ગુજરાત
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તા ૧૩/૩/૨૦૧૪ થી ૧૪/૪/૨૦૧૪ ના
રોજ મેળવવા મા આવેલ (TAT) ની પરીક્ષા તારીખ :૨૭ /૭/૨૦૧૪ ને રવિવારે
લેવામાં આવશે.

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ફાજલ થઇ ગયેલા મોટી સંખ્યામાં રહેલા શિક્ષકો માટે ટૂંક સમયમાં જ નવી નીતિ તૈયાર કરવામાં આવશે તેવું શિક્ષણ વિભાગનાં સૂત્રો દ્વારા જાણવા મળે છે. ફાજલ શિક્ષકો માટે ટૂંક સમયમાં જ આવી નીતિ ઘડાવાના કારણે તેમને રક્ષણ મળે તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે.
વર્ષ ૧૯૯૮ સુધી રાજ્ય સરકાર દ્વારા ફાજલ શિક્ષકોને રક્ષણ આપવામાં આવતું હતું. છેલ્લાં ૧૬ વર્ષથી એટલે કે વર્ષ ૧૯૯૮ પછી સરકારે ફાજલ શિક્ષકોને રક્ષણ આપવાનું બંધ કરી દીધું હતું, જેને પગલે ફાજલ શિક્ષકોની સંખ્યામાં મોટો વધારો થયો હતો. ફાજલ શિક્ષકોના મામલે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક સંઘ અને શિક્ષક સંઘના આગેવાનો દ્વારા ફાજલ શિક્ષકોને રક્ષણ આપવાના મુદ્દે તેમજ તે અંગે કોઇ સંરક્ષણાત્મક નીતિ ઘડવા બાબતે શિક્ષણ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી. આ રજૂઆતને ધ્યાને લઇને રાજ્યના શિક્ષણ વિભાગે ફાજલ શિક્ષકોને રક્ષણ આપવા અંગે નીતિ ઘડવા માટે કમિશનરને આદેશ કરાયો હોવાનું આધારભૂત સૂત્રો જણાવે છે.
ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી વર્ષ ૧૯૯૮ પછી કેટલા શિક્ષકો ફાજલ થયા છે અને કેટલા શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે? તે વિશેની માહિતી માગવામાં આવી છે. ઉપરોક્ત માહિતી સરકાર મેળવી લેશે ત્યાર બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ફાજલ શિક્ષકોને રક્ષણ આપવાની પોલિસી આવનારાં બે અઠવાડિયાં જેટલા સમયમાં ઘડવામાં આવશે તેવું આધારભૂત સૂત્રો જણાવે છે.

રાજ્યના ફાજલ શિક્ષકો માટે સરકાર નીતિ ઘડશે
અમદાવાદ, મંગળવારરાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ફાજલ થઇ ગયેલા મોટી સંખ્યામાં રહેલા શિક્ષકો માટે ટૂંક સમયમાં જ નવી નીતિ તૈયાર કરવામાં આવશે તેવું શિક્ષણ વિભાગનાં સૂત્રો દ્વારા જાણવા મળે છે. ફાજલ શિક્ષકો માટે ટૂંક સમયમાં જ આવી નીતિ ઘડાવાના કારણે તેમને રક્ષણ મળે તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે.