HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

13 ઑગસ્ટ, 2014

SCIENCE ACTIVITY


 
















SCIENCE ACTIVITY - થોડા સમય પછી શાળાઓમાં બાળકોને વિજ્ઞાન પ્રવૃતિઓમાં ભાગ લેવા તથા વિજ્ઞાનમાં રસ લેતા કરવા માટે નવીન પ્રવૃતિઓ વિષેની નીચે મુજબ કરવા જેવી પ્રવૃતિઓનો અને બાળવૈજ્ઞાનિકોને માહિતીઓથી વાકેફ કરવા સહજ પ્રયત્ન કરેલ છે

 
 
 

 
   
 
જીવનનું સાચુ સુખ ગમે એવી સ્‍થિતિમાં સંતોષ માનો...!જીવનનું સાચુ સુખ ગમે એવી સ્‍થિતિમાં સંતોષ માનો...!
      એક વિશાળ નગરમાં ભગવાન બુધ્‍ધ પોતાની અમૃતવાણીનો લાભ આપતા હતાં તેમને સાંભળવા માટે તેમના મઠમાં અનેક માણસો આવતા હતાં જેમાં સામાન્‍ય ગરીબ મજુર માનવીથી માંડીને મોટા શ્રીમંત ધનપતિઓ પણ આવતા હતા.

      ભગવાન બુધ્‍ધના એક શિષ્‍ય આનંદ, તેણે એક વખત પુછયું.

      ભગવાન ! આપની પાસે જેટલા માણસો આવે છે. તે દરેક કંઇકને કંઇક દુઃખ કહેવા જ આવે છે. એવું લાગે છે કે, આ નગરમાં કોઇ સાચો સુખી માણસ નહી હોય....!

      ભગવાન બુધ્‍ધે કહ્યું, ના એવું નથી પેલો એક ગરીબ મજુર જે રોજ સંધ્‍યા સમયે આવીને સૌની પાછળ બેસે છે. અને મુંગો મુંગો બધાની વાત સાંભળીને ચૂપચાપ ચાલ્‍યો જાય છે તે આ નગરનો સૌથી વધારે અને સાચો સુખી માણસ છે.

      શિષ્‍યને વાત ગળે ઉતરી નહીં તેણે કહ્યું ભગવાન તેની પાસે નથી પુરતા કપડા કે રહેવા માટે સારૂ ઘર કે નથી મળતું તેને પેટ પુરતુ ખાવાનું આમ છતાં ગામના શ્રીમંતો કે સાધનસંપન્ન લોકો કરતા એ વધારે સુખી કઇ રીતે હોઇ શકે ?

      ભગવાન બુધ્‍ધે, એ વખતે તેને કંઇ જવાબ આપ્‍યો નહીં પરંતુ બીજે દિવસે સંધ્‍યા સમયે પોતાના પ્રવચન પછી એકત્રિત જનસમુદાયને તથાગતે પુછયુ જો ભગવાન તમારા પર પ્રસન્ન થઇને કોઇ વસ્‍તુ તમને માગવા કહે તો તમે કઇ વસ્‍તુ માંગો..? તેના જવાબમાં દરેકે જુદી જુદી વસ્‍તુ જણાવી.

      એક ધનિક ખેડૂતે શાંતિ ભર્યુ શ્રમમય જીવન માંગ્‍યું. એક ખેડૂતે જમીનદારી માંગી કે જેથી વગર મહેનતે પોતે એશ આરામથી જીવન વ્‍યતિત કરી શકે. વળી એક જમીનદારે કુટુંબની જંપજૅજાળમાંથી છુટી મુકિતનો આનંદ મળી શકે એવી આકાંક્ષાથી સાધુનું જીવન માંગ્‍યું.

      આમ અહી એકત્ર થયેલા સૌ કોઇએ કંઇકને કંઇક અભિલાષા વ્‍યકત કરી કે જેના અભાવે પોતાને દુઃખી સમજતા હતા.

      પરંતુ એકમાત્ર પેલા ગરીબ મજુરે પોતાની કોઇ અભિલાષા વ્‍યકત કરી નહીં.

