HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

21 ઑક્ટોબર, 2014

Download GPSC Main Exam Syllabus 2014

Though of the day

પરમાત્મા બનવું હોય તો ધર્માત્મા બનવું પડે. 

Download GPSC Main Exam Syllabus 2014 :

Syllabus for Mains Exam for Advt 09/2014-15 G.A.S Class I & G.C.S Class-I & II


Paper 1 and 2 (Guj & Eng) : Click here 

Paper 3 : Click here 

GS Paper 4 and 5 : Click here 



રાજ્ય સેવામાં પ્રવર્તમાન ભરતી યોજના અંતર્ગત વેતન મેળવતા કર્મયોગીઓને મુખ્‍યમંત્રીશ્રીની નૂતન વર્ષ ભેટ
હાલ મળતા માસિક વેતનમાનમાં રૂ. ર૬૦૦ થી ૩૭૦૦નો વધારો જાહેર કરતા શ્રીમતી આનંદીબહેન પટેલ
એક લાખથી વધુ કર્મયોગીઓને લાભ મળશેઃ તા. ૧ ઓકટોબર ર૦૧૪થી અમલ
મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્ય સરકારની સેવાઓમાં વર્ગ-૩-૪માં ફરજ બજાવતા કર્મયોગીઓને હાલની યોજનાના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન અપાતા વેતનમાનમાં માસિક રૂ. ર૬૦૦થી ૩૭૦૦ સુધીનો માતબર વધારો જાહેર કર્યો છે.
આ પગાર વધારો તા.૧ ઓકટોબર-ર૦૧૪ થી અમલી બનાવાયો છે.
શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્ય સેવામાં કર્તવ્‍યરત આ કર્મયોગીઓને નૂતનવર્ષ ભેટ આપતાં આ કર્મયોગીઓના હિતમાં આ નિર્ણય કર્યો છે. જે અન્‍વયે વેતનમાં નીચે પ્રમાણે વધારો મંજુર કરવામાં આવ્‍યો છે.
હાલનો પગાર
પગારમાં થનાર વધારો
પગાર વધારાની રકમની ટકાવારી
૪૫૦૦      
૭૧૦૦      
૫૮ ટકા     
૫૩૦૦      
૭૮૦૦      
૪૭ ટકા     
૯૪૦૦      
૧૩૫૦૦    
૪૪ ટકા     
૧૦૦૦૦    
૧૩૭૦૦    
૩૭ ટકા
રાજ્ય સરકારના આ નિર્ણયની વિગતો આપતાં પ્રવકતામંત્રીઓ આરોગ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને નાણામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે વધુમાં જણાવ્‍યું કે, મહત્‍તમ યુવાધનને રાજ્ય સેવાઓમાં રોજગાર અવસર આપવા હેતુસર શરૂ કરાયેલ યોજના અનુસાર સરકારના વિભાગોમાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આવનારા સમયમાં વિવિધ વિભાગોમાં જે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેમાં અંદાજે ૨.૫૦ લાખ યુવાનોને રાજ્ય સરકારની નોકરીની તક પ્રાપ્‍ત થવાની છે. મુખ્‍યમંત્રીશ્રીના આ કર્મયોગી હિતલક્ષી અભિગમથી એક લાખથી વધુ કર્મયોગીઓને વાર્ષિક રૂ. ૩૮૦ કરોડનો લાભ મળશે તેમ પણ પ્રવકતા મંત્રીશ્રીઓએ ઉમેર્યું છે.

