આજનો વિચાર
- હું એક એવા પિતાની શોધમાં છું જે પોતાની દીકરીને દહેજમાં ૧૦ તોલા સોનું નહીં પરંતુ ૧૦ સારા પુસ્તક આપે.
"Success is not to be pursued; it is to be attracted by the person we become."
ગણિત ગમ્મત
*** થોડી ગણિતની ગમ્મતથી શરુઆત કરીએ. અપુર્ણાંકની રીતે 1 ને 7 વડે ભાગો.
શો જવાબ આવ્યો? 0.142857142857… હવે, 2 ને 7 વડે ભાગો તો! 0.285714285714…
આ જ પ્રક્રીયા 3, 4, 5, 6 પર કરીએ તો શું જોવા મળે છે?
1 / 7 = 0.142857
2 / 7 = 0.285714
3 / 7 = 0.428571
4 / 7 = 0.571428
5 / 7 = 0.714285
6 / 7 = 0.857142