આજનો વિચાર
- પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે.
મનગમતા રંગોને સીધા કાગળ, સ્માર્ટફોન, ટેબલેટ પર ઉતારતી એક અનોખી પેન!
સ્ક્રિબલ એક એવી રંગીન ડિવાઇસ છે જે દુનિયાના દરેક રંગને તમારી આસપાસ મૂકી
દે છે અને તમે એ રંગનો ઉપયોગ સીધા પેપર ઉપર કરી શકો છો.
સ્ક્રિબલની બે પ્રોડક્ટ છે- સ્ક્રિબલ ઇંક અને સ્ક્રિબલ
સ્ટાઇલ્સ. સ્ક્રિબલ ઇંકની મદદથી પેપર પર તમારા મનગમતા રંગો
પેનમાં લઇ સીધા ડ્રો કરી શકાય છે. જ્યારે સ્ક્રિબલ સ્ટાઇલ્સની મદદથી તમે
તમારા વિવિધ ગેઝેટ જેમ કે સ્માર્ટફોન, ટેબલેટ પર
સીધા રંગો લાવી શકો છો.
સામાન્ય પેનની જેમ જ
સ્ક્રિબલ પેનથી કાગળ ઉપર લખી શકાય છે. કોઇ પણ રંગ વગર આના પોઇન્ટીંગ સેન્સરની મદદથી તમે સહેલાઇથી
ચિત્રકામ કરી શકો છો. સ્ક્રિબલ પેનની મદદથી તમે ફક્ત કાગળ પર જ નહીં એના
સિવાય કોઇ પણ ડિજિટલ ડિવાઇસ જેવા કે ટેબલેટ એન્ડ સ્માર્ટ ફોનમાં પણ
ચિત્રકામ કરી શકો છો. સ્ક્રિબલ ઇંક પેનની કિંમત ૧૫૦ ડોલર અને સ્ક્રિબલ સ્ટાઇલ્સની
કિંમત ૮૦ ડોલર છે.(૨૫.૩)