ડોક્ટર પોતાના દાયિત્વો પ્રત્યે ગંભીર રહે - નરેન્દ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે એમ્સના દીક્ષાંત સમારંભને સંબોધિત કર્યા. આ દરમિયાન પ્રધાનમંત્રી હળવા મુડમાં જોવા મળ્યા. તેમણે સલાહ આપી કે ગરીબ વર્ગના બાળકોએન આવા કાર્યક્રમોમાં વિશેષ મહેમાનના રૂપમાં બોલાવવા જોઈએ. જેથી તેમને પ્રોસ્તાહન મળે. આ ઉપરાંત શુ બોલ્યા મોદી વાચો તેમના જ શબ્દોમા.. 
MODI
હુ ક્યારેય એક સારો વિદ્યાર્થી નથી રહ્યો. મને કોઈ એવોર્ડ નથી મળ્યો. તેથી વધુ ઝીણવટો વિશે હુ જાણતો નથી. વિદ્યાર્થી જ્યારે એક્ઝામ આપે છે તો તેને ખાવાનુ પણ ભાવતુ નથી. એ ખૂબ જ તણાવમાં રહે છે. પણ આજે તો તમે એ બધાને પાર કરીને અહી પહોંચ્યા છો તો પછી તમે આટલા ગંભીર કેમ છો.. હુ તમને આગ્રહ કરી કે તમે તમારી જવાબદારી પ્રત્યે આનાથી વધુ ગંભીર રહો પણ જીવનમાં ગંભીર ન બનશો.. જીવન મુશ્કેલ છે સંકટોમાંથી પસાર થઈને આગળ વધવાની આદત બનાવીને ચાલવુ તેનો આનંદ જ અલગ છે. 
  મારી એક બે સલાહ જરૂર છે શુ ક્યારેય આપણે આ કનવોકેશનમાં એક સ્પેશલ ગેસ્ટની પરંપરા શરૂ કરી શકીએ છીએ. ગરીબ વસ્તીમાં જે શાળા છે એવા એક સિલેક્ટેડ 9મા 9મા ધોરણના 30-40 વિદ્યાર્થી તેમને અહી બોલાવવામાંઅ આવે. તેમને બેસાડવામાં આવે. તેઓ જુએ કે દુનિયા શુ છે. જે કામ કદાચ તેમના ટીચર નથી કરી શકતા એ બાળકના મનમાં કલાક બે કલાકની આ તક એક જિજ્ઞાસા ઉભી કરશે. મનમા સપના જગાવશે. તેને લાગશે કે ક્યારે મારી જીદગીમાં આ અવસર આવે. કલ્પના કરો કેટલી મોટી અસર થઈ શકે છે આની. વસ્તુ બહુ નાની છે પણ તાકત ખૂબ ઊંડી છે. અને આ જ વાતો છે જે બદલાવ લાવે છે. 
મારો આગ્રહ છે કે એ ગરીબ બાળકો ડોક્ટરના બાળકો આવશે તો કહેશે કે મારા પિતાજીએ પણ કર્યુ છે. સમાજ જીવનમાં આપણી સામાન્ય વાતોથી કેવી રીતે ફેરફાર લાવી શકે છે. તેના પર આપણે વિચારીએ. જે ડોક્ટર બનાવીને આજે જીવી રહ્યા છે. પોતાને ઉપલબ્ધિ મેળવી છે. આજે  આવી જઈ રહ્યા છો. વીતેલા કાલે અને આવનારા કાલમા કેટલુ અંતર છે  તમે જ્યારે પહેલીવાર એમ્સમાં પગ મુક્યો હશે. ઘરમાં માતા પિતા કાકાએ તમને અનેક સલાહ આપી હશે. આવુ કરજો આવુ ન કરશો. ટ્રેનમાં બેસો તો બારી બહાર ન જોશો. એક ક્લાસરૂમમાં હતા ઈંસ્ટિટ્યુટમાં હતા ભણી રહ્યા હતા ત્યારે તમે કેટલ પ્રોટેક્ટેડ હતા. કોઈ મુશ્કેલી આવે તો સીનિયરનો સાથ મળી જતો હતો. સમાધાન ન થાય તો પ્રોફેસર .. એ ન મળે તો ડિન મળી જતા હતા. 
