HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

23 જુલાઈ, 2014


 Government Secondary Recruitment
રજીસ્ટર્ડ થયેલી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૪
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.
ચલન ભરવાની છેલ્લી તારીખ ૦૨-૦૮-૨૦૧૪ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૪-૦૮-૨૦૧૪ છે.
ખાસ નોંધ :
જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી, ઉદાહરણ તરીકે TAT પરીક્ષા નાપાસ થયેલ હોય તેઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક-સહાયક ની પોસ્ટ માટે અરજી કરવા લાયક ગણાશે નહિ.
સૌપ્રથમ ચલનની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામાં ભરવી, ત્યારબાદ ચલન ભર્યાના લીસ્ટમાં ઉમેદવારના નામનો સમાવેશ થયા બાદ જ અરજીપત્રક ભરી શકાશે (ફી ભર્યા બાદ ઓછા માં ઓછા ૪૮ કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટમાં જોઈ શકશે.)
SEBC ઉમેદવારો માટે: તારીખ ૦૧-૦૪-૨૦૧૩ થી ૩૧-૦૩-૨૦૧૪ સમયગાળાની આવકને ધ્યાને લઈને નોનક્રીમીલીયાર સર્ટીફીકેટ (પરિશિસ્ટ-ક) તા. ૦૧-૦૪-૨૦૧૪ પછીની તારીખનું ગુજરાતીમાં મેળવેલ માન્ય ગણાશે.
આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારોએ બિનઅનામત માટેની ચલનની પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.
જે ઉમેદવારોએ ૨૦૧૧ અને ૨૦૧૪ માં લેવાયેલ બંને TAT પરિક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેઓએ બંને ટાટ નંબર ચલન અને અરજીપત્રકમાં આપવાના રહેશે.

                                                                   
http://gserb.org/teacherrecruitment/Index.aspx


Get Update Easy