HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

28 ઑક્ટોબર, 2014

જાણવા જેવું

આજનો સુવિચાર:-આપણી અને ઈશ્વર વચ્ચે રહેલા તારને આપણાં પ્રત્યેક કુકર્મ તોડી નાખે છે. રસ્કિન

જાણવા જેવું
પક્ષી જગત
પક્ષીઓનો રાજા                                 ગરૂડ
પક્ષીઓમાં આર્કિટેકટ                         સુગરી
પક્ષીઓનો ખલનાયક                        કાગડો
પક્ષીઓમાં ગાયક                               કોયલ
પક્ષીઓમાં માછીમાર                         કલકલકિયો
પક્ષીઓમાં ઠગ                                   બગલો
પક્ષીઓમાં દૂત                                   કબૂતર
પક્ષીઓમાં શિકારી                               બાજ
પક્ષીઓમાં દેવ                                    રાજહંસ
પક્ષીઓમાં તોફાની                              કાબર
પક્ષીઓમાં તરવૈયો                             બતક
પક્ષીઓમાં યમરાજ                             ગીધ
પક્ષીઓમાં જમ્બોજેટ                            શાહમૃગ
પક્ષીઓમાં હેલિકોપ્ટર                          હમિંગ બર્ડ
પક્ષીઓમાં ઋતુવિજ્ઞાની                        ટિટોડી
પક્ષીઓમાં વરણાગી                            મોર
પક્ષીઓમાં હિમવીર                              પૅંગ્વિન
પક્ષીઓમાં રાતનો રાજા                       ઘુવડ
પક્ષીઓમાં વાતોડિયણ                         ચકલી
પક્ષીઓમાં પ્રહરી                                  કૂકડો

*************************************
સરેરાશ કોનું કેટલું આયુષ્ય ?
વ્હેલ માછલી                       1000 વર્ષ
કાચબો                                 200 વર્ષ
મગર                                    500 વર્ષ
હાથી                                     150 વર્ષ
માનવ                                   100 વર્ષ
બિલાડી                                  13 વર્ષ
ઘોડો                                      40 વર્ષ
સસલું                                     8 વર્ષ
____________________________________________

 શહેરો અને તેનાં ઉપનામ
મુંબઈ                        સાત ટાપુઓનું શહેર
દિલ્હી                         સાત રાજધાનીનું શહેર
કોલકત્તા                     મહેલોનું નગર
જયપુર                       ગુલાબી નગર
ઉદેપુર                        સરોવર નગર
અમદાવાદ                 ભારતનું માંચેસ્ટર
જામનગર                  સૌરાષ્ટ્રનું પૅરિસ
કોચીન                       પૂર્વનું વેનિસ
બેંગ્લોર                       ભારતનો બાગ

હિન્દુ કેલેંડરની પૂનમ
આપણા હિન્દુ કલેંડરની દરેક પૂનમ શ્રેષ્ઠ ગણાય છે.
લોક વાયકા મુજબ રાજા રણછોડ પૂનમે હજરા હજૂર દેખાય છે. પૂનમે લાખો લોકો ચાલીને ડાકોરના રાજા રણછોડના દર્શનાર્થે જાય છે.
કારતકી પૂનમ [દેવદિવાળી] :- દેવોની દિવાળી તેમજ તુલસી વિવાહ
માગશર પૂર્ણિમા:- દત્ત જયંતિ તેમજ વ્રતની પૂનમ ગણાય છે.
પોષી પૂનમ:- શાકંભરી પૂનમ, માઘી સ્નાનપ્રારંભ
મહા પૂર્ણિમા:- વ્રતનો શ્રેષ્ઠ દિવસ.
ફાગણ પૂનમ:- હોળી
ચૈત્રી પૂનમ:- હનુમાન જયંતી
વૈશાખી પૂનમ:- બુદ્ધ પૂર્ણિમા
જેઠ પૂનમ:- વટ સાવિત્રી
અષાઠી પૂનમ:- ગુરુ પૂર્ણિમા
શ્રાવણી પૂનમ:- રક્ષાબંધન, ભાઈ બહેનના પવિત્ર બંધનનો દિવસ
ભાદરવા પૂનમ:- શ્રાદ્ધનો પ્રથમ દિવસ, શ્રાદ્ધની શરુઆત
આસો પૂનમ:- શરદ પૂનમ
જાણો છો? [જવાબ]