તમને અત્યાર સુધી સુરક્ષિત વાતાવરણમાં નિર્ણય કરવાની ક્ષણ આવી હશે પણ હવે એકલવ્યની જેમ એકાંત સાધના કરવી પડશે. પણ જો તમે વિચારો કે બંધ ક્લાસરૂમમાં વિશાળ ક્લાસરૂમમાં જઈ રહ્યા છો. કાયમ સ્ટુડેંટ બની રહો. જે વરિષ્ઠ લોકોને મે સન્માનિત કર્યા તેઓ લેટેસ્ટ મેડિકલ ડેવલોપમેંટથી વાકેફ થશે. એ માટે  નહી કે તેઓ દર્દી જુએ છે એ માટે કારણ કે તેમની અંદરનો વિદ્યાર્થી જીવતો છે. 
જો આ વિચાર હશે કે ઈંસ્ટિટ્યુટનો અભ્યાસ પુરો થાય તો વિદ્યાર્થી જીવન પુરૂ. આ એક સ્થિરતા લાવશે. જે ક્ષણે શીખવુ બંધ એ ક્ષણે મૃત્યુ તરફ તમારુ પહેલુ પગલુ જાય છે. લોકો કહે છે કે મોદીજીની એનર્જી જોઈને આશ્ચર્ય થાય છે. બસ એટલુ વિચારી લેજો કે કંઈક નવુ કરવાની એનર્જી તમને થાક્વા નથી દેતી. તમે દર્દીઓને અવારનવાર કહો છો કે આ ખાવુ જોઈએ આ ન ખાવુ જોઈએ. પણ જેવા જ મેસમાં પહોંચ્યા તો ત્યા હોડ લાગી હશે. આજે કોણ કેટલી સ્પેશલ ડિશ પુરી કરે છે. આ જ તો જીંદગી છે મિત્રો. 
 તમે ક્યારેય તમારી આત્માને પુછ્યુ કે હુ દર્દીને તો આવુ કહ્યુ હતુ અને હુ આવુ કરી રહ્યો છુ. વિદ્યાર્થી જીવનમાં તો ઠીક છે પણ હવે નહી. હુ કેંસરનો ડોક્ટર છુ અને સાંજે ધુંઆધાર સિગરેટ પીવુ છુ તો શુ ફરક પડૅશે. લોકો તમારુ ઉદાહરણ આપીને કહેશે કે ડોક્ટર પોતે જ તો સિગરેટ પીવે છે. તેને પીવાથી કોઈ ફરક નથી પડતો તો મને શુ. એક ડોક્ટરનુ જીવન પેંશટની જીદગીની પ્રેરણા બની શકે છે.  વિચારી જોજો.. ઓછા લોકો છે જે જીવનના આ રૂપને જુએ છે.  
શુ તમારા પ્રોફેસર સારા હતા.. એમ્સની ઈમારત સારી હતી.. તમે થોડા મહેનતી હતા તેથી આજે આ દિવસ આવ્યો. જો આવુ વિચારશો તો જીંદગી જોવાનો દ્રષ્ટિકોણ પુર્ણતા તરફ લઈ જશે. 
ક્યાથી મળી તમને સુવિદ્યાઓ. કોઈ ગામની બસનુ બજેટ.. કોઈ પછાત વિસ્તારના શાળાનુ બજેટ અહી ડાયવર્ટ કર્યુ હશે કોઈ બીજાનો હક તમને મળ્યો હશે જેતેહે ડોલ્ટરોને બેસ્ટ સુવિદ્યાઓ મળે. આ અનિવાર્ય રહ્યુ હશે કારણ કે દેશને તમારી જરૂર છે પણ આ પણ તમારે યાદ રાખવુ જોઈએ કે સમાજે કેટલુ તમને આપ્યુ છે.  હવે તમારો વારો આવ્યો છે બધાનુ કર્ઝ ચુકવવાનો. 
તમે પણ ક્યારેક મિત્રો સાથે રજાઓ ગાળવા જતા હશો. દર્દીઓ ત્યારે પણ હોય છે. પણ આ બ્રેક જરૂરી છે.  ક્યારેક એવો પણ બ્રેક લો કે ડોક્ટર મિત્રો સાથે પાંચ છ દિવસ જંગલોમાં પછાત વિસ્તારોમાં જાવ અને ત્યા દર્દીઓની સારવાર કરો. તેમને સ્વસ્થ રહેવાનુ માર્ગદર્શન આપો.
 

Get Update Easy