HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

26 નવેમ્બર, 2014

જળકમળ છાંડી જાને બાળા

નરસિંહ મહેતા ના ભજન માનું એક પ્રખ્યાત ભજન
જળકમળ છાંડી જાને બાળા
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … જળકમળ

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીયો
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … જળકમળ

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … જળકમળ

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … જળકમળ

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ

લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરીયો,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … જળકમળ

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીયો,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …જળકમળ

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … જળકમળ

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુ:ખ આપશે
મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ

થાળ ભરીને નાગણે સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … જળકમળ

- નરસિંહ મહેતા
 
આ ચાર્જરથી માત્ર 5 મિનિટમાં ચાર્જ થશે સ્માર્ટફોન
મોબાઈલ ચાર્જિંગને સરળ બનાવવા માટે વિશ્વભરમાં અનેક રિસર્ચ થઈ રહ્યા છે. સ્માર્ટફોનની બેટરીને ફટાફટ ચાર્જ કરવા માટે હવે એક એવો પોર્ટેબલ ચાર્જર આવી ચુક્યો છે જે માત્ર 5 મિનિટમાં સ્માર્ટફોન ચાર્જ કરવાનો દાવો કરે છે. પ્રોન્તો દ્વારા સ્માર્ટફોન ખૂબ જ ઝડપથી ચાર્જ થશે. કંપનીનો દાવો છેકે પ્રોન્તોથી આઈફોન5 માત્ર 5 મિનિટમાં પુર્ણ ચાર્જ થઈ જાય છે.  
pronto
પ્રોન્તો કોઈ ચાર્જર નહી પણ એક બેટરી પૈક (પાવર પૈક) છે. Pronto લેટિન શબ્દ Promtusથી બન્યો છે. જેનો અર્થ થાય છે ક્વિલ(ઝડપી) પ્રોન્તો કિકસ્ટાર્ટરનો એક પ્રોજેક્ટ છે જે અંતિમ ચરણમાં પહોંચી ચુક્યો છે. 
આ પ્રોન્તો પોર્ટેબલ બેટરીના બે મોડલ રહેશે. પ્રોન્તો5 4500mAh અને પ્રોન્તો12  13,500mAhની બેટરી સાથે છે. 
એકવાર ચાર્જ કર્યા બાદ પ્રોન્તો 5 દ્વારા એપ્પલ આઈફોન5ને 3 વાર ચાર્જ કરી શકાય છે. જ્યારે કે પ્રોન્તો 12 દ્વારા 9 વાર ચાર્જ કરી શકાય છે.
પ્રોન્તો પોર્ટેબલને ચાર્જ કરવા માટે એક કલાકનો સમય લાગે છે. જેમા 12v અડોપ્ટર છે. જેનાથી તમે તમારુ લેપટોપ, ટેબલેટ અને ડીએસએલઆર કૈમરા જેવી ડિવાઈસ ચાર્જ કરી શકો છો.  
કંપનીએ પ્રોન્તોને ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં ટેસ્ટ કર્યો છે. 
કંપનીએ પ્રોન્તો 5 ની કિમંત બઝાર માટે 99 ડોલર (લગભગ 6000 હજાર રૂપિયા) અને પ્રોન્તો 12ની કિમંત બજાર માટે 149 ડોલર (લગભગ 9100રૂપિયા) રાખી છે.


Get Update Easy