમાં કુલ મળીને પાંચ ગીતો છે. અમારાથી બનતા પ્રયાસો યોજી આજના
પ્રતિસ્પર્ધાના સમયમાં સારા અદ્ભુત સિંગરોને લઇને દરેક સોન્ગને મધુર અને
અસાધારણ બનાવવાનો પ્રયાસ કર્યાે છે.
'થારકી છોકરો અને લવ ઇઝ વેસ્ટ ઓફ ટાઇમ' બાદ ફિલ્મમાં હજી એક શ્રેયા
ઘોષાલ અને શાન દ્વારા ગવાયેલું ભાવપૂર્ણ અને મધુર ગીત 'ચાર કદમ ચલ દો ના
મેરે સાથ' છે. આ ગીત આલ્બમ સોન્ગમાંનું એક લવ સોન્ગ છે. જેનું શૂટિંગ
બોલીવૂડની પહેલાની ફિલ્મોમાં જે રીતે રોમાન્ટિક સોન્ગને ફિલ્માવવામાં આવતા
હતાં, તે રીતે કરવામાં આવ્યું છે. આ ગીત વિઝ્યુઅલી ફિલ્મ 'સિલસિલા'માં રેખા
અને અમિતાભ પર ફિલ્માયેલા ગીતની યાદ અપાવશે. આ ગીત મારું ફેવરીટ ગીત છે'.
આગળ વધારતા શાંતનુનુંએ કહ્યું કે, 'આ સિવાય ફિલ્મમાં એક ભગવાનનું ગીત છે. આ
ગીતને સોનું નિગમે ગાયું છે અને શાંતનુનું મોઇત્રા જેના માટે વિખ્યાત છે
તે અર્ધ શાસ્ત્રીય ઢબે આ ગીત તૈયાર કરવામાં આવ્યું છે.
ફિલ્મનું એક છેલ્લું ગીત શ્રેયા ઘોષાલ દ્વારા ગાવામાં આવેલું
'નંગા-પુંગા' છે. શ્રેયાએ આ અસામાન્ય ગીત ખૂબ જ સરસ રીતે ગીત ગાયું છે. જે
તેની સિંગિંગ કલાની અમાપ ખ્યાતિની સાબિતી પૂરવાર કરે છે. અલબત્ત, બહુ ઓછા
લોકો જાણે છે કે આ ગીતને બહુ પહેલા, ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું તે
પહેલાં બનાવવામાં આવ્યું હતું.