      ભગવાન બુધ્‍ધે તેને અંતરની ઇચ્‍છા બતાવવા આગ્રહ પૂર્વક કહ્યું ત્‍યારે તેણે કહ્યું ભગવાન, મારી તો પરમાત્‍મા પાસે એકજ માંગણી છે કે, તે મારી અત્‍યારની મનોદશામાં જરા પણ ફેરફાર કરે નહી. અત્‍યારે મારી પાસે જે કાંઇ છે. તેનાથી મહેનત મજુરીથી હું જે કઈ મેળવું છું તેટલાંથી સંતોષ છે મારો આત્‍મા પ્રસન્ન છે. અને વળી મને જીવનમાં કોઇ જાતનો અસંતોષ નથી. કે કોઇ જાતનું દુઃખ નથી અને ભગવાન મારી આપને એજ વિનંતી કે, મારા મનમાં અસંતોષના બીજ રોપાય નહીં.
      અને ત્‍યારે શિષ્‍ય આનંદની શંકા ગરીબ મજુરનો આ જવાબ સાંભળીને બિલકુલ નિર્મુળ થઇ ગઇ. તેને થયું કે ખરેખર સાચુ જીવન સાચું સુખ, માત્ર સમૃધ્‍ધિમાંજ નથી, પણ પોતાની ગમે એવી પરિસ્‍થિતિમાં સંતોષ માનવાની મને વૃત્તિમાં જ મળી રહે છે.
વિદ્યાર્થીઓને પ્‍લેસમેન્‍ટ મંચ પુરૂ પાડવા વેબસાઈટ લોન્‍ચ
કોલેજ પ્‍લેસમેન્‍ટના ભરોસે નહીં બેસી રહેવું પડે : એઆઈસીટીઈ દ્વારા વેબસાઈટ ઉપર અનેક કંપનીઓને આવરી લીધી : વિદ્યાર્થી સાઇટ પર બાયોડેટા મુકી શકશે
   અમદાવાદ, તા.૧૨,ઓલ ઈન્‍ડિયા કાઉન્‍સિલ ફોર ટેકનિકલ એજ્‍યુકેશન (એઆઈસીટીઈ)એ ટેકનિકલ સ્‍ટડી કરનાર વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્‍લેસમેન્‍ટ પોર્ટલ લોન્‍ચ કર્યું છે. આ પ્‍લેસમેન્‍ટ પોર્ટલના કારણે હવે ટેકનિકલ અભ્‍યાસક્રમમાં અભ્‍યાસ કરવા વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા અપાતા પ્‍લેસમેન્‍ટના ભરોસે બેસી રહેવું પડશે નહીં. એઆઈસીટીઈએ આ વેબસાઈટ ઉપર ધણી બધી કંપનીઓને સાંકળી લીધી છે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ ઉપર પોતાનો બાયોડેટા અપલોટ કરી શકશે. આ બાયોડેટાના આધારે અને પોતાની જરૂરીયાત મુજબ કંપનીઓ યોગ્‍ય ઉમેદવારને ડાયરેક્‍ટ જોબ માટે ફોન કરશે.
   દેશમાં અત્‍યારે એજ્‍યુકેશન સિસ્‍ટમમાં બહુ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. બદલાવની સાથે સાથે વિદ્યાર્થીઓને કારકિર્દી પસંદગી માટે અવનવા વિકલ્‍પો પણ મળવા લાગ્‍યા છે. હવે વિદ્યાર્થીઓએ ડિગ્રી લઈને એક ઓફિસથી બીજી ઓફિસના ધક્કા ખાવા પડતા નથી. મોટાભાગની કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને કેમ્‍પસ ઈન્‍ટરવ્‍યૂની સુવિધા આપવામાં આવે છે. જો કે કેમ્‍પસ ઈન્‍ટરવ્‍યૂમાં કેટલાક વિદ્યારથીઓને અન્‍યાય થતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્‍યારે ઓલ ઈન્‍ડિયા કાઉન્‍સિલ ફોર ટેકનિકલ એજ્‍યુકેશન દ્વારા ટેકનિકલ અભ્‍યાસક્રમોમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક પ્‍લેસમેન્‍ટ પોર્ટલ લોન્‍ચ કરવામાં આવ્‍યું છે. એઆઈસીટીઈ દ્વારા લેવાયેલી આ નિર્ણય બાદ અત્‍યાર સુધી માત્ર કોલેજના કેમ્‍પસ પ્‍લેસમેન્‍ટના ભરોસે બેસી રહેતા વિદ્યાર્થીઓને રાહત મળશે. જો કે એઆઈસીટીઈએ શરૂ કરશે જોબ પોર્ટલ www.aicte.india.org પર પોતાનો બાયોડેટા અપલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ પોતાની કોલેજ-ઈન્‍સ્‍ટિટયુટનો આઈડી અપલોડ કરવો પડશે ત્‍યારબાદ જ વિદ્યાર્થીઓ પ્‍લેસમેન્‍ટ પોર્ટલ પર લોગઈન કરી શકશે.

Get Update Easy