1] કયા જંતુઓ સૌથી વધારે રોગ ફેલાવે છે?
માખી
2] વીસમી સદીમાં શોધાયેલો આપણા સૌર પરિવારનો એકમાત્ર કયો ગ્રહ છે?
1930માં ક્લાઈડ ટૉમ બાગ દ્વારા પ્લુટો ગ્રહ શોધાયેલો.
3] વાયુ કયા તાપમાને દ્રવ્ય થાય છે?
190 ડિગ્રી સેલ્સિયસ
4] દુનિયામાં એવા કયા બે જીવ છે જે માથું ઘુમાવ્યા વગર ફક્ત પોતાની આંખો ઘુમાવીને પોતાની પાછળ જોઈ શકે છે?
સસલું અને પોપટ
5] શું કીડીઓને ગાય હોય છે?
હા, અને એ ગાયમાંથી મધ જેવો ચીકણો પદાર્થ નીકળે છે.
6] કૃત્રિમ મોતી બનાવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી?
ફ્રાંસના જેકુઈન નામના વૈજ્ઞાનિક 1680માં સૌથી પહેલાં કૃત્રિમ મોતી બનાવ્યાં હતા.
7] એડૉલ્ફ હિટલરનો જન્મ ક્યાં થયો હતો?
ઑસ્ટ્રિયામાં
8] યમુના મહારાણી બીજા કયા નામે ઓળખાય છે?
કાલિન્દી
9] આજના સમયની ચિત્રકાર-કવિયિત્રી-પુષ્ટિમાર્ગનાં પદોની રચના કરનારા અને સમય સમયનાં દર્શન કરાવતા પ્રોગ્રામની રજુઆત કોણ કરે છે?
રૂપા બાવરી
10] શ્રી મહાપ્રભુજીએ આખાભારતમાં કેટલી બેઠકો આપી છે?
84 બેઠકો આપી હતી
11] ઈંદિરા ગાંધી 1977માં રાયબરેલીમાં કોની સામે લોકસભાની ચૂંટણી હારી ગયાં હતાં?
રાજનારાયણની સામે હારી ગયાં હતાં
12] કયું તત્વ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે સ્વરૂપમાં જોવા મળે છે?
પાણી
13] ભારતનો સૌથી ટૂંકો નેશનલ હાઈવે કયો છે?
NH- 35 ભારતનો સૌથી ટૂંકો હાઈવે છે.
14] શરીરમાં વિટામિન-કેનું શું કાર્ય છે?
લોહીને જમાવવાની ક્રિયાનુ કાર્ય
15] બેરો મીટરનો પારો એકાએક નીચે ઊતરી જાય તો કઈ શક્યતા ઊભી થાય છે?
તોફાન [સાયક્લોન]

વાર્તા

એક ખુબ પ્રખ્યાત ચિત્રકાર હતો. એને પોતાની કળા પર ખુબ જ ગર્વ હતો. એણે એક દિવસ ખુબજ સુંદર અને અદભુત ચિત્ર બનાવ્યુ. એણે એ ચિત્ર પોતાના નગરની વચ્ચોવચ મુક્યુ અને સાથે સાથે એક લખાણ પણ મુક્યુ, લખાણમાં લખ્યુ કે ચિત્રમાં જેને પણ જરા અમથી પણ ભુલ લાગે એ જગ્યાએ નિશાન કરીદેવુ.
    સાંજે જ્યારે એ પોતાનું ચિત્ર જોવા આવ્યો તો તેણે પોતાના ચિત્રને નિશાનોથી ભરેલી જોઇ. આ જોઇ એનું હ્રદય ભરાઇ આવ્યું પોતાની કલાનું આવુ અપમાન એ સહન ના કરી શક્યો તેથી એણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો.
     આત્મહત્યા કરવા જતા રસ્તામાં તેને એક મિત્ર મળ્યો.મિત્રએ પુછ્યુ,”એ દોસ્ત, કેમ આટલો દુઃખી છો ? જે પણ હોય મને જણાવ મારથી બનતી કોશીશ કરીશ
      આ સાંભળ્યા પછી ચિત્રકારે પોતાની આપવિતી સંભળાવી.આ સાંભળી તેના મિત્રએ કહ્યુ, “બસ … ! આમ આટલી નાની અમથી વાતમાં આત્મહત્યા ના કરાય. જો સાંભળ, હવે હું કહુ એમ કરજે. તેને કિધુ કે હવે બીજુ સુંદર પણ સહેજ ભુલોથી ભરેલું ચિત્ર બનાવ અને તેની સાથે લખાણમાં મેં કહ્યુ એમ લખજેપછી ચિત્રકારે વિચાર્યુ ચાલને તેના વિચાર પ્રમાણે કરી જોઉં.

બીજા દિવસે એ ચિત્રકારે એક સુંદર પણ સહેજ ભુલ ભરેલ ચિત્ર બનાવ્યુ અને સાથે એક લખાણ પણ મુક્યું. લખાણમાં તેના દોસ્તના કહ્યા પ્રમાણે લખ્યુ કે જેને પણ આ ચિત્રમાં ભુલ દેખાય તો તેને તરત જ જાતે સુધારી લેવી
પછી ચિત્રકારે સાંજે જઇને જોયુ તો .. આશ્ચર્ય…!! આખુ ચિત્ર એમ ને એમ જ. કોઇજ નિશાન ના મળ્યુ જેવી મુકી હતી તેવીને તેવી જ હતી…!!!
સારાંષ :-
લોકોની ભુલો કાઢવી ખુબ આસાન છે પણ એને સુધારવી ખુબજ અઘરી છે. જેની ભુલ તમે સુધારી શક્તા ના હોય એ ભુલ કદી કાઢવી જ નહી.

 

શિયાળો શરૂ થતા જ કચ્છમાં યાયાવર પંખીઓનું આગમન

 શિયાળો શરૂ થતા જ કચ્છમાં યાયાવર પંખીઓનું આગમન
કચ્છમાં બન્નીનાં રણમાં ભુજથી અંદાજે 80 કિ.મી. અને નખત્રાણાથી 30 કિ.મી.નાં અંતરે આવેલા છારીઢંઢમાં હજારો પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠયો છે. ઓક્ટોબરનાં અંતિમ સપ્તાહમાં જ હજારો વિદેશી પક્ષીઓએ ઘાસિયા મેદાન અને છીંછરા તળાવોમાં મુકામ શરૃ કરી દીધો છે. હાલ,30 પ્રકારનાં વોટર બર્ડ અને 15 પ્રકારનાં મેદાનમાં વસતા પક્ષીઓ સહિત લગભગ 45 જેટલી જાતિનાં વિદેશી ઉપરાંત સ્થાનિક પક્ષીઓના હજારોની સંખ્યામાં છારીઢંઢમાં પડાવથી સર્જાયેલું અદ્દભુત દ્રશ્ય પ્રવાસીઓનું મન મોહી રહ્યુું છે.
વિસ્તારનાં અભ્યાસુ એવા છારીઢંઢની ચોકીદારી કરતાં મામદભાઈ મુતવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતંુ કે, ચોમાસાનાં અંતિમ દોરથી વિદેશી અને સ્થાનિક પક્ષીઓ મોટી સંખ્યામાં છારીઢંઢમાં પડાવ કરવા આવી પહોંચે છે. ઓક્ટોબરનાં અંતિમ દિવસો કે નવેમ્બરનાં પ્રારંભથી પક્ષીઓનું આગમન શરૃ થાય છે અને ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધી અહીં લાખોની સંખ્યામાં પક્ષીઓની હાજરી રહે છે.
હાલ, છારીઢંઢમાં મોટા પ્રમાણમાં કોમન ક્રેનની હાજરી છે, તેમનાં અંદાજ મુજબ 25 હજાર કોમન ક્રેન ઉપરાંત પેલીકન, કુટ્સ, સવલર, ફ્લેમિંગો, પેઈન્ટેડ સ્ટ્રોક, ગ્રે હેરોન, સ્પુન બિલ, ગ્રે હાઈપોકોલીસ, કાલબિલ્ટન અને વિવિધ પ્રકારનાં ઈગલ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ચાલુ સાલ ઓછા વરસાદનાં પગલે મેદાનોમાં સર્જાતાં કુદરતી તળાવમાં સામાન્ય કરતાં વધુ છીંછરું પાણી હોવાથી પક્ષીઓને આસાનીથી પોતાનો ખોરાક ઉપલબ્ધ થતો હોવાનાં કારણે હજુ પક્ષીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી.

Get Update Easy