HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

26 સપ્ટેમ્બર, 2014

નવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

નવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

નવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વખત આવે છે.
નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અઘ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આસો મહિનામાં આવતી આ નવરાત્રિમાં નવ દિવસ ગરબા અને રાસ રચાય છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ, જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. અને તેથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યકિત એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે.
નવરાત્રિ ઉપાસના અને આરાધનાનુ પર્વ છે. આ દિવસોમા દરમિયાન ભક્તો માતાના આરાધનામાં લીન થઈ જાય છે. આ તહેવાર દરમિયાન ભક્તો શાંતિ અને સુખ પ્રાપ્તિ માટે વ્રત અને ઉપવાસ રાખે છે.

નવરાત્રિ પર્વ પર જો માતાની ઉપાસના કરવામાં આવે તો પરમ આનંદ મળે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય જે બધા એકત્ર થઈને કરીએ તો સમાજની એકતા મજબૂત થાય છે. સમાજ સંગઠિત થાય તો રાષ્ટ્રીય એકતા પણ મજબૂત થાય. તેથી માતાની ઉપાસના સામૂહિક રૂપે કરવાથી આનંદ મળે છે.
નવરાત્રિમાં જેટલુ મહત્વ માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનુ છે તેટલુ જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનુ પણ છે. ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ શક્ય બને છે જ્યારે બંને બાબતોની પ્રક્રિયાઓનુ પાલન નિયમ અનુસાર કરવામાં આવે.
નવરાત્રિમાં ઉપવાસ દરેક લોકો પોતાની ભક્તિ, શક્તિ મુજબ કરે છે. કોઈ એક ટાઈમ જમીને તો કોઈ ફળાહાર કરીને આ વ્રત રાખે છે.
નવરાત્રિના દિવસો અગાઉ ઘરતી પર ઘણી આફતો આવતી હોય છે. વરસાદને કારણે ચેપી રોગ ફાટી નીકળે, અથવા તો મોંધવારી વધે, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય તો કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ. આ કુદરતી આફતો શ્રાવણ-ભાદરવો અને આસો મહિના દરમિયાન વધુ જોવા મળે છે. તેથી આ તમામ તકલીફોને દૂર કરવા માટે નવ દિવસ સુધી વ્રત ઉપાસના કરવામાં આવે છે.
સર્વ ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કિશ્ચદ્દ દુ:ખ ભાગ્યવેત્.
જેનો મતલબ છે નવરાત્રિના નવ દિવસ મનમાં ખરાબ વિચારો, છળ-કપટ, ઈર્ષા છોડીને આપણે નવ દિવસ સુધી માનવ કલ્યાણના કામો કરીએ.
આ વ્રતને ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર માતાની શક્તિ પામવાનો છે. જે લોકો નવરાત્રિમાં વ્રત કરે છે તેને અન્ય ઉપવાસો કરતા વધુ ફળ મળે છે. નવરાત્રિ એક પ્રકૃતિની ઋતુનો કાળ છે. આ ઋતુ જીવ, પ્રાણી અને મનુષ્ય માટે કષ્ટદાયક હોય છે. આ દિવસો દરમિયાન જો આધ્યાત્મિક બીજ રોપવામાં આવે તો એ જ રીતનુ ફળ આપણને મળે છે.
જો નવરાત્રિના પ્રથમ દિવસે એટલેકે પડવાના દિવસે હસ્ત નક્ષત્ર હોય તો તે દિવસે વિધિપૂર્વક કરેલુ દેવીપૂજન ઈચ્છિત ફળ આપે છે. પ્રથમ દિવસના ઉપવાસ દરમિયાન નવ દિવસના ઉપવાસનો સંકલ્પ લેવો અને માતાને પ્રાર્થના કરવી - હે માતા, હુ મારી શક્તિ અને ભક્તિ મુજબ ઉપવાસ કરીશ, જો કોઈ ભૂલ થઈ જાય તો તારી સંતાન સમજીને માફ કરી દેજો. 
અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા


વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧
ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૨
આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૩
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૪
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૫
ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૬
રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી,
આ જિંદગી થઇ મને અતિસે અકારી,
દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૭
ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૮
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો,
જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૯
શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૦
શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને ભજુ છું,
રાત્રી દિને ભગવતી તુજને જપું છું,
સદ્ ભક્ત સેવક તણા પરિતાપ કાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૧
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારનાં સકળ રોગ સમુળ કાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૨
તારા સિવાય જગમાં નથી કોઇ મારું,
સાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું,
ભુલ કદાચ ભવ પાસ તણા પ્રસંગે,
માગું ક્ષમા ભગવતી આ પ્રસંગે ... ૧૩



ભારતે અંતરિક્ષના ક્ષેત્રમાં આજે મોટી ઐતિહાસિક હરણફાળ ભરી હતી. મંગળયાન સફળતાપૂર્વક મંગળની પરિભ્રમણ કક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ ગોઠવાઇ જતા દેશભરમાં ખુશીનુ મોજુ ફરી વળ્‍યું હતુ. અંતિરક્ષના ક્ષેત્રમાં ઇતિહાસ સર્જવાની સાથે સાથેનો ધટનાક્રમ નીચે મુજબ છે. -મંગળયાનને પ્રથમ જ પ્રયાસમાં સફળરીતે મંગળની પરિભ્રમણ કક્ષામાં મુકવામાં સફળતા-આ સફળતા મેળવનાર ભારત વિશ્વમાં પ્રથમ દેશ બન્‍યુ-અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતની ઐતિહાસિક સિદ્ધીતી વિશ્વના દેશો આશ્ચર્ય ચકિત થયા-વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પોતે ઇસરોના વૈજ્ઞાનિકો અને સંરક્ષણ નિષ્‍ણાંતોની સાથે દિલધડક ઓપરેસન વેળા હાજર રહ્યા -વડાપ્રધાન મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને તેમની રેકોર્ડ સફળતા બદલ અભિનંદન આપ્‍યા-રાષ્‍ટ્રપતિ પ્રણવ મુખર્જીએ માર્શ મિશનની સિદ્ધીને ઐતિહાસિક સફળતા તરીકે ગણાવી-મોદીએ દેશભરમાં ઉજવણી કરવા માટેની હાકલ કરી-કોઇ ક્રિકેટ કપમાં વિજેતા બનાવ કરતા આ સિદ્ધી હજારો ગણી મોટી હોવાની મોદીએ વાત કરી- માર્શ ર્ઓબિટર મિશન સ્‍પેસક્રાફ્‌ટ એટલે કે મંગળયાનની ગતિ ધીમી કરવામાં આવી હતી.-તેની ગતિને ધટાડીને ૪.૪ કિલોમીટર પ્રતિસેકન્‍ડ કરવામાં આવી હતી-છેલ્લા નવ મહિનાથી અંતરિક્ષ યાત્રામાં રહેલા ભારતના મંગળ યાનના એન્‍જિનનું હાલમાં સફળ ટેસ્‍ટ ફાયર કરાતા ખુશીનું મોજુ ફરી વળ્‍યું હતુ-ટેસ્‍ટ બાદ ઇસરોએ કહ્યું હતું કે, નિશ્ચિત કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ એન્‍જિનને ચાર સેકન્‍ડ સુધી ખુબ જ સાવધાનીપૂર્વક ચાલુ કરવામાં આવ્‍યું હતું- મંગળ ગ્રહની નજીક પહોંચી ગયેલા મંગળ યાનનું એન્‍જિન સંપૂર્ણપણે સમગ્ર યાત્રા દરમિયાન નિષ્‍ક્રિય હતું પરંતુ હાલમાં તેને ચાર સેકન્‍ડ સુધી ચલાવીને ટેસ્‍ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.-ગયા વર્ષે ૫મી સપ્‍ટેમ્‍બરના દિવસે મંગળયાન લોંચ કરવામાં આવ્‍યા બાદ અંતરિક્ષના હવામાનની સ્‍થિતિનો સામનો કરવામાં સફળતા મેળવી છે-દુરદર્શન પર સમગ્ર વૈજ્ઞાનિક  પ્રક્રિયાનુ જીવતં પ્રસારણ કરવામાં આવ્‍યું હતુ.

Get Update Easy