સુવિચાર
:~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક
વહીવટી કર્મચારીઓ આ કાર્યક્રમ જોવે તે
જરૂરી છે.
આવેદનપત્રો ભરવા માટે બાયસેગ દ્વારા માર્ગદર્શન.
KAVK બ્યૂટીફૂલ ફલાવર વિડિયો જૂઓ
:~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક
ધોરણ -૧૦ અને
ધોરણ -૧૨ [તમામ પ્રવાહ ] ના જાહેર
પરીક્ષા માં ઉપસ્થિત રહેનાર વિદ્યાર્થી ઓં ના
આવેદનપત્રો
ઓનલાઈન ભરવા માટે વિગતવાર માર્ગદર્શન આપવા માટે
બાયસેગ સ્ટુડીઓ મારફતે
તારીખ : ૧૩/૧૧/૨૦૧૪ ના રોજ
સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦
કલાક દરમ્યાન માર્ગદર્શન
આપવામો આવશે
જેની તમામ આચાર્યો તથા શિક્ષકો અને
આવેદનપત્રો ભરવા માટે બાયસેગ દ્વારા માર્ગદર્શન.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્ટોબરમાં લેવાયેલી સાયન્સની પરીક્ષામાં
તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી અને ટેબલેટ લગાવી પરીક્ષા લેવામાં આવી
હતી. આ પ્રયોગ સફળ થયા બાદ હવે બોર્ડ આગામી માર્ચ-૨૦૧૫ની પરીક્ષામાં તમામ
પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી અને ટેબલેટ લગાવવાનું વિચારણા હાથ ધરવામાં
આવી છે. બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક મળી હતી, જેમાં ટેબલેટ અને સીસીટીવી
લગાવવાથી વિદ્યાર્થીઓનું દબાણ હળવું થયું હોવાનો મત વ્યક્ત કરાયો હતો.
બોર્ડ દ્વારા પરીક્ષા માટે પાંચ વર્ષમાં જે કામચલાઉ કેન્દ્રો આપવામાં
આવ્યા છે તેને કાયમી કેન્દ્ર તરીકે માન્યતા આપતા પહેલા સ્કુલમાં
સીસીટીવી લગાવવાનું ફરજીયાત બનાવવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક બોર્ડના અધ્યક્ષની
આગેવાનીમાં તાજેતરમાં મળી હતી. જેમાં પરીક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ અંગે
ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બોર્ડની ઓક્ટોબરમાં લેવામાં
આવેલી સાયન્સ પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં રાજ્યના તમામ
પરીક્ષા સ્થળો પર સીસીટીવી અને ટેબલેટ લગાવવામાં આવ્યા હતા. બોર્ડના આ
પ્રયાસની પરીક્ષા સમિતિની બેઠકમાં સૌએ પ્રશંસા કરી હતી અને તેના પરિણામોથી
ખુશી વ્યક્ત કરી હતી. બોર્ડની આ બાબતને ધ્યાનમાં લઈને આગામી
માર્ચ-૨૦૧૫માં લેવામાં આવનારી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં તમામ સ્થળોએ
સીસીટીવી અને ટેબલેટ લગાવવાની વિચારણા હાથ ધરાઈ હતી. આ મુદ્દે બોર્ડના
સભ્યોએ પણ હકારાત્મક વલણ અપનાવતા આગામી પરીક્ષામાં સીસીટીવી અને ટેબલેટ
લગાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. ઉપરાંત બોર્ડ દ્વારા
છેલ્લા પાંચ વર્ષમાં જે સ્કુલોને કામચલાઉ પરીક્ષા કેન્દ્રો આપવામાં
આવ્યા છે તેમને કાયમી કેન્દ્ર તરીકે માન્યતા આપતા પહેલા સીસીટીવી
નાંખવાનું ફરજીયાત બનાવવામાં આવશે. આ ઉપરાંત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની
પ્રાયોગિક પરીક્ષા અંગે બોર્ડ દ્વારા વિજ્ઞાન શિક્ષકોને તાલીમ સુસજ્જતા
ચકાસણી માટે શાળાઓની આકસ્મિક મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેથી પરીક્ષા દરમ્યાન ગુલ્લી મારનારા શિક્ષકો સામે કાર્યવાહી કરી શકાશે.
ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક ર્વાષિક પરીક્ષા વખતે આ પરક્ષા બરાબર
લેવાય છે કે કેમ તે માટે બોર્ડ દ્વારા નિરીક્ષકો મોકલવાનું નક્કી કરાયું
છે. ઉપરાંત બોર્ડની કામગીરીનું કેલેન્ડર બનાવવા અંગે તેમજ ધોરણ-૧૦ અને
૧૨ના ઓનલાઈન ફોર્મ ભરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર
- અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.
- સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
- સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
- આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
- એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.
- દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, એટલી જ સાકર મેળવી, તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે.
- કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
- સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
- અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના
- જમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.
- ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
- ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
- ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા ૪-૫ નંગ કાળાં મરચીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
- ૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરાના ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
- તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
- આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.
- લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.
- ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
- કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
- સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.
- સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે.
શૈક્ષણિક સત્રના પ્રારંભ થાય તે પહેલા જ ખાનગી ટયુશનનોની હાટડીઓ ફરીએકવાર શરૂ થઇ છે : રિપોર્ટ
રાજ્યમાં
નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાને આડે હજી ચાર દિવસની વાર છે જો કે નવું સત્ર
શરૂ થાય તે પહેલા જ શહેરમાં ખાનગી ટયુશન કલાસીસો ધમધમવા લાગી છે. વર્ષ
૨૦૧૧માં રાજ્ય સરકારે જાહેર કરેલ પરીપત્ર મુજબ શાળામાં નોકરી કરતાં
શિક્ષકો ખાનગી ટયુશનો ચલાવી ન શકે પરંતુ સરકારના આદેશનો ભંગ કરી શહેરમાં
ઠેર-ઠેર શિક્ષકો દ્વારા ખુલ્લેઆમ ટયુશન કલાસીસો ચલાવવામાં આવી રહી છે.
વર્તમાન સમયમાં શિક્ષણ એ સેવા મટીને વ્યાપાર બની ગયો છે. શિક્ષણના આ
વેપારી કરણના કારણો ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે પોતાના બાળકોને
સારૂં શિક્ષણ આપવું જાણે કે દુષ્કર બની ગયું છે.
એક
બાજુ શાળાની તગડી ફીનો માર અને બીજી બાજુ શાળામાં બાળકોને સારા ગુણ અપાવવા
માટે ફરજીયાત ટયુશન એ જાણે વણ લખ્યો નિયમ બની ગયો છે. ધ રાઈટ ઓફ
ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેસન એક્ટ-૨૦૦૯ની કલમ નંબર ૨૮
અને ૩૮ની જોગવાઈઓ મુજબ વર્ષ ૨૦૧૧થી શાળાના શિક્ષકો પૈસા લઈને કે પૈસા લીધા
વિના કોઈપણ વિદ્યાર્થીને ટયુશન આપી શકે નહીં તેવો સરકારે આદેશ કરેલ છે તેમ
છતાં પણ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો વધારાની કમાણીની લ્હાયમાં શિક્ષણનું
વ્યાપારીકરણ કરીને ખુલ્લેઆમ ટયુસન ચલાવી રહ્યા છે. ધોરણ-૧૦ની પરીક્ષામાં
ઈન્ટરનલ માર્કની સિસ્ટમ દાખલ કરાયા બાદ પોતાનું ટયુશન ન રાખતા
વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઈન્ટરનલ ગુણ ઓછા આપવાની ગમિતિ ધમકીઓ આપી
વિદ્યાર્થીઓને ટયુશન માટે ફરજ પાડવામાં આવે છે. આવા શિક્ષકો દ્વારા
જાહેરમાં ખાનગી ટયુશન કલાસીસો ચલાવવામાં આવતી હોવા છતાં તેમને અટકાવવામાં
શિક્ષણ વિભાગ વામણો સાબિત થયો છે.