શ્રી ગણેશાય નમઃ
વક્રતૂંડ મહાકાય ।
સૂર્ય કોટિસમપ્રભ ।।
નિર્વિઘ્ન કુરુમે દેવ ।
સર્વકાર્યેશુ સર્વદા ।।
PRAYER
વિશ્વાસ સાથે કરાયેલીપ્રાર્થના વડે બીમાર લોકોના રોગો પણ ઠીક થઈ શકે છે. યુરોપમાં થઈ ગયેલા ડૉ.વિન્સેટ પીલેએ પોઝિટિવ વિચારોની તાકાત પર ખૂબ કામ કર્યું છે. તેમણે હજારો લોકોની વૈવાહિક, બિઝનેસ, માનસિક અને શારીરિક સમસ્યાઓ માત્ર પ્રાર્થના વડે ઉકેલી. શ્રદ્ધાળુઓ માટે આએક સારા સમાચાર છે કે પ્રાર્થના વડે ઉપચાર સંભવ છે.
એવું નથી કે માત્ર ડૉ.પીલે જ એવું વિચારતા. જર્નલ ઑફ અમેરિકન મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત એક સંશોધન નિબંધ અનુસાર પ્રાર્થના કરવાથી રોગીઓને આરોગ્ય લાભ માટે સહાયક નીવડે છે. પ્રાર્થના એક પૂરક ચિકિત્સા છે. આજે પશ્ચિમના દેશોમાં ઘણાં હોસ્પિટલોમાં સ્થાન બનાવવામાં આવતા હોય છે કેજ્યાં રોગી (દર્દી)ને જલ્દી સ્વસ્થ થાય તે માટેપ્રાર્થના કરાય છે.
તમે ફિલ્મોમાં તેમજ વાસ્તવિક જીવનમાં અનેકવાર ડૉકટરોને કહેતા સાંભળ્યા હશે કે ‘હવે આનીકોઈ દવા નથી’,’હવે માત્ર પ્રાર્થના જ કામે લાગશે’આવાક્યો આપણે જીવનની કોઈ ક્ષણે સાંભળીએ છીએ ત્યારે દુઆ કે પ્રાથના કારગર નજરે પડતી હોય છે. આ અંગે એક શેર યાદ રાખવા જેવો છે.
” કિસી પર તેજ દવાએ અસર નહીં કરતી, કીસી પર સિર્ફ દુઆએ અસર કરતી હૈ ”
આજકાલ ખાનગી હોસ્પિટલોમાં મંદિર જ નહીં, પૂજારી પણ જોવા મળતા હોય છે. આ મંદિરોનાંનિર્માણનો મુખ્ય ઉદ્દેશ્ય ભલે હોસ્પિટલનીસમૃદ્ધિ ભલે ના હોય પણ આ તમામ આસ્થાનાં પ્રતીક સમાન છે. જ્યારે પ્રાર્થના વડે સમૃદ્ધિ સંભવ છે તો ઉપચાર માટે કેમ નહીં? મૃતકની આત્માની શાંતિ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. તો રોગી વ્યકિતનાં રોગમુક્તિ માટે કેમ નહીં? માટે જ્યારે પણ કોઈ મિત્ર કે સંબંધીની બીમારીનાં સમાચાર સાંભળોત્યારે સૌ પ્રથમ તેના રોગમુક્તિ માટે પ્રાર્થના કરો.
તમે જ્યારે કોઈ ઓળખીતા અથવા અજાણ્યાને કષ્ટમાં કે સમસ્યાથી પીડાતા દેખો ત્યારે તાત્કાલિક તેના નિવારણ માટે પ્રાર્થના કરો. કોઈ કાર્યક્રમ અથવા પાર્ટીમાં જાઓ તો કાર્યક્રમની સફળતા માટે પ્રાર્થના કરો. પ્રાર્થનાને જીવનનું એક અગત્યનું અંગ બનાવી લો.
પ્રાર્થના આપણે આપણા માટે અથવા પોતાના મિત્રો માટે તો કરતા હોઈએ છીએ.જેના માટે પ્રાથના કરાય તે મિત્ર થઈ જાય છે.જેના માટે પ્રાથના કરીએ છીએ તેની માટે મનમાં પ્રેમ ઊભરાય છે. અને પ્રેમનો અર્થ જ છે શત્રુતા સમાપ્ત તથા મિત્રતા આરંભ છે. જેના માટે જીવનમાં એકવાર પણ પ્રાથના કરી તેનું અહિત આપણે શા માટે ઈચ્છીએ.
પ્રાર્થના કરનારનું હૃદયપણ પુલકિત થતું હોય છે. પ્રાર્થના એક અમોઘ અસ્ત્ર છે. પોતાના ઉદ્ધારમાટે જરૂરી છે. મનમાં સાત્વિક ભાવ આવે. જ્યારે આપણે પ્રાર્થના કરતા હોઈએ તો મનમાં સાત્તિક ભાવ આવે છે. ભલે તે પ્રાર્થના અન્યો માટે કરી હોય. ત્યારે આપણું હૃદય કેટલું નિર્મલ હશે. જ્યારે આપણે પોતાના દુશ્મનો-શત્રુ સાથે પણ પ્રેમ કરવા અને તેની માટેપ્રાર્થના કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી લઈશું.હવે તમે એક કામ કરો.આ સમયે પોતાની ચારેતરફ નજર દોડાવો. ક્યાય કોઈ પણકષ્ટની સ્થિતિમાં તો નથીને ? જો કોઈ એવી પરિસ્થિતિમાં નજરે પડે તો તેની મદદ કરો અને જો મદદ ન કરી શકો તે કમસે કમ તેની ભલાઈ માટે પ્રાર્થના કરજો.
જે પણ તમારાથી કમજોર સ્થિતિમાં છે તેમના માટે પ્રાર્થના કરો. આપણા જીવનની એક મોટી સમસ્યા એ છે કે આપણે સૌની ભલાઈ ઈચ્છીએ છીએ, સૌની સમૃદ્ધિપણ ઈચ્છતા હોઈએ છીએ પણ આપણાથી ઊતરતી કક્ષાની આ બરોબર નથી. સર્વ માટે પ્રાર્થના કરજો તેમની શ્રેષ્ઠતા માટે.